ફ્લેશબેક / વર્લ્ડકપમાં રમાયેલી ભારત-પાક. મેચનું સ્મરણ: સ્લેજિંગથી ગાળો સુધી, ગલિચ ઈશારાથી મન્કી જમ્પ સુધી

India-Pakistan played in World Cup Memorizing the match: From sledding to span, from Gillich's gesture to Monkey jump
X
India-Pakistan played in World Cup Memorizing the match: From sledding to span, from Gillich's gesture to Monkey jump

  •  કાયમ ખેલદીલી વગર રમેલું પાકિસ્તાન વર્લ્ડકપમાં ભારત સામે કાયમ હાર્યું છે
  •  વર્લ્ડકપની દરેક મેચમાં ઉગ્ર તણાવને લીધે બંને ટીમના ખેલાડીઓ વચ્ચે અચૂક તણખાં ઝરે છે

Divyabhaskar.com

Jun 16, 2019, 08:43 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડકપમાં મધર ઓફ ઓલ બેટલ્સ તરીકે ઓળખાતી ઇન્ડિયા-પાકિસ્તાનની મેચને ગણતરીની કલાકો બાકી છે, બંને ટીમ ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે એકબીજા સામે વર્લ્ડકપમાં સાતમી વાર ટકરાશે. આ પહેલાની 6માંથી 6 મેચ ભારત જીત્યું છે અને 7મી વાર પણ જીતવા માટે કોહલી સેના તૈયાર છે.

સિડની, 1992: મિયાંદાદનો એ મન્કી જમ્પ

ભારતે 37 ઓવર સુધી એક પણ એક્સ્ટ્રા રન આપ્યો ન હતો, તે પ્રકારના પ્રોફેશનલ લેવલનું ક્રિકેટ રમ્યું હતું. મુનાફ પટેલે 2 વિકેટ લીધી હતી, જયારે હરભજનસિંહે ઉમર અકમલને 29 રને બોલ્ડ કર્યો હતો. મિસ્બાહ ઉલ હક ક્રિઝ ઉપર ઉભો હતો અને પાકિસ્તાનને 8 ઓવરમાં 77 રનની જરૂર હતી. નહેરાએ એક જ ઓવરમાં રિયાઝ અને ગુલને આઉટ કરીને મેચમાં ફોર્માલિટી બાકી રાખી હતી. . રન લેવા જતાં રૈના સાથે અથડાઈ ગયેલા મિસ્બાહે બોલાચાલી કરીને અળવીતરાઈની પાકિસ્તાની પરંપરા જાળવી રાખી હતી. એ પછી મિસ્બાહે ફિફટી ફટકારી પરંતુ તે પાકિસ્તાન માટે પૂરતી ન હતી. બીજી એક જૂજ ઘટનાએ હતી કે  ભારતના 5 બોલર્સે 2-2 વિકેટ લીધી હતી.

 

2. એડિલેડ, 2015: મિસ્બાહના સ્લેજિંગ સામે કોહલીનું બેટ બોલ્યું

41,587 દર્શકોને વિરાટ કોહલીનો માસ્ટરક્લાસ જોવા મળ્યો હતો. તેણે વનડેમાં પોતાની 22મી સદી ફટકારતાં ભારતે 76 રને મેચ જીતી હતી. કોહલીના 107 રન થકી ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 300 રન કર્યા હતા. કોહલીની એકાગ્રતા તોડવા પાકિસ્તાનના તમામ ખેલાડીઓએ ખાસ કરીને મિસ્બાહે સતત સ્લેજિંગ કર્યું હતું પરંતુ કોહલીએ ઉશ્કેરાયા વગર બેટથી જ જવાબ વાળ્યો હતો.

કોહલી સિવાય શિખર ધવન અને સુરેશ રૈનાએ પણ ફિફટી ફટકારી હતી. પોતાની પહેલી વર્લ્ડકપ મેચ રમતાં મોહમ્મદ શમીએ પાકિસ્તાનના ધબડકાની શરૂઆત કરતા યુનિસ ખાનને બાઉન્સરમાં આઉટ કર્યો હતો. જોકે તે પછી પાકિસ્તાને ઇનિંગ્સ સાંભળી હતી, 23 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવીને 101 રન કર્યા હતા. જોકે ઉમેશ યાદવે અહેમદ શેહઝાદ અને શોએબ મકસુદને આઉટ કરીને મેચમાં ભારતનો હાથ ઉપર રાખી દીધો હતો. મિસ્બાહ ફરી એક વખત 76 રન સાથે પાકિસ્તાન માટે ટોપ સ્કોરર હતો, પરંતુ પાકિસ્તાન 47 ઓવરમાં 224 રનમાં ઓલઆઉટ થયું હતું. આ મેચની જૂજ ઘટના એ હતી કે પાકિસ્તાનના બધા બેટ્સમેન કેચ આઉટ થયા હતા.

વર્લ્ડકપની શરૂઆતના 17 વર્ષ પછી પહેલી વાર ભારત અને પાકિસ્તાન સિડની ખાતે 4 માર્ચ, 1992ના રોજ આમને-સામને થયા હતા. ભારતે આ મેચમાં રવિ શાસ્ત્રીને ડ્રોપ કર્યો હતો અને અજય જાડેજા પાસે ઓપનિંગ કરાવી હતી. જાડેજાએ 46 રનનું યોગદાન આપીને પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી હતી. જયારે સચિન તેંડુલકરે 62 બોલમાં 54 રન કરીને ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપ્યો હતો. તેણે કપિલ દેવ સાથે છેલ્લી 8 ઓવરમાં 60 રન કર્યા હતા. ભારતે 49 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 216 રન કર્યા હતા. ધીમા ઓવર રેટના લીધે પાક.ની 1 ઓવર ઘટાડવામાં આવી હતી.

જવાબમાં પાકિસ્તાને પ્રથમ 2 વિકેટ ઝડપથી ગુમાવી હતી. આમિર સોહેલ અને જાવેદ મિયાંદાદે ઇનિંગ્સને સ્થિરતા આપવાનું કામ કર્યું હતું. આ મેચ જોકે મિયાંદાદની અળવિતરાઈના કારણે કાયમ યાદગાર બની છે. વિકેટકિપર કિરણ મોરે સાથેના સ્લેજિંગ પછી ઉશ્કેરાયેલા મિયાંદાદે બંદરછાપ કૂદકાં માર્યા હતા. જોકે મોરેએ 2 કેચ, 1 સ્ટમ્પિંગ અને ઇમરાન ખાનને રનઆઉટ કરીને તેને જવાબ આપ્યો હતો. જયારે બીજી તરફ મિયાંદાદે 40 રનના વ્યક્તિગત સ્કોર સુધી પહોચવાં માટે 34 ઓવર લીધી હતી અને ટીમની હારનું કારણ બન્યો હતો. પાકિસ્તાનનો 173 રનમાં વાવટો વિંટાઈ જતાં ભારતે 43 રને મેચ જીતી હતી.

6. બેંગ્લુરુ 1996: સોહેલને વી. પ્રસાદનો એ યાદગાર જવાબ

1996ના વર્લ્ડકપની આ ક્વાર્ટર ફાઇનલ હતી. કેપ્ટન વસીમ અકરમની જગ્યાએ આમિર સોહેલ ટોસ માટે આવતા મેચની શરૂઆત જ આશ્ચર્ય સાથે થઇ હતી. અકરમને છેલ્લી ઘડીએ ઇજા થઇ હતી, જયારે એવું પણ કહેવામાં આવે છે અકરમે ભયના લીધે મેચમાં ભાગ લીધો ન હતો. સચિન અને નવજોતસિંહ સિદ્ધુએ ટીમને જોરદાર શરૂઆત અપાવી હતી. 22 ઓવર સુધી પાકિસ્તાન વિકેટ પાડી શક્યું ન હતું. સિદ્ધુએ ઇજા છતાં રનરની મદદથી 93 રનની ઇનિંગ્સ રમી હતી. તે આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 168/3 હતો, પરંતુ ટીમ 4.5 કરતાં ઓછાની રનરેટે રમી રહી હતી. અજય જાડેજાએ વિસ્ફોટક ઇનિંગ્સ રમતા 25 બોલમાં 45 રન કર્યા હતા. તેણે વકાર યુનુસની 9મી ઓવરમાં 3 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 22 રન માર્યા હતા. જયારે યુનુસની છેલ્લી ઓવરમાં 18 રન લીધા હતા. જાડેજાની આ ઇનિંગ્સ થકી ભારતે છેલ્લી 3 ઓવરમાં 51 રન કર્યા હતા અને પાકિસ્તાનને મેચ જીતવા 288 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

જે રીતે પાકિસ્તાને રનચેઝની શરૂઆત કરી ત્યારે એમ જણાતું હતું કે તે આસાનીથી મેચ જીતી જશે. સઈદ અનવરે 32 બોલમાં 48 રન કર્યા હતા. જયારે સ્ટેન્ડ ઈન કેપ્ટન આમિર સોહેલ અલગ અંદાઝમાં પોતાનો મિજાજ બતાવી રહ્યો હતો. વેંકટેશ પ્રસાદના એક બોલમાં બાઉન્ડ્રી માર્યા પછી તેણે બોલર તરફ ઈશારો કર્યો કે બીજો બોલ પણ બાઉન્ડ્રીની બહાર મારીશ. તે પછીના બોલમાં પ્રસાદે ગજબનાક ઈનસ્વિંગમાં સોહેલને બોલ્ડ કરીને તેને પેવેલિયન તરફનો રસ્તો બતાવ્યો હતો. પ્રસાદે અન્ય 2 વિકેટ પણ ઝડપી હતી અને ભારત 39 રને મેચ જીત્યું હતું. આ મેચ પછી મિયાંદાદે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.

8. માન્ચેસ્ટર, 1999: આફ્રિદીનો એ ગલિચ ઈશારો

ભારત અને પાકિસ્તાનના સૈનિકો કારગિલ યુદ્ધમાં લડી રહ્યા હોવાથી આ મેચ સાથે વિશેષ લાગણીઓ જોડાયેલી હતી. ભારેભરખમ સિક્યુરિટીની વચ્ચે મોહમ્મદ અઝરુદીને ટોસ જીતીને બેટિંગ લીધી હતી. સચિનના આઉટ થયા પછી ભારતે 21થી 45 ઓવર દરમિયાન માત્ર 2 બાઉન્દ્રી ફટકારી હતી અને મોમેન્ટમ જતું રહ્યું હતું. અઝરુદીનને રોબિનસિંહના યોગદાન થકી ભારતે 6 વિકેટ ગુમાવી 227 રન કર્યા હતા. જવાગલ શ્રીનાથે શાહિદ આફ્રિદી અને એજાઝ અહેમદને આઉટ કરીને ભારતને મેચમાં જીવંત રાખ્યા હતા. આઉટ થઈને જઈ રહેલા આફ્રિદીએ હતાશામાં શ્રીનાથ સામે ગલીચ ઈશારો કર્યો હતો, પણ પાકિસ્તાન મનથી મેચ હારી રહ્યું હોવાની એ નિશાની હતી. તે પછી પ્રસાદે સલીમ મલિક, સઈદ અનવર અને અઝહર મેહમૂદને આઉટ કર્યા હતા. ઇન્ઝમામ અને રઝાકે પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રસાદ અને શ્રીનાથે અનુક્રમે તે બંનેને આઉટ કરીને મેચ સમાપ્ત કરી હતી.

9. સેન્ચુરીયન, 2003: સચિને અખ્તરને આપેલો એ જવાબ

સઈદ અનવરની વનડે ક્રિકેટમાં 20મી સદીની સહાયથી પાકિસ્તાને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 273 રન કર્યા હતા. તેણે આ મેચમાં ભારત સામે 2 હજાર રન પૂરા કર્યા હતા. તેના સિવાય યુનિસ ખાન, રશિદ લતીફ અને વસીમ અકરમે પણ બેટ વડે સારું યોગદાન આપ્યું હતું. આ પહેલા ભારતે વર્લ્ડકપમાં ક્યારેય 230થી વધુનો ટાર્ગેટ ચેઝ કર્યો ન હતો.

વસીમ અકરમ, વકાર યુનુસ, શોએબ અખ્તર અને અબ્દુલ રઝાક જેવા બોલર્સ સામે ભારત નબળું પડશે તેવું લાગતું હતું. પરંતુ તે દિવસે સચિને પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ રમીને પૂરવાર કર્યું હતું કે તે વર્લ્ડનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર કેમ છે. આ મેચમાં તેણે અખ્તરની બોલિંગમાં જે અપર-કટ મારી હતી, તે ફેન્સ ક્યારેય ભૂલશે નહીં. ભારતે 6 ઓવરમાં વિના વિકેટે 53 રન કર્યા હતા. જોકે સહેવાગ પછી ગાંગુલી પણ પ્રથમ બોલે આઉટ થતાં મેચમાં પાક. વાપસી કરી શકે છે તેમ જણાતું હતું. જોકે સચિને એન્કર ઇનિંગ્સ રમીને બાજી સંભાળી રાખી હતી. આ મેચ દરમિયાન તેણે વનડેમાં 12 હજાર રન પૂરા કર્યા હતા. સચિન 2 રન માટે સદી ચૂક્યો હતો પરંતુ તે 98 રન કદાચ તેની 100 સદી કરતા પણ આખા દેશ માટે ખાસ છે. કારણ કે સતત સ્લેજિંગ કરી રહેલા અખ્તરને તેણે જરાય ઉશ્કેરાયા વગર બેટથી જવાબો વાળ્યા હતા. યુવરાજે અણનમ 50 રન કરીને મેચ સમાપ્ત કરી હતી.

11. મોહાલી, 2011: મિસ્બાહની એ ગાળો સામે એકજૂટ ટીમ ઈન્ડિયા

સેમિફાઇનલમાં ટોસ જીતીને ભારતે બેટિંગ પસંદ કરી હતી. સહેવાગે પહેલા બોલે ચોગ્ગો ફટકારીને ધમાકેદાર રીતે શરૂઆત કરી હતી. તેંડુલકરને 23 રને 2 વાર જીવનદાન મળ્યું હતું. તેણે 85 રન કર્યા હતા. તેના સિવાય સુરેશ રૈનાએ પણ અણનમ 36 રન કરીને ટીમના સ્કોરને 260 સુધી પહોચાડ્યો હતો. પાકિસ્તાન તરફથી વહાબ રિયાઝે 5 વિકેટ લીધી હતી.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી