વર્લ્ડ કપ / હેમસ્ટ્રીંગની ઇજાના લીધે ઓસ્ટ્રેલિયાનો ઉસ્માન ખ્વાજા ટૂર્નામેન્ટની બહાર

Australia's Usman Khawaja out of tournament due to Hamstring injury

  • ખ્વાજાના રિપ્લેસમેન્ટ તરીકે મેથ્યુ વેડનો ટીમમાં સમાવેશ
  • ઓસ્ટ્રેલિયા 11 જુલાઈના રોજ ઇંગ્લેન્ડ વિરુદ્ધ બર્મિંઘમ ખાતે બીજી સેમિફાઇનલ રમશે

Divyabhaskar.com

Jul 08, 2019, 12:42 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઉસ્માન ખ્વાજા હેમસ્ટ્રીંગની ઇજાના લીધે વર્લ્ડ કપ 2019ની બહાર થઇ ગયો છે. તેને સાઉથ આફ્રિકા સામેની અંતિમ રાઉન્ડ રોબિન મેચ દરમિયાન ઇજા થઇ હતી. ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગર અનુસાર તે 3થી 4 અઠવાડિયા માટે ક્રિકેટથી દૂર રહેશે. તેવામાં ઇંગ્લેન્ડ સામે બર્મિંઘમ ખાતેની સેમિફાઇનલમાં ત્રીજા નંબરે કોણ બેટિંગ કરશે તે જોવાનું રહેશે. તેના રિપ્લેસમેન્ટ તરીકે મેથ્યુ વેડનો ઓસ્ટ્રેલિયાની સમાવેશ થયો છે. વેડ અત્યારે ખતરનાક ફોર્મમાં છે. તેણે છેલ્લી 4 વનડે ઇનિંગ્સમાં 355 રન કર્યા છે. આ દરમિયાન તેણે ઓસ્ટ્રેલિયા-A માટે રમતાં ડર્બીશાયર વિરુદ્ધ 45 બોલમાં સદી ફટકારી હતી.

X
Australia's Usman Khawaja out of tournament due to Hamstring injury
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી