વર્લ્ડકપ / ફાઇનલના 3 દિવસ પછી એન્ડરસને કહ્યું, સ્ટોક્સે ઓવરથ્રો પર 4 રન લેવાની ના પાડી હતી

After 3 days of the final, Andersen said, Stocks refused to take 4 runs overthrow

  • મેચની છેલ્લી ઓવરમાં ગુપ્ટિલના ઓવરથ્રોથી ઇંગ્લેન્ડને 6 રન મળ્યા હતા
  • ગુપ્ટિલએ થ્રો કર્યો અને બોલ સ્ટોક્સના બેટને અડીને બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો હતો

Divyabhaskar.com

Jul 17, 2019, 07:46 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડકપની ફાઇનલમાં માર્ટિન ગુપ્ટિલના થ્રો પર ઇંગ્લેન્ડને 4 રન મફતમાં મળ્યા હતા. ગુપ્ટિલે સ્ટ્રાઇકર એન્ડ પર થ્રો કર્યો હતો અને બોલ બેન સ્ટોક્સના બેટને અડીને બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો હતો. આ અંગે મેચ પછી સ્ટોક્સે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનની માફી માગી હતી. અમ્પાયર કુમાર ધર્મસેનાએ પોતાના સાથી અમ્પ્યાર સાથે ચર્ચા કર્યા પછી 6 રન આપ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમે તે પછી મેચમાં વાપસી કરી હતી. ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને દાવો કર્યો છે કે સ્ટોક્સે અમ્પાયરોને નિર્ણય બદલવા કહ્યું હતું.

એન્ડરસને માઈકલ વોન સાથે બીબીસી ટેલેન્ડર્સ પોડકાસ્ટ પર વાત કરતા કહ્યું હતું કે, ક્રિકેટમાં નિયમિતતા હોય છે. જો બોલ સ્ટમ્પની તરફ ફેંકાયો હોય અને તમને લાગીને ફિલ્ડરથી દૂર જતો રહે તો તમે રન ભાગતા નથી. પરંતુ જો તમને લાગીને બોલ બાઉન્ડ્રીની બહાર જતો રહે તો તમે કઈ કરી શકતા નથી. નિયમ મુજબ 4 રન આપવામાં આવે છે. તેમ છતાં સ્ટોક્સ અમ્પાયર પાસે ગયો હતો. તેણે કહ્યું હતું કે તમે 4 રન પાછા લઇ શકો છો, અમને તેની જરૂર નથી. આ નિયમનો એક ભાગ હતો તેથી તે કઈ કરી શક્યો નહીં.

ટોફેલે કહ્યું નિયમ પ્રમાણે પાંચ રન મળવા જોઇતા હતા
પાંચ વખત આઇસીસી અમ્પાયર ઓફ ધ યરનો એવોર્ડ જીતી ચૂકેલા સાઇમન ટોફેલે આ નિર્ણયનો ખોટો ગણાવ્યો. તેમણે કહ્યું, ''મેચની બીજી ઇનિંગની છેલ્લી ઓવરમાં ઓવરથ્રોથી ઇંગ્લન્ડને મળેલા 6 રન ખોટા હતા. આઇસીસી નિયમ અનુસાર ઇંગ્લેન્ડને 6ની જગ્યાએ 5 રન મળવા જોઇતા હતા. કારણ કે ઓવરથ્રો દરમિયાન બન્ને બેટ્સમેન એકબીજાને ક્રોસ નહોતા કર્યા. ઓવરથ્રોથી ઇંગ્લેન્ડને મળેલા 6 રન ખોટા હતા. આઇસીસી નિયમાનુસાર ઇંગ્લેન્ડને 6ની જગ્યાએ 5 રન મળવા જોઇએ કારણકે ઓવરથ્રો દરમિયાન બન્ને બેટ્સમેન એકબીજાને ક્રોસ નહોતુ કર્યું.

X
After 3 days of the final, Andersen said, Stocks refused to take 4 runs overthrow
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી