વર્લ્ડ કપ / મસલ્સ ખેંચાવાના કારણે ભુવનેશ્વર 2-3 મેચમાંથી બહાર, શમી તેની જગ્યા લેશે: કોહલી

  • મેચ પછી કોહલીએ રોહિત શર્મા અને કુલદીપ યાદવના વખાણ કર્યા
  • કોહલીએ કહ્યું- શમી ટીમમાં સામેલ થવા માટે ઉત્સુક

Divyabhaskar.com

Jun 17, 2019, 01:04 PM IST

માનચેસ્ટર: ભારતીય ફાસ્ટર બોલર ભુવનેશ્વર કુમાર રવિવારે પાકિસ્તાન સામેની મેચમાં મસ્લસ ખેંચાયા પછી મેચમાંથી બહાર થઈ ગયો હતો. ટીમ ઈન્ડિયાની જીત પછી કેપ્ટન વિરાટ કોહલીએ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ઈન્જરીના કારણે ભુવનેશ્વર આગામી 2-3 મેચ નહીં રમી શકે. તેની જગ્યાએ ફાસ્ટ બોલર શમી આગામી બે મેચમાં ટીમનો હિસ્સો બનશે.

ભુવનેશ્વરની ઈજાની ગંભીરતા એ વાતથી મેળવી શકાય છે કે, તે તેની ત્રીજી ઓવર પણ પૂરી નહતો કરી શક્યો અને બે બોલ નાખીને મેદાનમાંથી બહાર થઈ ગયો હતો. તેની જગ્યાએ વિજય શંકરે ઓવરના બાકીના બોલ નાખ્યા હતા. છેલ્લે રિપોર્ટ આવ્યો કે, ભુવનેશ્વર હવે ફરી મેચમાં બોલિંગ નહીં કરી શકે.

ધવન પછી ટીમને બીજુ મોટું નુકસાન
મેચ પછી કોહલીએ કહ્યું છે કે, ભુવનેશ્વર બોલિંગ વખતે એક ફૂટમાર્ક પર લપસી ગયા હતા. તેઓ બેથી ત્રણ મેચ રમી શકશે નહીં પરંતુ તેઓ આ ટૂર્નામેન્ટ દરમિયાન કોઈ પણ સમયે ટીમમાં પાછા જોડાઈ જશે. તે અમારા માટે ખૂબ મહત્વના બોલર છે. કોહલીએ કહ્યું કે, શમી ટીમમાં જગ્યા મેળવવા માટે ખૂબ ઉત્સુક છે. ભારતની આગામી ત્રણ મેચ અફઘાનિસ્તાન સામે (22 જૂન), વેસ્ટઈન્ડિઝ સામે (27 જૂન) અને ઈંગ્લેન્ડ સામે (30 જૂન)ના રોજ છે. આ સંજોગોમાં ટીમ ઈન્ડિયા માટે આ બીજુ મોટું નુકસાન છે. શિખર ધવન પહેલેથી જ અંગુઠામાં ફ્રેક્ચર થયું હોવાથી ટીમની બહાર છે.

મેચ જીતવામાં સમગ્ર ટીમનું યોગદાન
કોહલીએ બેટ્સમેન રોહિત શર્માના વખાણ કરતાં કહ્યું કે, ફરી એક વખત તેણે ખૂબ સારી બેટિંગ કરી છે. કે.એલ રાહુલે પણ તેને ખૂબ સારી મદદ કરી છે. તેણે ફરી એક વાર પોતાની જાતને સારો ખેલાડી સાબીત કર્યો છે. 336ના સ્કોર સુધી પહોંચવા માટે સમગ્ર ટીમે સારુ યોગદાન આપ્યું છે. કોહલીએ કુલદીપ યાદવના ફોર્મમાં પરત ફરવા વિશે પણ ખુશી વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે કુલદીપ યાદવ શાનહાર. બાબાર આઝમ અને ફખ્ર જમા તેમની ઓવર કાઢવામાં સફળ રહ્યા. પરંતું હું ઈચ્છું છું કે, તેઓ લાંબી સ્પેલ કરે. જે બોલ પર બાબર આઉટ થયો તે ખૂબ જોરદાર હતું. મને લાગે છે કે આ વર્લ્ડ કપમાં તેમની સૌથી સારી બોલિંગ છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી