ટિપ્પણી / ગ્રેટ બ્રિટને વર્લ્ડ કપ ટ્રોફી ન્યૂઝીલેન્ડ સાથે વહેંચી ગ્રેટનેસ બનાવવી જોઈએ: અયાઝ મેમણ

અયાઝ મેમણ
અયાઝ મેમણ

  • આઈસીસીની ખેલદિલી પર પણ સવાલ
  • ઇંગ્લેન્ડને 2 રન મળવાના હતા ત્યાં 6 રન મળી ગયા

Divyabhaskar.com

Jul 18, 2019, 12:03 AM IST

નવી દિલ્હી: ઇંગ્લેન્ડ ક્રિકેટની દુનિયાનું નવું ચેમ્પિયન છે. વર્લ્ડ કપના ઇતિહાસના સૌથી રોમાંચક જંગમાં ઇંગ્લેન્ડને એ આધારે વિજેતા જાહેર કરાયા. કારણ કે તેણે મેચમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારી હતી. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ આ નિયમ સામે વાંધો ઉઠાવ્યો છે. સોશિયલ મીડિયા તો ખૂબ જ ગુસ્સામાં છે. આઈસીસીની ખેલદિલી પર પણ સવાલ ઊઠી રહ્યાં છે. જેના બહુ ગુણગાન ગવાતા હતા. મેચનો નિર્ણય તો દુર્ભાગ્યપૂર્ણ હતો જ. તે અગાઉ અંતિમ ઓવરમાં ગુપ્ટિલનો સચોટ થ્રો સ્ટોકના બેટને અડીને બાઉન્ડ્રી પર જતો રહ્યો. જ્યાં ઇંગ્લેન્ડને 2 રન મળવાના હતા ત્યાં 6 રન મળી ગયા.

રનિંગ માટે 2 નહીં પણ 1 રન મળવો જોઈતો હતો

માજી એમ્પાયર સાઈમન ટોફેલે કહ્યું કે થ્રો વખતે બંને બેટ્સમેનોએ એકબીજાને ક્રોસ કર્યું નહોતું તેથી રનિંગ માટે બે નહીં પણ 1 રન મળવો જોઈતો હતો. તર્ક તો ઘણા બધા છે. વાત એક સ્પષ્ટ છે કે વર્લ્ડ કપની ફાઈનલ મેચનું પરિણામ લાવવા સંપૂર્ણ ન્યાય નથી થયો. ICCની ખરાબ રીતે ટીકા થઈ પરંતુ તે પોતાની જૂની વાત પર કાયમ છે કે નિયમ તો નિયમ છે. હવે સવાલ એ છે કે આ સ્થિતિને સંભાળવાનો હવે પણ કોઈ માર્ગ બચ્યો છે? જવાબ છે - હા. ઉપાય એ જ ટીમના હાથમાં છે જેને વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ મળ્યો છે. ગ્રેટ બ્રિટને ગ્રેટનેસ દેખાડતાં ન્યૂઝીલેન્ડ સાથે ટ્રોફી શેર કરવાની જાહેરાત કરવી જોઈએ. આ ખેલની દુનિયામાં એક ઐતિહાસિક પગલું હશે. ઇંગ્લેન્ડ તો આમ પણ વર્લ્ડ ચેમ્પિયન જ રહેશે. પણ તેની રમત વિશ્વમાં અને પ્રશંસકોની નજરમાં બહુ જ ઊંચા સ્થાને પહોંચી જશે.

X
અયાઝ મેમણઅયાઝ મેમણ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી