સેમિ ફાઈનલ / અરે યાર! ફરી વરસાદ, ઈન્ડિયા-ન્યૂઝિલેન્ડ મેચ બુધવારે વરસાદ નહિ નડે તો અટકી હતી ત્યાંથી આગળ રમાશે

India-New Zealand semifinal: Live match updates

  • માન્ચેસ્ટરમાં લગભગ ચાર કલાક વરસાદ પડતા ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ સમાપ્ત ન થઇ
  • ન્યૂઝીલેન્ડે 46.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 211 રન કર્યા હતા
  • માન્ચેસ્ટરમાં બુધવારે 65% વરસાદની સંભાવના છે, જો મેચ ન રમાઈ તો પોઈન્ટ્સના આધારે ભારત ફાઇનલમાં પહોંચી જશે

Divyabhaskar.com

Jul 10, 2019, 02:30 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડ કપની પ્રથમ સેમિ ફાઇનલમાં માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં વરસાદે વિલનની ભૂમિકા નિભાવી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં કિવિઝે 46.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 211 રન કર્યા હતા. રોઝ ટેલર 67 રને અને ટોમ લેથમ 3 રને રમી રહ્યા હતા. પરંતુ તે પછી વરસાદના લીધે મેચ રમાઈ ન હતી. આવતીકાલે ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ જ્યાં અટકી હતી ત્યાંથી આગળ વધશે.

મેચે પૂરી ન થઈ તો આમાંથી કોઈ એક લક્ષ્ય મળશે...

46 ઓવર 237 રન
40 ઓવર 223 રન
35 ઓવર 209 રન
30 ઓવર 192 રન
25 ઓવર 172 રન
20 ઓવર 148 રન

ભારતીય બોલરોનું પ્રભુત્વ, કીવીઝના પાવર પ્લેમાં સૌથી ઓછા રન બન્યા

ન્યૂઝીલેન્ડના 10 ઓવરમાં 27 રન બન્યા. તે આ વર્લ્ડ કપમાં પાવર પ્લેનો સૌથી ઓછો સ્કોર છે. તેને 100 રન બનાવવામાં 28.1 ઓવર લાગી. શરૂઆતની બે ઓવર મેઈડન રહી. પહેલો રન જ 17મા બોલે બન્યો.

વર્લ્ડ કપના નિયમો
1. રિઝર્વ દિવસો
સેમિફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ દિવસે મેચ નવેસરથી નહીં રમાય, અધૂરી મૅચ ત્યાંથી જ રમાશે

2. સુપર ઓવર
સેમિફાઈનલ કે ફાઈનલમાં ટાઈની સ્થિતિમાં રમાશે

3. જો સેમિફાઈનલ વરસાદને લીધે ધોવાઈ જાય તો...
લીગ સ્ટેજમાં આગળ રહેલી ટીમ ફાઈનલમાં જાય

4. જો ફાઈનલ ધોવાઈ જાય તો...
રિઝર્વ દિવસ પછી ફાઈનલમાં પહોંચેલી બંને ટીમો વર્લ્ડ કપ ટ્રોફી શૅર કરે.

નિયમમાં ફેરફાર આવ્યો: રિઝર્વ ડે દરમિયાન મેચ નવેસરથી શરૂ થતી હતી. આપણે 2002ની ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન બીજા દિવસે મેચ ફરીથી શરૂ થાય તે જોયું હતું. જોકે આઈસીસીએ આ નિયમમાં ફેરફાર કર્યો છે અને હવે મેચ રિસ્ટાર્ટ નહીં પરંતુ જ્યાંથી અટકી હોય ત્યાંથી જ શરૂ થશે.

વરસાદ શરૂ થયો તે પહેલાં ન્યૂઝીલેન્ડે 46.1 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 211 રન કર્યા હતા. રોઝ ટેલર 67 રને અને ટોમ લેથમ 3 રને રમી રહ્યા છે. ટેલરે 73 બોલમાં વનડેની 50મી ફિફટી ફટકારી છે. કોલીન ડી ગ્રાન્ડહોમ 16 રને ભુવનેશ્વર કુમારની બોલિંગમાં ધોનીના હાથે કેચ આઉટ થયો હતો.

જેમ્સ નીશમ 12 રને હાર્દિક પંડ્યાની બોલિંગમાં લોન્ગ-ઓન પર દિનેશ કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો. કેન વિલિયમ્સન 67 રને યૂઝવેન્દ્ર ચહલની બોલિંગમાં બેકવર્ડ પોઇન્ટ પર જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો. તેણે વનડેમાં પોતાની 39મી ફિફટી ફટકારી હતી.

તે પહેલાં હેનરી નિકોલ્સ 28 રને રવિન્દ્ર જાડેજાની બોલિંગમાં બોલ્ડ થયો હતો. જાડેજાનો બોલ ટર્ન થયો હતો અને નિકોલ્સના પેડને અડીને સ્ટમ્પ ઉડાવી ગયો હતો.

વર્લ્ડ કપ 2019માં પાવરપ્લે 1માં સૌથી ઓછો સ્કોર:

  • 27/1 કિવિઝ વિરુદ્ધ ભારત, માન્ચેસ્ટર
  • 28/1 ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ, બર્મિંઘમ
  • 29/2 વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ભારત, માન્ચેસ્ટર
  • 30/2 કિવિઝ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ, માન્ચેસ્ટર
  • 31/1 કિવિઝ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, લોર્ડ્સ

કિવિઝે 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 27 રન કર્યા

ન્યૂઝીલેન્ડે 10 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 27 રન કર્યા છે. કેન વિલિયમ્સન 14 રને અને હેનરી નિકોલ્સ 10 રને રમી રહ્યા છે. માર્ટિન ગુપ્ટિલ 1 રને જસપ્રીત બુમરાહની બોલિંગમાં સ્લીપમાં વિરાટ કોહલીના હાથે કેચ આઉટ થયો છે. ભુવનેશ્વર કુમારે મેચની પ્રથમ ઓવર મેડન નાખી હતી, જયારે જસપ્રીત બુમરાહે બીજી ઓવર મેડન નાખી હતી.

ભારતે મેચના પહેલા બોલે રિવ્યુ ગુમાવ્યું: ભુવનેશ્વર કુમારે મેચના પહેલા જ બોલે શાનદાર ઇનસ્વિંગર નાખતા બોલ માર્ટિન ગુપ્ટિલના પેડને અડ્યો હતો. અમ્પાયરે નોટઆઉટ આપતાં ભારતે રિવ્યુ લીધો હતો, જોકે બોલ ટ્રેકરમાં સ્પષ્ટ હતું કે બોલ લેગ સ્ટમ્પની બહાર જતો હતો.

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ લીધી

વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલમાં માન્ચેસ્ટર ખાતે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને બેટિંગ લીધી છે. ન્યૂઝીલેન્ડની ટીમમાં ટિમ સાઉથીની જગ્યાએ લોકી ફર્ગ્યુસન રમી રહ્યો છે. જયારે ભારતીય ટીમમાં યૂઝવેન્દ્ર ચહલ કુલદીપ યાદવની જગ્યાએ રમી રહ્યો છે.

ભારતની પ્લેઈંગ 11: લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત, એમએસ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, યૂઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ

ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ 11: માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલસ, કેન વિલિયમ્સન, રોઝ ટેલર, ટોમ લેથમ, જેમ્સ નીશમ, કોલીન ડી ગ્રાન્ડહોમ, મિચેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન અને ટ્રેન્ટ બોલ્ટ

વર્લ્ડકપ 2019ની સેમિફાઇનલ-1 એટલે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ માટે ઉત્સાહનો માહોલ દરેક પ્લેટફોર્મ ઉપર જોવા મળી રહ્યો છે. ટાઇટલ ફેવરિટ ભારત સારી લયમાં છે અને તેમના માટે વિરાટ કોહલીના કહ્યા અનુસાર આ અન્ય એક મુકાબલો જ છે. બીજી તરફ પોતાની છેલ્લી ત્રણેય મેચ હારનાર ન્યૂઝીલેન્ડની ટીમ પાસે વરસાદી વાતાવરણ, તેનો ફાયદો ઉઠાવવા ટ્રેન્ટ બોલ્ટ અને લોકી ફર્ગ્યુસન જેવા બોલર્સ અને કેન વિલિયમ્સન જેવો લીડર છે.

વર્લ્ડ કપમાં સાતમાંથી 6 સેમિફાઇનલમાં હારનો સામનો કરનાર કિવિઝને હળવાશથી લેવાની ભૂલ વિરાટ કોહલી કરે એમ નથી. જયારે 6 સેમિફાઇનલ રમીને 3 વાર ફાઇનલમાં પહોંચનાર ટીમ ઇન્ડિયાને ચોથી વાર ફાઇનલમાં જતા કેમ રોકવી તે પ્રશ્ન કેન અને કંપનીને સતાવતો હશે.

વેધર અને પિચ રિપોર્ટ: માન્ચેસ્ટરમાં વરસાદની સંભાવના છે. આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાન 18થી 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. અહિયાં ટૂર્નામેન્ટની 5 મેચ રમાઈ છે અને બધી મેચ પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી છે. પ્રથમ બેટિંગનો એવરેજ સ્કોર 323 છે. ભારત અહિયાં 2 મેચ રમ્યું છે. પાકિસ્તાન સામે ભારતે 336 રન કર્યા હતા, જયારે વેસ્ટ ઇન્ડિઝ સામે 267 રન કર્યા હતા. ટીમ ઇન્ડિયાએ બંને મેચ સરળતાથી જીતી હતી. બીજી તરફ ન્યૂઝીલેન્ડે આ ગ્રાઉન્ડ ઉપર એક માત્ર મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે 291 રન કર્યા હતા અને 5 રનના નજીવા માર્જિનથી જીત્યું હતું.

X

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી