વર્લ્ડ કપ  / ફાઈનલમાં મેન ઓફ ધ મેચ બનેલા બેન સ્ટોક્સના પિતાને ફેન્સે ફોન પર ગાળો આપી 

I am Probably Most Hated Father in New Zealand  Stokes Dad 

  • ન્યૂઝીલેન્ડની ટીમ ભલે હારી, પરંતુ આજે પણ હું તેનો ચાહક છું: બેન સ્ટોકના પિતા
  • સ્ટોક્સના પિતા ન્યૂઝીલેન્ડની નેશનલ રગ્બી ટીમ તરફથી રમી ચૂક્યા છે.
  • ઓલરાઉન્ડર સ્ટોક્સે આ વર્લ્ડ કપમાં 465 રન બનાવ્યા હતા અને 7 વિકેટ લીધી હતી

Divyabhaskar.com

Jul 16, 2019, 12:21 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક : બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને તે મેન ઓફ ધ મેચ પણ બન્યો. ફાઈનલમાં તેણે અણનમ 85 રનની ઈનિંગ્સ રમી હતી. પરંતુ ફાઈનલમાં બેન સ્ટોક્સના શાનદાર પ્રદર્શન બાદ ઘણા કિવી ફેન્સ ગેરાર્ડ સ્ટોક્સને ફોન પર ગાળો આપી રહ્યાં છે. જે પછી તેમણે જણાવ્યું કે, તેઓ દેશમાં મોસ્ટ હેટેડ ફાધર (સૌથી વધુ નફરત કરાતા પિતા) બની ગયા છે. તેના પિતા ઈચ્છતા હતા કે ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપ જીતે.

સ્ટોક્સનો જન્મ ક્રાઈસ્ટચર્ચમાં થયો હતો અને તેના પિતા ન્યૂઝીલેન્ડની નેશનલ રગ્બી ટીમ તરફથી રમી ચૂક્યા છે. સ્ટોક્સ 13 વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર ઈંગ્લેન્ડમાં શિફ્ટ થયો. તેના પિતા અમુક વર્ષ પહેલા ક્રાઈસ્ટચર્ચ પરત ફર્યા હતા. ફાઈનલમાં તેઓ ન્યૂઝીલેન્ડને સપોર્ટ કરી રહ્યાં હતા.

ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સે આ વર્લ્ડ કપમાં 465 રન બનાવ્યા હતા. જેમાં પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. ફાઈનલમાં તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. તેણે બોલિંગમાં સાત વિકેટ પણ ઝડપી હતી. ઈંગ્લેન્ડની ટીમ વિજેતા બનતા બેન સ્ટોક્સના પિતાએ કહ્યું કે હું આ પરિણામથી નિરાશ છું. આટલું સારું રમવા છતા ન્યૂઝીલેન્ડે ટ્રોફી વગર પરત ફરવું પડશે. જોકે હું સ્ટોક્સના પ્રદર્શનથી ખુશ છું, પરંતુ હજુ પણ હું ન્યૂઝીલેન્ડનો સમર્થક છું.

X
I am Probably Most Hated Father in New Zealand  Stokes Dad 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી