ક્રિકેટ / કિવિઝને વર્લ્ડકપથી વંચિત રાખનાર ઇંગ્લેન્ડનો બેન સ્ટોક્સ ન્યૂઝીલેન્ડર ઓફ ધ યરના એવોર્ડ માટે નોમિનેટ થયો

Ben Stokes is nominated for the New Zealander of the Year award

  • સ્ટોક્સે ફાઇનલમાં 84* રનની ઇનિંગ્સ રમીને ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી
  • સ્ટોક્સનો જન્મ ક્રાઈસ્ટચર્ચમાં થયો હતો અને તેના પિતા કિવિઝ માટે રગ્બી રમતાં હતાં

Divyabhaskar.com

Jul 19, 2019, 04:06 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડને પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર બેન સ્ટોક્સને ન્યૂઝીલેન્ડર ઓફ ધ યર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ ઓફ ધ યર એવોર્ડના ચીફ જજ કેમરોન બેનેટે વેબસાઈટ સ્ટફ ડોટ કો. એનઝીને કહ્યું હતું કે, સ્ટોક્સનો આ યાદીમાં સમાવેશ થાય છે, પરંતુ અમારું માનવું છે કે ઘણા બીજા નોમિનીઝ છે, જે આ એવોર્ડ જીતી શકે છે. સ્ટોક્સનો જન્મ ક્રાઇસ્ટચર્ચમાં થયો હતો. જોકે તે પછી 12 વર્ષની વયે ઇંગ્લેન્ડ શિફ્ટ થયો હતો અને ત્યાં પોતાનું કરિયર બનાવ્યું હતું.

ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન પણ આ એવોર્ડ માટે નોમિનેટ થયો છે. બેનેટે કહ્યું હતું કે વિલિયમ્સનમાં એ બધા ગુણ છે જે એક ન્યૂઝીલેન્ડરમાં હોવા જોઈએ. કિવિઝના તમામ નાગરિક જેમની ઉંમર 15 વર્ષ કરતા વધારે હોય તેઓ આ એવોર્ડ માટે ક્વોલિફાય કરી શકે છે. ફિલ્મ મેકર ટાઇકા વૈતીતી અને પૂર્વ બ્લેક કેપ્સ કપ્તાન રીચી મેકોનો પણ આ સૂચિમાં સમાવેશ થાય છે.

સ્ટોક્સે ફાઇનલમાં સાચી ગેમ સ્પિરિટ દાખવી હતી

  • બેન સ્ટોક્સે ઇંગ્લેન્ડ માટે વર્લ્ડકપમાં 465 રન કર્યા હતા અને ફાઇનલમાં 84 રનની ઇનિંગ્સ રમીને મેન ઓફ ધ મેચ બન્યો હતો.મેચની અંતિમ ઓવરમાં માર્ટિન ગુપ્ટિલે સ્ટ્રાઇકર એન્ડ પર થ્રો કર્યો હતો અને બોલ સ્ટોક્સના બેટને અડીને બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો હતો. આ અંગે મેચ પછી સ્ટોક્સે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનની માફી માગી હતી. અમ્પાયર કુમાર ધર્મસેનાએ પોતાના સાથી અમ્પ્યાર સાથે ચર્ચા કર્યા પછી 6 રન આપ્યા હતા. ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને દાવો કર્યો છે કે સ્ટોક્સે અમ્પાયરોને નિર્ણય બદલવા કહ્યું હતું.
  • એન્ડરસને માઈકલ વોન સાથે બીબીસી ટેલેન્ડર્સ પોડકાસ્ટ પર વાત કરતા કહ્યું હતું કે, ક્રિકેટમાં નિયમિતતા હોય છે. જો બોલ સ્ટમ્પની તરફ ફેંકાયો હોય અને તમને લાગીને ફિલ્ડરથી દૂર જતો રહે તો તમે રન ભાગતા નથી. પરંતુ જો તમને લાગીને બોલ બાઉન્ડ્રીની બહાર જતો રહે તો તમે કઈ કરી શકતા નથી. નિયમ મુજબ 4 રન આપવામાં આવે છે. તેમ છતાં સ્ટોક્સ અમ્પાયર પાસે ગયો હતો. તેણે કહ્યું હતું કે તમે 4 રન પાછા લઇ શકો છો, અમને તેની જરૂર નથી. આ નિયમનો એક ભાગ હતો તેથી તે કઈ કરી શક્યો નહીં.
X
Ben Stokes is nominated for the New Zealander of the Year award

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી