વર્લ્ડકપ / ઇજાના લીધે ઇંગ્લિશ ઓપનર જેસન રોય આગામી 2 મેચ નહીં રમે, વર્લ્ડકપની બહાર થઇ શકે છે

England Player out of next two matches due to hamstring injury, can miss the remaining world cup campaign

  • જેસન રોયને વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચ દરમિયાન હેમસ્ટ્રીંગમાં ઇજા થઇ હતી
  • રોય અફઘાનિસ્તાન અને શ્રીલંકા સામેની મેચ માટે ઇંગ્લેન્ડની ટીમમાંથી બહાર
  • ઓઇન મોર્ગનનું મંગળવારે અફઘાનિસ્તાન સામે રમવું અનિશ્ચિત, મેચની સવારે નિર્ણય લેવાશે

Divyabhaskar.com

Jun 17, 2019, 04:27 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડના ઓપનર જેસન રોયનું વર્લ્ડકપમાં રમવું શંકાસ્પદ છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચ દરમિયાન તેને હેમસ્ટ્રીંગમાં ઇજા થઇ હતી અને તે આઠમી ઓવર વખતે ગ્રાઉન્ડની બહાર જતો રહ્યો હતો. તેનો એમઆરઆઈ સ્કેન આવી ગયો છે અને ઈંગ્લીશ ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે, તે અત્યારે સ્ક્વોડની સાથે જ રહેશે પરંતુ આગામી અફઘાનિસ્તાન અને શ્રીલંકા સામેની મેચમાંથી બહાર થઇ ગયો છે.

બીજી તરફ ઇંગ્લેન્ડનો કેપ્ટન ઓઇન મોર્ગન સારા શેપમાં છે. વિન્ડીઝ સામેની મેચમાં તેણે પીઠમાં તકલીફ થઇ રહી હોવાની ફરિયાદ કરી હતી. આગામી 24 કલાકમાં નક્કી કરવામાં આવશે કે તે અફઘાનિસ્તાન સામેની મેચમાં મંગળવારે રમશે કે નહીં. સૂત્રો અનુસાર ઇંગ્લેન્ડ ટીમ મેનેજમેન્ટ અફઘાન સામેની મેચમાં તેને આરામ આપશે.

ગ્રેડ-2 અથવા ગ્રેડ-3 ટીયર હોય તો રોય વર્લ્ડકપની બહાર
રોયનું વર્લ્ડકપમાં રમવું તેને ક્યાં પ્રકારનું હેમસ્ટ્રીંગ ટીયર છે તેના પર નક્કી થશે. ગ્રેડ-1 ટીયર એટલા ખતરનાક નથી, પરંતુ જો ગ્રેડ-2 અને ગ્રેડ-3માંથી કોઈક એક હોય તો ખેલાડી લાંબો સમય મેદાનથી બહાર રહે છે. જેસન રોયની જગ્યાએ જોઈ ડેનલી અથવા ડેવિડ મલાનનો ઇંગ્લેન્ડની ટીમમાં સમાવેશ થઇ શકે છે.

X
England Player out of next two matches due to hamstring injury, can miss the remaining world cup campaign
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી