એનાલિસિસ / ચોથા નંબરનો બેટ્સમેન એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી, વર્લ્ડકપથી રોહિતની બેટિંગલાઈન વધુ શાર્પ બની

Fourth batsman could not score a single half-century, Rohit's batting line-up improved from World Cup

  •  રોહિત પર હંમેશા સવાલો ઉઠ્યા, પરંતુ આ વર્લ્ડકપમાં તેમને સતત ત્રણ સદી ફટકારી 
  •  ચોથા નંબર પર રાહુલ , હાર્દિક અને પંતે બેટિગ કરી, પરંતુ સૌથી વધારે 48 રન જ રહ્યાં

Divyabhaskar.com

Jul 11, 2019, 04:50 PM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ ન્યૂઝીલેન્ડે વર્લ્ડકપના પહેલા સેમીફાઈનલમાં ભારતને હરાવી દીધું છે. આ હાર બાદ ટીમ ઈન્ડિયાનું 8 વર્ષ બાદ ચેમ્પિયન બનવાનું સપનું તૂટ્યું છે. ભારતને આ ટૂર્નામેન્ટમાં બીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. ટીમે સેમીફાઈનલ છોડીને છેલ્લી આઠ મેચોમાં અદભૂત પ્રદર્શન કર્યું હતું. ટોપ-10 બેટ્સમેનોમાં ભારતના રોહિત શર્મા અને વિરાટ કોહલી સામેલ છે. સાથે જ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી ટોપ-10 બોલર્સમાં સામેલ છે. ટીમ ઈન્ડિયા આ વર્લ્ડકપમાં કહ્યું કે, ક્યાં સફળ રહી અને ક્યા ફેઈલ થઈ ગઈ. ટીમને આ ટૂર્નામેન્ટમાંથી શું મળ્યું અને ક્યાં સુધારવાની જરૂર છે.

જુઓ ભારત ક્યાં સક્સેસ રહ્યું

1. બેસ્ટ બોલિંગ અટેકઃ પાંચ ભારતીય બોલરોએ આ વર્લ્ડકપમાં 10+ વિકેટ લીધી હતી. ત્રણ બોલરોનો ઈકોનોમી રેટ ટોપ-10માં રહ્યો હતો. બુમરાહે 18 અને શમીએ 14 વિકેટ પોતાના નામે કરી હતી. યુજવેન્દ્ર ચહલે 12, ભુવનેશ્વર કુમારે 10 અને હાર્દિક પંડ્યાએ 10 વિકેટ લીધી હતી. પેસ અટેકને બુમરાહ , શમી અને ભુવનેશ્વરે સંભાળ્યો હતો. તેમની મદદ હાર્દિક પંડ્યાએ કરી હતી. સાથે જ લેગ સ્પિનર ચહલે પણ પોતાના પ્રદર્શન પ્રભાવિત કર્યા. છેલ્લી બે મેચોમાં જાડેજાએ 3.70ની ઈકોનોમી રેટથી રન આપીને બે વિકેટ લીધી હતી.

2. રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડરઃ જાડેજાએ 2 મેચમાં વિકેટ લેવાની સાથે સાથે 3 કેચ પણ લીધા હતા. તેમને સેમીફાઈનલમાં 77 રનની ઈનિંગ રમી હતી. સંજય માંજરેકરની ટિપ્પણી બાદ તેમણે ટ્વીટર પર જવાબ પણ આપવામાં આવ્યો હતો. તેમને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જવાબદારી સાથે અડધી સદી ફટકારી હતી. ટૂર્નામેન્ટ પહેલાની તેમની છાપ એવા સ્પિનર તરીકેની હતી જે ક્યારેક ક્યારેક જ બેટિંગ પણ કરી લેતો હતો, પરંતુ 77 રનની ઈનિંગ બાદ તેમને પોતાને ઓલરાઉન્ડર તરીકે સાબિત કર્યા છે.

3. ત્રીજા ઓપનર લોકેશ રાહુલઃ લોકેશ રાહુલે આ વર્લ્ડ કપમાં ઓપનર તરીકે 7 મેચ રમી હતી. આ દરમિયાન 324 રન બનાવ્યા હતા. તેમનો સરેરાશ સ્કોર 46.28નો રહ્યો હતો. તેમને એક સદી અને બે અડધીસદી ફટકારી હતી. સાથે મધ્યક્રમમાં બે વખત બેટિંગ કરી હતી. ત્યારે રાહુલે 2 મેચમાં ફક્ત 37 રન જ બનાવ્યા હતા. તેમને શિખર ધવન બાદ ટીમને સંભાળી અને પોચાને ઓપનર તરીકે સાબિત પણ કર્યા. ટૂર્નામેન્ટ દરમિયાન ઘણા ઈન્ટરવ્યૂમાં તેમે કહ્યું કે, આ તેમનો પસંદગીનો બેટિંગ ક્રમ છે.

 

4 એક લેવલ ઉપર વધ્યાં રોહિત શર્માઃ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી સૌથી વધુ 648 રન બનાવનાર રોહિત શર્માએ 5 સેન્ચુરી લગાવી છે. ટૂર્નામેન્ટથી પહેલાં અનેક વખત બેટિંગમાં નિરંતરતા ન હોવાને કારણે તેમની નિંદા થઈ ચુકી છે. તેને સતત ત્રણ મેચમાં સેન્ચુરી લગાવી. 3 બેવડી સેન્ચુરી લગાવનાર રોહિતે મોટો સ્કોર બનાવવાની જગ્યાએ ટકીને બેટિંગ કરી. તેને 30થી વધુ ઓવર સુધી બેટિંગ કરી. નિરંતરતા આવ્યાં બાદ તેમની બેટિંગ એક લેવલ ઉપર થઈ ગઈ છે.

ભારત ક્યાં નિષ્ફળ રહ્યું
1. ચાર નંબરનો બેટ્સમેન ન મળ્યોઃ ગત વર્લ્ડ કપ પછી ભારતીય ટીમમાં ચોથા ક્રમે અજિંક્ય રહાણે, અંબાતી રાયડૂ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, શ્રેયસ અય્યર, વિજય શંકરને ચોથા અને પાંચમાં નંબરે ફિટ કરવાનો પ્રયાસ કરાયો. રાયડૂ છેલ્લાં ચાર વર્ષથી 26 મુકાબલામાં રમ્યો, તેને 56.68ની સરેરાશે 907 રન પણ બનાવ્યાં પરંતુ વર્લ્ડ કપ ટીમમાં તેને સામેલ કરવામાં ન આવ્યો. તેની જગ્યાએ વિજય શંકરને ઈંગ્લેન્ડ લઈ જવાયો પરંતુ તે 3 મેચમાં 29ની સરેરાશથી 58 રન બનાવી શક્યા. ટૂર્નામેન્ટમાં અધવચ્ચે જ ઈજાગ્રસ્ત હોવાને કારણે બહાર થઈ ગયો. તેની જગ્યાએ રૂષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો પરંતુ તે મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો.

આ વર્લ્ડકપમાં ચોથા નંબરના બેટ્સમેનનું પ્રદર્શન

કોણી સામે બેટ્સમેન રન
દક્ષિણ આફ્રિકા રાહુલ 26
ઓસ્ટ્રેલિયા હાર્દિક 48
પાકિસ્તાન હાર્દિક 26
અફઘાનિસ્તાન શંકર 29
વેસ્ટઈન્ડિઝ શંકર 14
ઈંગ્લેન્ડ ઋષભ પંત 32
બાંગ્લાદેશ ઋષભ પંત 48
શ્રીલંકા ઋષભ પંત 4
ન્યૂઝીલેન્ડ ઋષભ પંત 32

2. ICCના મોટી ટૂર્નામેન્ટમાં હારી જવું: 2013 ચેમ્પિયન્સ જીત્યાં બાદ ભારતીય ટીમ આઈસીસી ટૂર્નામેન્ટમાં કોઈ ટાઈટલ જીતી શક્યાં નથી. ટીમ ઈન્ડિયા તે પછી 2014 ટી-20 વર્લ્ડ કપ, 2015 વર્લ્ડ કપ, 2016 ટી 20 વર્લ્ડ કપ, 2017 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2019 વર્લ્ડ કપમાં ચેમ્પિયન ન બની શક્યા. આ દરમિયાન ભારતીય ટીમ બે ફાઈનલ અને ત્રણ સેમીફાઈનલ હારી ગયા.

ટૂર્નામેન્ટ વર્ષ સ્ટેજ પરિણામ
ટી-20 વર્લ્ડકપ 2014 ફાઈનલ શ્રીલંકાએ 6 વિકેટથી હરાવ્યું
વર્લ્ડકપ 2015 સેમીફાઈનલ ઓસ્ટ્રેલિયાએ 95 રનથી હરાવ્યું
ટી-20 વર્લ્ડકપ 2016 સેમીફાઈનલ વેસ્ટઈન્ડિઝને 7 વિકેટથી હરાવ્યું
ચેમ્પિયન ટ્રોફી 2017 ફાઈનલ પાકિસ્તાનને 180 રનથી હરાવ્યું
વર્લ્ડકપ 2019 સેમીફાઈનલ ન્યૂઝીલેન્ડે 18 રનથી હરાવ્યું

3. ટોપ અધ્યાધિક નિર્ભરતાઃ ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં પોતાના ટોપ ઓર્ડર પર જ નિર્ભર રહ્યા. લીગ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાએ કુલ 2,295 રન બનાવ્યાં. જેમાં ટોપ ઓર્ડરે 1,626 એટલે કે 71% રન બનાવ્યાં. પરિણા એ આવ્યું કે ટીમ 8માંથી 7 મેચ જીત્યાં. ભારતીય ઓપનર્સે આ દરમિયાન 7 સેન્ચુરી ફટકારી. રોહિત શર્માએ 5, રાહુલ અને ધવને એક-એક સેન્ચુરી લગાવી. સેમીફાઈનલમાં રોહિત-રાહુલ અને કોહલી 1-1 રન જ બનાવી શક્યા. જે બાદ ટીમ ઈન્ડિયા હારી ગઈ.

4. ધોનીનો યોગ્ય ઉપયોગ ન કરાયોઃ આ વર્લ્ડ કપમાં પૂર્વ ક્રિકેટર્સે ધોનીને યોગ્ય ક્રમે બેટિંગ માટે મોકલવાને લઈને ઘણી વખત વાત કરી. તેને 5,6 અને 7 નંબરે બેટિંગ કરવાની તક મળી. સચિન, લક્ષ્મણ, પીટરસન, ડીન જોંસ અને સંગાકાર જેવાં પૂર્વ ક્રિકેટર્સે ધોનીને ચોથા નંબરે રમાડવાની વાત કરી હતી. પૂર્વ ભારતીય કેપ્ટન ક્રીઝ પર ટકવા માટે સમય લે છે. એવામાં ચોથા નંબરે તે યોગ્ય હોત. સચિને સેમીફાઈનલ બાદ પણ કહ્યું કે કાર્તિક પહેલાં ધોનીને મોકલવાની જરૂર હતી. જો ચોથા નંબરે ન મોકલ્યો હોત ઓછામાં ઓછા પંત અને હાર્દિક વચ્ચે તેને રાખવાની જરૂર હતી. તેનાથી ધોનીનો યોગ્ય ઉપયોગ થઈ શક્યો હોત.

X
Fourth batsman could not score a single half-century, Rohit's batting line-up improved from World Cup
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી