વર્લ્ડ કપ / ઈંગ્લેન્ડની 397 રનની સ્ફોટક ઈનિંગ સામે અફઘાનિસ્તાને ઘૂંટણિયા ટેકવી દીધા, મોર્ગન મેન ઓફ ધ મેચ

England won the toss against Afghanistan, decided to bat first lives and updates

  • 17 સિક્સર ફટકારીને માત્ર 57 બોલમાં સદી કરનાર ઈંગ્લિશ કેપ્ટન મોર્ગનના સપાટા સામે અફઘાનો ઝુક્યા
  • અફઘાનિસ્તાન વતી હશ્મતઉલ્લાહે 76, રહમત શાહે 46 રન કર્યા, પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે

Divyabhaskar.com

Jun 18, 2019, 10:46 PM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી વર્લ્ડકપની 24મી મેચ પૂર્ણતઃ એકતરફી બની રહી હતી. ઈંગ્લેન્ડના વિસ્ફોટક 396 રન સામે અફઘાનિસ્તાન મેચના એકપણ તબક્કે પડકાર સર્જી શક્યું ન હતું અને 247 રન કરી શક્યું હતું. ઈંગ્લેન્ડ વતી 148 રનની ઈનિંગ રમનાર કેપ્ટન મોર્ગન મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. આ હાર સાથે અફઘાનિસ્તાન પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને રહ્યું છે અને હવે તેની વર્લ્ડકપમાં આગળ વધવાની કોઈ આશા રહી નથી.

અગાઉ કેપ્ટન ઈયોન મોર્ગનની 148 રનની સ્ફોટક ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડે 6 વિકેટના ભોગે 397 રનનો તોતિંગ સ્કોર ખડો કર્યો હતો. મોર્ગને 57 બોલમાં સદી કરી હતી. વર્લ્ડકપના ઈતિહાસની આ સૌથી ફાસ્ટ સેન્ચુરી છે. મોર્ગને પોતાની ઈનિંગમાં કુલ 17 સીક્સ ફટકારી. આ સાથે જ મોર્ગન વનડેમાં સૌથી વધુ સીક્સ લગાવનાર બેટ્સમેન બની ગયો. તેને વેસ્ટઈન્ડિઝના ક્રિસ ગેલ, ભારતના રોહિત શર્મા અને દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલયર્સના 16-16 છગ્ગાનો રેકોર્ડ તોડ્યો છે. તેઓએ વર્લ્ડ કપમાં સૌથી વધુ સીક્સ મારનાર ખેલાડી પણ બની ગયો છે. તેને ઓસ્ટ્રેલિયાના એરોન ફિંચ (14 સીક્સ)ને પાછળ છોડ્યા છે.

બેટ્સમેન સીક્સ કોની વિરૂદ્ધ વર્ષ
ઈયોન મોર્ગન 17 અફઘાનિસ્તાન 2019
રોહિત શર્મા 16 ઓસ્ટ્રેલિયા 2013
એબી ડિવિલિયર્સ 16 વેસ્ટઈન્ડિઝ 2015
ક્રિસ ગેલ 16 ઝિમ્બાબ્વે 2015
શેન વોટસન 15 બાંગ્લાદેશ 2011

મોર્ગેન-રૂટને 100 રનની ભાગીદારી કરીઃ મોર્ગને રૂટની સાથે ત્રીજી વિકેટ માટે 189 રનની ભાગીદારી કરી. રૂટ 88 રન બનાવીને આઉટ થયો. આ પહેલાં જોની બેયરસ્ટો સદી કરતાં ચૂક્યો હતો, તે 90 રનનાં સ્કોર પર ગુલબદ્દીન નઇબની ઓવરમાં આઉટ થયો. બેયરસ્ટોએ 99 બોલમાં 8 ફોર અને 3 સીક્સ મારી હતી. તેઓએ બીજી વિકેટ માટે જો રૂટની સાથે 120 રનની ભાગીદારી કરી હતી. તો પહેલી વખત વર્લ્ડ કપ રમી રહેલા જેમ્સ વિંસ 31 બોલમાં 26 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. દૌલત જાદરાનની બોલમાં મુજીબ ઉર રહેમાને તેનો કેચ કર્યો હતો.

વર્લ્ડ કપમાં સૌથી ફાસ્ટ સદીનો રેકોર્ડ કેવિન ઓ બ્રાયનના નામે

બોલ બેટ્સમેન કોના વિરૂદ્ધ વર્ષ
50 કેવિન ઓ બ્રાયન ઈંગ્લેન્ડ 2011
51 ગ્લેન મેક્સવેલ શ્રીલંકા 2015
52 એબી ડિવિલિયર્સ વેસ્ટઈન્ડિઝ 2015
57 ઈયોન મોર્ગન અફઘાનિસ્તાન 2019
66 મેથ્યુ હેડન દક્ષિણ આફ્રિકા 2007

ઈંગ્લેન્ડની ટીમમાં બે ફેરફાર, વિંસ-મોઈનને તકઃ આ પહેલાં ઈંગ્લિશ ટીમે બે ફેરફાર કર્યા હતા. ઈજાગ્રસ્ત જેસન રોયની જગ્યાએ જેમ્સ વિંસ અને લિયમ પ્લંકેટની જગ્યાએ મોઈન અલીને ટીમમાં સ્થાન મળ્યું છે. અફઘાનિસ્તાને આફતાબ આલમ, હઝરતઉલ્લા જજાઇ અને હામિદ હસનને ટીમમાંથી બહાર કર્યો છે. ત્રણેયની જગ્યાએ દૌલત જાદરાન, નજીબુલ્લાહ જાદરાન અને મુજીબ ઉર રહેમાનને ટીમમાં સામેલ કર્યા છે.

બન્ને ટીમ

ઈંગ્લેન્ડઃ ઈયોન મોર્ગન(કેપ્ટન), જોની બેયરસ્ટો, જેમ્સ વિંસ, જો રૂટ , બેન સ્ટોક્સ, જોસ બટલર(વિકેટકીપર), મોઈન અલી, ક્રિસ વોક્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ , માર્ક વુડ

અફઘાનિસ્તાનઃગુલબદીન નાઈબ(કેપ્ટન), રહમત શાહ, નૂર અલી જાદરાન, નજીબુલ્લાહ જાદરાન , હસમતઉલ્લા શાહિદી, અસગર અફગાન, મોહમ્મદ નબી, ઈકરમ અલી ખિલ(વિકેટકીપર), રાશિદ ખાન , મુજીબ ઉર રહેમના , દૌલત જાદરાન

બંને ટીમ પહેલી વખત ઈંગ્લેન્ડમાં સામસામેઃ બંને ટીમ પહેલી વખત ઈંગ્લેન્ડના મેદાનમાં સામસામે છે. ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન બંનેનો આ ટૂર્નામેન્ટમાં પાંચમો મેચ છે. યજમાન ટીમ ત્રણ જીતની સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. તો અફઘાન ટીમ હજુ સુધી એક પણ મેચ જીતી શક્યું નથી. તેઓ પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે 10માં સ્થાને છે.

ઈંગ્લેન્ડ-અફઘાનિસ્તાન હેડ ટુ હેડઃ બન્ને ટીમો 4 વર્ષ બાદ વન ડેમાં સામ સામે છે. ગત વખતે સિડનીમાં રમાયેલી વર્લ્ડ કપની મેચમાં ઈંગ્લેન્ડને 9 વિકેટથી જીત મળી હતી. બન્ને ટીમો વનડેમાં બીજી વખત સામ સામે હશે. અફઘાનિસ્તાનની ટીમની ઈંગ્લેન્ડમાં આ ચોથી મેચ હશે. આ પહેલા તેને દરેક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

X
England won the toss against Afghanistan, decided to bat first lives and updates
England won the toss against Afghanistan, decided to bat first lives and updates
England won the toss against Afghanistan, decided to bat first lives and updates
England won the toss against Afghanistan, decided to bat first lives and updates
England won the toss against Afghanistan, decided to bat first lives and updates
England won the toss against Afghanistan, decided to bat first lives and updates
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી