માન્ચેસ્ટર / ભારત સામેની મેચ પહેલાં શોએબ રાતના 2 વાગ્યા સુધી બારમાં હતો, સાનિયાએ કહ્યું, શું ડિનર પણ ન કરીએ?

Before the match against India, Shoaib was in the bar till 2 pm, Sania said,

  • માન્ચેસ્ટરના શીશા હુક્કા લાઉન્જ અને બારમાં શોએબ-સાનિયાની સાથે વહાબ રિયાઝ, ઇમામ ઉલ હક અને ઇમાદ વસીમ પણ હતા
  • વીડિયો સામે આવ્યો તો સાનિયા મિર્ઝાએ કહ્યું કે, પરવાનગી લીધા વગર વીડિયો બનાવ્યો છે

Divyabhaskar.com

Jun 17, 2019, 06:35 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડકપમાં ભારત સામેની મેચ પહેલા શનિવારે રાત્રે 2 વાગ્યા સુધી શોએબ મલિક અને સાનિયા મિર્ઝા પોતાની દિકરી સાથે એક બારમાં જોવા મળ્યા હતા. તેમની સાથે પાકિસ્તાન ક્રિકેટ ટીમના અન્ય ખેલાડીઓ પણ હાજર હતા. બારમાં હાજર પાકિસ્તાની ફેન્સે તેમનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો. વિડીયો સામે આવ્યા પછી સાનિયા મિર્ઝાએ કહ્યું કે શું અમે ડિનર કરવા પણ જઈ શકતા નથી?

ભારત સામેની મેચમાં શોએબ મલિક હાર્દિક પંડ્યાની બોલિંગમાં શૂન્ય રને આઉટ થયો હતો. મેચ પહેલાંનો આ વીડિયો સામે આવતા ચારેય બાજુથી તેની ટીકા થઇ રહી છે. વીડિયોમાં વહાબ રિયાઝ, ઇમાદ વસીમ અને ઇમામ ઉલ હક પણ દેખાય છે.

ફેન્સે જ શેર કર્યો આ વીડિયો
માન્ચેસ્ટરના શીશા હુક્કા લાઉન્જ અને બારમાં અમુક પાકિસ્તાની ફેન્સ પણ હતા. તેમાંથી જ કોઈએ વીડિયો બનાવ્યો હતો અને ફોટો પણ લીધો હતો. તેમાં સાનિયા મિર્ઝા અને શોએબ મલિક સાફ સાફ દેખાઈ રહ્યા છે. તેમાં એક મહિલા પણ સ્મોકિંગ કરતી દેખાય રહી છે. જોકે અમુક લોકોનુ એવું પણ કહેવું છે કે આ વીડિયો 15 જૂન નહીં પરંતુ 14 જૂનનો છે.

સાનિયાએ ટ્વિટમાં વીડિયો પોસ્ટ કરનાર વ્યક્તિને કહ્યું હતું કે, તમે આ વીડિયો અમારી પરવાનગી લીધા વગર બનાવ્યો છે. આ અમારી પ્રાઇવેસીનું અપમાન છે. અમારી સાથે બાળક પણ હતું. અમે ડિનર માટે ગયા હતા. શું મેચ હારીશું તો ખાવા નહીં જઈએ? આ મૂર્ખોની મંડળી છે. બીજા વાર વધુ સારો પ્રયત્ન કરજો.

X
Before the match against India, Shoaib was in the bar till 2 pm, Sania said,
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી