અયાઝ મેમણની કલમે / ગ્રેટ બ્રિટને વર્લ્ડકપની ટ્રોફી ન્યૂઝીલેન્ડ સાથે શેર કરીને પોતાની ગ્રેટનેસ બતાવવી જોઈએ

Great Britain should show their greatness by sharing with World Cup Trophy New Zealand

  • આઈસીસીની ખેલ ભાવના પર સવાલ થઇ રહ્યા છે, જેનો ઝંડો લઇને તે કાયમ ઉભું રહે છે
  • વર્લ્ડકપની ફાઇનલમાં વિજેતા જાહેર કરવામાં ન્યાય થયો નથી

Divyabhaskar.com

Jul 18, 2019, 03:56 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ દુનિયાની નવી વર્લ્ડ ચેમ્પિયન છે. વર્લ્ડકપના ઇતિહાસમાં સૌથી રોમાંચક મુકાબલામાં વધુ બાઉન્ડ્રી ફટકારી હોવાથી ઇંગ્લેન્ડને ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું હતું. કેટલાક પૂર્વ ક્રિકેટર્સે આ નિર્ણય સામે વાંધો લીધો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ ગુસ્સામાં છે. આઈસીસીની ખેલ ભાવના સામે પર પ્રશ્નો થઇ રહ્યા છે. મેચનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ જ હતો.

મેચની છેલ્લી ઓવરમાં માર્ટિન ગુપ્ટિલના સીધો થ્રોમાં બોલ બેન સ્ટોક્સના બેટને અડીને બાઉન્ડ્રીની બહાર ગયો હતો. જ્યાં ઇંગ્લેન્ડને 2 રન મળી રહ્યા હતા, ત્યાં તેમને 6 રન મળ્યા હતા. પૂર્વ અમ્પાયર સાઈમન ટોફલે કહ્યું હતું કે થ્રો વખતે બંને બેટ્સમેને એકબીજાને ક્રોસ ન કર્યા હોવાથી 2 રનની જગ્યા 1 રન મળવો જોઈતો હતો. ઘણી બધી તર્કો સામે આવી છે, પરંતુ વાત એક જ છે કે, વર્લ્ડકપની ફાઇનલના રિઝલ્ટમાં ન્યાય થયું નથી.

આઈસીસીની ખરાબ રીતે ફજીયત થઇ છે
આઈસીસીની ખરાબ રીતે ફજીયત થઇ છે અને તે એક જ વાત ઉપર કાયમ છે કે, નિયમ તો નિયમ છે. હવે પ્રશ્નએ છે કે શું આ સ્થિતિને સંભાળવા કોઈ રસ્તો બચ્યો છે કે નહીં? જવાબ છે- હા. જે ટીમ ચેમ્પિયન બની છે તે જ આ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. ગ્રેટ બ્રિટને પોતાની ગ્રેટનેસ બતાવતા ન્યૂઝીલેન્ડ સાથે ટ્રોફી શેર કરવી જોઈએ. આ રમતની દુનિયામાં એક ઐતિહાસિક પગલું હશે. ઇંગ્લેન્ડ તો ત્યારે પણ વર્લ્ડ ચેમ્પિયન જ રહેશે, પરંતુ રમતની દુનિયામાં અને ફેન્સની નજરોમાં તેનો દરજ્જો તેના કરતા પણ ઊંચો થઇ જશે.

X
Great Britain should show their greatness by sharing with World Cup Trophy New Zealand
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી