વર્લ્ડકપ / ગાંગુલીએ જણાવ્યું કે પાક. સામે નોટઆઉટ હોવા છતાં કોહલી પેવેલિયન ભેગો કેમ થયો હતો

Ganguly said, why Kohli walked off despite being not-out against Pakistan

  • વિરાટ કોહલી 48મી ઓવરમાં આમિરના બાઉન્સરમાં શોટ રમીને કીપર અપીલ કરે તે પહેલા પેવેલિયન ભેગો થયો હતો
  • રિપ્લે દરમિયાન અલ્ટ્રા એજમાં સ્પષ્ટ હતું કે બોલ બેટને અડ્યો નથી, તો પછી કોહલી કેમ ચાલતો થયો તે પ્રશ્ન ફેન્સને મૂંઝવે છે
  • ગાંગુલીએ કહ્યું કે કોહલીને બેટની ક્રેકનો અવાજ આવ્યો હોવાથી તેને લાગ્યું કે તે આઉટ છે અને એટલે જ તેણે અમ્પાયરના નિર્ણયની રાહ ન જોઈ

Divyabhaskar.com

Jun 17, 2019, 06:29 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડકપની 22મી મેચમાં માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ભારતે પાકિસ્તાનને 89 રને હરાવ્યું હતું. ભારતે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ દરેક ડિપાર્ટમેન્ટમાં પાકિસ્તાનને માત આપી હતી. રોહિત શર્માના 140 રન થકી ભારતે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 336 રન કર્યા હતા. જવાબમાં ડકવર્થ લુઈસ સ્ટર્ન પ્રમાણે 40 ઓવરમાં 302 રન ચેઝ કરતા પાકિસ્તાન માત્ર 212 રન કરી શક્યું હતું. જોકે આ હાઈ વોલ્ટેજ ડ્રામાંમાં ચર્ચાનો વિષય ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની વિકેટ રહી હતી.

કીપરે અપીલ ન કરી હોવા છતાં કોહલી પેવેલિયન ભેગો થયો
મેચની 48મી ઓવરના ચોથા બોલે મોહમ્મદ આમિરના બાઉન્સરમાં પુલ કરવા જતા વિરાટ કોહલી શોટ ચૂક્યો હતો. તે પછી પાકિસ્તાનનો કીપર સરફરાઝ અહેમદ અપીલ કરવાના મૂડમાં ન હતો, ન અમ્પાયર આઉટ આપશે તેમ જણાતું હતું. જોકે કોહલી પોતે જ પેવેલિયન તરફ ચાલતો થયો હતો. આશ્ચર્યજનક રીતે રિપ્લેમાં અલ્ટ્રા એજમાં જોવા મળ્યું હતું કે બોલ અને બેટ વચ્ચે જમીન-આસમાનનો ફર્ક હતો અને કોહલી નોટઆઉટ હતો. તો પછી તે પેવેલિયન ભેગો કેમ થયો હતો?

ગાંગુલીએ જણાવ્યું સાચું કારણ
ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, કોહલીના બેટના હેન્ડલમાં ક્રેક હતી. તમે ઇંગ્લેન્ડમાં ક્રિકેટ રમતા હોવ ત્યારે આ કોમન પ્રોબ્લમ છે. બોલ જયારે બેટના ઉપરના ભાગે વારંવાર અડે છે ત્યારે બેટના હેન્ડલમાં ક્રેક પડી જાય છે. કોહલીને શોટ રમતી વખતે તે ક્રેકનો અવાજ આવ્યો હશે અને એટલે જ તે પોતે પેવેલિયન ભેગો થયો હશે. ક્યારેક એક બેટ્સમેન તરીકે તમને આશ્ચર્ય થાય છે કારણકે આખી દુનિયા તમારી સામે આશ્ચર્યથી જોતી હોય છે જયારે તમે આ રીતે આઉટ થતા હોવ છો. હેન્ડલના અવાજના લીધે બેટ્સમેનને લાગે છે કે તે અવાજ એજનો હતો.

X
Ganguly said, why Kohli walked off despite being not-out against Pakistan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી