વર્લ્ડકપ / સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિક્રિયા, યૂઝર્સે બાલાકોટને માન્ચેસ્ટરથી જોડ્યું

Huge response to social media, users linked Balacot to Manchester

  • ટ્વિટર પર એક યૂઝરે કહ્યું, પાકિસ્તાનને ફાઇનલ સ્કોર પહેલાં જ બતાવી દેવો હતો
  • બીજા એક યૂઝરે નરેન્દ્ર મોદી અને અજીત ડાભોલનો ફોટો શેર કરીને પ્રતિક્રિયા આપી

Divyabhaskar.com

Jun 17, 2019, 03:27 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડકપમાં રવિવારે ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણી હાસ્યાસ્પદ કોમેન્ટ્સ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર આ મેચનું કેટલું ગાંડપણ હતું તેનું અનુમાન એ વાતથી લગાવી શકાય છે કે સાંજના 4થી 6 વચ્ચે બધા ટ્રેંડિંગ હેશટેગ ક્રિકેટ સંબંધિત હતા. વિંગ કમાન્ડર અભિનંદન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડાભોલના ફોટોનો પણ મીમ અને પાકિસ્તાન પર નિશાન સાધવા ઉપયોગ થયો હતો.

બાલાકોટ અને માન્ચેસ્ટર
એક યૂઝરે ટ્વિટમાં મોદી અને ડાભોલના જુના ફોટોનો મીમ તરીકે ઉપયોગ કર્યો હતો. આ ફોટોમાં ડાભોલ મોદીને કહે છે કે, પ્રધાનમંત્રીજી તમારે બ્રિટેનની મહારાણીને કહેવું જોઈએ કે અમે તો બાલાકોટને નિશાન બનાવી રહ્યા હતા, ખબર નહીં માન્ચેસ્ટર કઈ રીતે પહોંચી ગયા.

"You need to call the Queen asap and explain, Prime minister. I clearly instructed Balakot but we seem to have reached Manchester." #INDvsPAK pic.twitter.com/OenN5Ze4GC

— Anand Ranganathan (@ARanganathan72) June 16, 2019

કૃષ્ણે પોતાના ટ્વિટર હેન્ડલ પર રોહિત શર્માને વિંગ કમાન્ડર અભિનંદન તરીકે રજૂ કર્યો હતો. તે સાથે જ લખ્યું હતું કે, રોહિત નહીં, પાકિસ્તાનને વિંગ કમાન્ડર અભિનંદન નજર આવી રહ્યા હશે.

મેચમાં જેવો વરસાદ પડ્યો, એક યૂઝરે પાકિસ્તાનની ટીમની મસ્તી કરી હતી. તેણે આમિર ખાનની ફિલ્મ લગાનનો વરસાદવાળો ફોટો શેર કરતાં કહ્યું કે, સરફરાઝની ટીમનું મન પ્રસન્ન થઇ ગયું હશે.

એક યૂઝરે શોલે ફિલ્મની તસ્વીર ઉપરથી મીમ બનાવ્યું હતું. આમાં ધોની તેની પાસે ઉભા કોહલીને કહે છે કે, ટોસ જીતીને બોલિંગ કરવાની છે. જવાબમાં કોહલી કહે છે કે બોલર્સને મદદ મળે છે. આ વાતચીત સરફરાઝ સાંભળે છે અને ટોસ જીતીને બોલિંગ કરે છે.

X
Huge response to social media, users linked Balacot to Manchester
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી