વર્લ્ડકપ / ફિન્ચે ખુલાસો કરતાં કહ્યું કે, ઝાંપાના ખિસ્સામાં હેન્ડ વોર્મર હતા

Finch explained that Zampa had hand warmer in his pockets

  • ભારત સામેની મેચ દરમિયાન ઝાંપા વારંવાર પોતાના ખિસ્સામાંથી કંઈ કાઢી હાથ પર ઘસતો જોવા મળ્યો હતો
  • સોશિયલ મીડિયા પર અટકળો હતી કે શું તે બોલ ટેમ્પરિંગ કરી રહ્યો છે?

Divyabhaskar.com

Jun 11, 2019, 03:37 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત વિરુદ્ધની મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન સ્પિનર એડમ ઝાંપા વારંવાર ખિસ્સામાંથી કંઈ કાઢી હાથ પર ઘસતો જોવા મળ્યો હતો. આ અંગે સવાલ કરવામાં આવતા ફિન્ચે કહ્યું કે, 'ઝાંપાના ખિસ્સામાં હેન્ડ વોર્મર હતા અને બીજુ કંઈ જ નહીં.' મેચ બાદ ફિન્ચે કહ્યું કે,'મે હજુ ઝમ્પાની એ તસવીરો કે વીડિયો જોયા નથી પણ તેના ખિસ્સામાં હેન્ડ વોર્મર રહ્યાં હશે. તેને દરેક મેચ દરમિયાન ખિસ્સામાં હેન્ડ વોર્મર રાખવાની ટેવ છે.' મેચ બાદ ઝમ્પાની ઘણી તસવીરોમાં જોવા મળ્યું હતું કે, તે વારંવાર ખિસ્સામાં હાથ નાખી રહ્યો હતો અને પછી બોલ પકડતો હતો. જેના કારણે તે બોલ ટેમ્પરિંગ તો નથી કરતો તેવા સવાલો ઉઠ્યા હતા. ગત વર્ષે જ સ્મિથ અને વોર્નર પર બોલ ટેમ્પરિંગના કારણે 1-1 વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો.

X
Finch explained that Zampa had hand warmer in his pockets

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી