• Home
  • Sports
  • Cricket
  • England captain Eoin Morgan is unhappy even after winning the WC, said that the final result wasn't appropriate

વર્લ્ડકપ / ઇંગ્લેન્ડનો કેપ્ટન ઓઇન મોર્ગન જીત પછી પણ નાખુશ, કહ્યું કે, અંતિમ રિઝલ્ટ બરાબર ન આવ્યું

England captain Eoin Morgan is  unhappy even after winning the WC, said that the final result wasn't appropriate

  • ઇંગ્લેન્ડને વર્લ્ડકપ જીતાડનાર મોર્ગન અનુસાર, ફાઇનલમાં મુકાબલો કટોકટીનો હતો 
  • ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની ફાઇનલ અને સુપર ઓવરમાં ટાઇ પડી હતી

Divyabhaskar.com

Jul 20, 2019, 08:01 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટ વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડને પહેલીવાર ચેમ્પિયન બનાવનાર ઓઇન મોર્ગન ફાઇનલના રિઝલ્ટથી સંતુષ્ટ નથી. બ્રિટિશ ન્યુઝપેપર ધ ટાઈમ્સને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જ્યારે બંને ટીમો બરાબરની હોય ત્યારે આવું પરિણામ આવે તે બિલકુલ યોગ્ય નથી. ફાઇનલની મેચ અને સુપર ઓવર બંનેમાં ટાઈ પડી હતી. અંતે વધુ બાઉન્ડ્રી ફટકારી હોવાથી ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. ફાઇનલ પછી આઈસીસીના આ નિયમનો ક્રિકેટ ફેન્સે વિરોધ કર્યો હતો.

ઇંગ્લેન્ડ માટે મેચ જીતવી સરળ ન હતી
મોર્ગને એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, બંને ટીમો વચ્ચે બરોબરીની ટક્કર થઇ હતી. મને નથી લાગતું મેચમાં એવી એક પણ ક્ષણ હોય જ્યાં તમે કહી શકો કે આ ટીમે આ ભૂલ કરી હોવાથી મેચ ગુમાવી પડી હતી. તેણે વધુ ઉમેરતા કહ્યું કે, હું પોતે ગ્રાઉન્ડ ઉપર હતો. પરંતુ કોઈ એક પોઇન્ટ કહેવો કે ક્યાં અમે મેચ જીત્યા અથવા કિવિઝ હાર્યું- તે અશક્ય છે. અમારી માટે આ મેચ જીતવી બિલકુલ સરળ ન હતી. એવું કહેવું અઘરું છે કે અમે જીતના હકદાર હતા, કારણકે મેચમાં અમારી એવી કોઈ પકડ ન હતી.

વિલિયમ્સન આઇપીએલથી દોસ્ત બન્યો
મોર્ગન કહ્યું કે, મેચ પછી મેં વિલિયમ્સન સાથે ઘણી વાતો કરી છે. આઇપીએલમાં અમે બહુ સમય ભેગા હોવાથી મિત્રો બની ગયા છીએ. અમારા બંનેમાંથી કોઈ પણ પરિણામને લઈને કોઈ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવાની સ્થિતિમાં નથી. તેણે કહ્યું કે આ પ્રકારના નજીવા અંતર અંગે કોઈ વિચારવું શક્ય નથી. પરંતુ આપણે ખુશ રહેવું જોઈએ.

X
England captain Eoin Morgan is  unhappy even after winning the WC, said that the final result wasn't appropriate

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી