એનાલિસિસ / TOP 3 બેટ્સમેનની સરખામણીમાં ન્યૂઝીલેન્ડ કરતાં ભારત વધુ મજબૂત

Comparison between India's top-3 and New Zealand's top 3 before the world cup semifinal

  • ભારત માટે ટોપ-3માં ધવન, રોહિત, કોહલી અને લોકેશ રાહુલે બેટિંગ કરી, બધાએ 50થી વધુની એવરેજે રન કર્યા
  • કિવિઝ માટે ટોપ-3 પૈકી વિલિયમ્સનને બાદ કરતા કોઈએ પણ 25 કરતાં વધુની એવરેજે રન કર્યા નથી

Divyabhaskar.com

Jul 08, 2019, 07:59 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: મંગળવારે આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ ટકરાશે. ભારત રાઉન્ડ રોબિન લીગની 9માંથી 7 મેચ જીત્યું અને 1 માત્ર ઇંગ્લેન્ડ સામેની મેચ હાર્યું હતું. ભારતની ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદના લીધે ડ્રો થઇ હતી. તેવામાં બંને ટીમ પહેલી વાર આ ટૂર્નામેન્ટમાં આમને સામને થશે. એક નજર કરીએ બંને ટીમના ટોપ ઓર્ડર પર, તેમનો દેખાવ કેવો રહ્યો, ટીમ તેમના પર કેટલો આધાર રાખે છે.

ઇન્ડિયા ટોપ-3: બેટ બિગ અને બેટ ડીપ
આઈસીસી વર્લ્ડ કપ 2015માં સેમિફાઇનલિસ્ટ રહ્યા પછી ભારતે વનડેમાં રમવાનો પોતાનો અભિગમ બદલ્યો હતો. તેઓ ટોપ-3 ઉપર વધારે મદાર રાખે છે. કોઈ એક બેટ્સમેન 40 ઓવર સુધી ક્રિઝ ઉપર રહે છે. તેમ થવાથી મિડલ ઓર્ડર અને લોઅર મિડલ ઓર્ડરને છૂટથી રમવાનું લાઇસન્સ મળી જાય છે. 2015થી 2019ના વર્લ્ડ કપ દરમિયાન ભારતીય બેટ્સમેનોએ 51 સદી ફટકારી છે, જેમાંથી 42 સદી ટોપ-3 બેટ્સમેને મારી છે. આ વર્લ્ડ કપમાં ઈન્ડિયન ટોપ-3એ 15 વાર 50થી વધુનો સ્કોર કર્યો છે. તેમજ આ 15માંથી 7 ફિફટીને સેન્ચુરીમાં કન્વર્ટી કરી છે. તેઓ 70ની એવરેજથી રમી રહ્યા છે.

રોહિત શર્માએ 8 ઇનિંગ્સમાં 5 સદી સહિત 92.42ની એવરેજથી 647 રન કર્યા છે. તે ટૂર્નામેન્ટમાં ટોપ સ્કોર છે. જયારે વિરાટ કોહલીએ 8 ઇનિંગ્સમાં 63.14ની એવરેજથી 442 રન કર્યા છે. તો શિખર ધવને 2 ઇનિંગ્સમાં 1 સદી સહિત 62.50ની એવરેજથી 125 રન અને તેને રિપ્લેસ કરનાર લોકેશ રાહુલે ઓપનર તરીકે 6 ઇનિંગ્સમાં 1 સદીની મદદથી 53.83ની એવરેજથી 323 રન કર્યા છે. આમ ટૂર્નામેન્ટમાં ભારતના ટોપ-3નો દેખાવ વર્લ્ડક્લાસ રહ્યો છે.

ન્યૂઝીલેન્ડ ટોપ 3: વન મેન શો- કેન વિલિયમ્સન
બ્રેન્ડન મેક્કુલમની નિવૃત્તિ પછી કેપ્ટન બનેલા કેન વિલિયમ્સને બેટિંગની જવાબદારી સરસ રીતે નિભાવી છે. ટીમની બેટિંગ લાઈન-અપ તેની આસપાસ ફરે છે. તે એન્કર ઇનિંગ્સ રમીને છેલ્લે સુધી એક છેડો સાચવી રાખવા માટે જાણીતો છે. પરંતુ આ ટૂર્નામેન્ટમાં તેને માર્ટિન ગુપ્ટિલ અને કોલીન મુનરોનો સાથ મળ્યો નથી. બંને ઓપનર્સનો દેખાવ નિરાશાજનક રહ્યો છે. મુનરોનો દેખાવ એ હદે ખરાબ હતો કે તેને ડ્રોપ કરીને હેનરી નિકોલસને ટીમમાં જગ્યા મળી હતી. જોકે તેનાથી કોઈ ફેર પડ્યો ન હતો.

વિલિયમ્સને 8 ઇનિંગ્સમાં 2 સદીની મદદથી 96.20ની એવરેજથી 481 રન કર્યા છે. તેના આઉટ થતા જ કિવિઝનું હૈયું ધબકવાનું બંધ થાય જાય છે. ઓપનર માર્ટિન ગુપ્ટિલે 8 ઇનિંગ્સમાં 23.71ની એવરેજથી 166 રન કર્યા છે. જયારે તેના સાથી કોલીન મુનરોએ 6 મેચમાં 25ની એવરેજથી 125 રન કર્યા છે. મુનરોની જગ્યા અંતિમ 2 મેચમાં હેનરી નિકોલસ માત્ર 8 રન જોડી શક્યો ન હતો. તેથી ઓપનર્સનું ફોર્મ જોતા તો વિરોધી ટીમ વિલિયમ્સનને સસ્તામાં આઉટ કરે તો 50% મેચ સીધેસીધી જીતી જશે, તેવું સરળતાથી કહી શકાય છે.

આ સરખામણી બહુ સ્પષ્ટપણે સાબિત કરે છે કે ઇન્ડિયન ટીમ સામે ન્યૂઝીલેન્ડની ટીમ બેટિંગના મુદ્દે કાચી પડે છે.

X
Comparison between India's top-3 and New Zealand's top 3 before the world cup semifinal
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી