વર્લ્ડકપ / વિદેશોમાં રહેતા ભારતીયોને જોડવાનું કામ કરી રહ્યું છે ક્રિકેટ, સિંગાપોર-અમેરિકાથી ભારતીયો વર્લ્ડકપ જોવા ઈંગ્લેન્ડ પહોંચ્યા

અભંગ નાયક (જમણેથી બીજા) પરિવાર સાથે વર્લ્ડકપ જોવા ઈંગ્લેન્ડ પહોંચ્યા છે. 2015માં પણ તેઓ ઓસ્ટ્રેલિયા ગયા હતા
અભંગ નાયક (જમણેથી બીજા) પરિવાર સાથે વર્લ્ડકપ જોવા ઈંગ્લેન્ડ પહોંચ્યા છે. 2015માં પણ તેઓ ઓસ્ટ્રેલિયા ગયા હતા
Cricket is uniting the Indians staying in abroad, Indians from Singapore-America have traveled to England for the World Cup

  • અમુક ફેન્સ 2015નો વર્લ્ડકપ જોવા ઓસ્ટ્રેલિયા ગયા હતા

બીબીસી ગુજરાતી

બીબીસી ગુજરાતી

Jun 13, 2019, 04:02 PM IST

સિવાકુમાર ઉલગનાથન, ઓવલ: ક્રિકેટ અને ખાસ કરીને ભારતીય ક્રિકેટના ચાહકો સમગ્ર વિશ્વમાં છે. વર્લ્ડકપની મેચ જોવા માટે ઈંગ્લેન્ડ પહોંચેલા મુંબઈના અભંગ નાયકે કહ્યું કે,‘વર્લ્ડ કપ તો એક તહેવાર જેવો છે. આને કઈ રીતે મિસ કરી શકાય? અમે લોકો હંમેશા આની માટે પૈસા બચાવવાનું વિચારતા હોઈએ છીએ. 4 વર્ષ પહેલા અમે ઓસ્ટ્રેલિયા ગયા હતા અને હવે બ્રિટન આવ્યા છીએ. ક્રિકેટ માટે અમે કંઈપણ કરી શકીએ છીએ.’ અભંગે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને અમેરિકામાં રહે છે. ત્યાં તેનો બિઝનેસ છે. હાલ તે પત્ની અને બાળકો સાથે કેલિફોર્નિયામાં રહે છે. ક્રિકેટ પ્રત્યેનો પોતાને પ્રેમ વ્યક્ત કરતા અભંગે જણાવ્યું કે,‘હું 25 વર્ષ પહેલા અમેરિકા ગયો હતો. આ દરમિયાન ઘણી વસ્તુઓ બદલાઈ પરંતુ ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ ન બદલાયો. આ હંમેશા ભારત સાથે જોડી રાખે છે. આમ તો અમેરિકામાં બાસ્કેટબોલ અને ફૂટબોલનો ક્રેઝ વધુ હોય છે. મારા બાળકો પણ આ જ રમત રમે છે. પરંતુ ક્રિકેટ પ્રત્યેનો અમારો ક્રેઝ ઓછો થયો નથી.’

અભંગના પરિવારમાં ક્રિકેટનો ક્રેઝ તેના કારણે જ જોવા મળે છે. તેના પછી તેની પત્ની પદ્મજા પણ ક્રિકેટમાં રસ લેવા લાગી હતી. બાળકો પણ ક્રિકેટના ક્રેઝની સાથે આગળ વધી રહ્યાં છે. પદ્મજાએ આ અંગે કહ્યું કે,‘મારા બાળકો સોકર અને ટેનિસ પણ રમે છે, પરંતુ તેમને ક્રિકેટથી પ્રેમ છે. અમેરિકાનો સમય ભારત કરતા ઘણો અલગ છે. જ્યારે ભારતમાં મેચ હોય છે ત્યારે મારા બાળકો સ્કૂલ અને બિઝી શેડ્યૂલમાં પણ મેચ મિસ કરતા નથી.’

અભંગના મોટા દીકરા શુભાંકરે કહ્યું કે,‘જ્યારે અમે ટેક્સાસમાં હતા ત્યાંના ક્રિકેટ ક્લબમાં રમતા હતા. કેલિફોર્નિયા પહોંચ્યા બાદ ખબર પડી કે ત્યાં કોઈ ક્રિકેટ ક્લબ નથી. અમે પોતાનું ક્રિકેટ ક્લબ શરૂ કર્યું જ્યાં અમે મિત્રોને ક્રિકેટ શીખવાડીએ છીએ.’આ જ રીતે વિવેક પણ મૂળ તામિલનો છે, પરંતુ 2 દાયકાથી સિંગાપોરમાં રહે છે. તેના પિતા સુદર્શન 25 વર્ષ પહેલા સિંગાપોર ગયા હતા. જે પછી સંપૂર્ણ પરિવાર ત્યાં સ્થાયી થયો. વિવેકના પરિવારના 7 સભ્યો વર્લ્ડ કપ જોવા બ્રિટન પહોંચ્યા છે. વિવેકે કહ્યું કે,‘અમે સંપૂર્ણ ટૂર્નામેન્ટ જોવા માગતા હતા, પરંતુ સિંગાપોરમાં અમારી એક કંપની છે તેના કારણે અમારે 10-15 દિવસમાં પરત જવું પડશે. પૈસાની સમસ્યા નથી પરંતુ કંપની અને બાળકોનો અભ્યાસ પણ જરૂરી છે.’ વિવેકનો પરિવાર 2 વર્ષ પહેલાથી વર્લ્ડ કપ માટે પૈસા ભેગા કરી રહ્યું હતું. તેના પિતા સુદર્શને કહ્યું કે,‘જ્યારે અમે સિંગાપોર આવ્યા તો પોતાની સાથે ક્રિકેટ પણ લઈ ગયા હતા. પહેલા હું ગાવસ્કર અને દ્રવિડનો ફેન હતો,હવે ધોનીનો છું. ’

(દિવ્ય ભાસ્કર સાથેના વિશેષ કરાર હેઠળ)

X
અભંગ નાયક (જમણેથી બીજા) પરિવાર સાથે વર્લ્ડકપ જોવા ઈંગ્લેન્ડ પહોંચ્યા છે. 2015માં પણ તેઓ ઓસ્ટ્રેલિયા ગયા હતાઅભંગ નાયક (જમણેથી બીજા) પરિવાર સાથે વર્લ્ડકપ જોવા ઈંગ્લેન્ડ પહોંચ્યા છે. 2015માં પણ તેઓ ઓસ્ટ્રેલિયા ગયા હતા
Cricket is uniting the Indians staying in abroad, Indians from Singapore-America have traveled to England for the World Cup
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી