ભારત-પાક. મેચ આજે / માન્ચેસ્ટરમાં 20 વર્ષ બાદ બંને ટીમ સામસામે, વરસાદ વિલન બની શકે છે

63% of the rain in India-Pakistan match, people from both countries are searching the weather report in Manchester

  • કોહલી પાકિસ્તાન વિરૂદ્ધ વર્લ્ડ કપમાં કેપ્ટનશીપ કરનારા ચોથા ભારતીય હશે
  • આ વર્લ્ડ કપમાં માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં આ પહેલી મેચ

Divyabhaskar.com

Jun 16, 2019, 11:52 AM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ 2018ના ફિફા ફૂટબોલ વર્લ્ડકપની ફાઇનલ 1.6 બિલિયન લોકોએ નિહાળી હતી. 16 જૂન 2019ના રોજ ઇન્ડિયા-પાકિસ્તાનની વર્લ્ડકપ મેચ 1.5 બિલિયન લોકો જોશે. આના કરતાં મોટું કોઈ સ્ટેજ હોય ન શકે, આના કરતા વધારે ઉત્સુકતા જોવા મળવી અશક્ય છે. હું તો મારા ખેલાડીઓને ડ્રેસિંગ રૂમમાં એક જ વસ્તુ કહી રહ્યો છું કે આ તમારી હીરો બનવાની પહેલી અને છેલ્લી સુવર્ણ તક છે." પાકિસ્તાનના કોચ મિકી આર્થરે મેચ પહેલાની પૂર્વ સંધ્યાએ મેચનું મહત્ત્વ અને કોન્ટેક્સ્ટ 2 વાક્યોમાં ખૂબ સારી રીતે સમજાવી દીધું હતું.

"ટેન્સન કોને કહેવાય તેનો અનુભવ મેં 2009ની ચેમ્પિયન્સ ટ્રોફી વખતે કર્યો હતો. યુવરાજસિંહની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું અને મને ટીમમાં સ્થાન મળ્યું હતું. 2 દિવસમાં હું ટીમ સાથે જોડાઈ ગયો હતો અને પાકિસ્તાન સામે સેન્ચુરીયન ખાતે રમી રહ્યો હતો. મેં બહુ ખરાબ શોટ રમ્યો હતો અને તે પછી સવારના 6 વાગા સુધી હું જાગતો રહ્યો હતો. હું દીવાર તરફ જોઈને વિચારી રહ્યો હતો કે હું અહિયાં આવ્યો અને બસ ગયો. મારુ કરિયર સમાપ્ત. આવી ટેન્સન એની પહેલાં અને પછી મેં ક્યારેય અનુભવી નથી," ભારતીય કેપ્ટ્ન વિરાટ કોહલીએ મેચ પહેલાંની પ્રેસ કોન્ફ્રન્સમાં પોતાનો ભૂતકાળનો અનુભવ શેર કર્યો હતો.

વર્લ્ડકપની 22મી મેચમાં ભારત અને પાકિસ્તાન માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ટકરાશે અને તે સાથે જ બંને દેશમાં સમય થંભી જશે તે નક્કી છે. વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાન સામે ક્યારેય નથી હાર્યું તે વાત આજે સ્કૂલમાં બીજા ધોરણમાં ભણતો બાળક પણ જાણે જ છે. શું આજે ભારત 7-0ની લીડ લેશે કે પાકિસ્તાન અપસેટ કરીને ઇતિહાસ રચશે? ભારત આ મેચ જ નહીં, ટૂર્નામેન્ટ જીતવા માટે ફેવરિટ છે અને જો વરસાદ હેરાન ન કરે તો કોહલી સેના પાકિસ્તાનની ટીમને માત આપવા અને 2017ની ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલનો બદલવો લેવા તૈયાર હોય તેમ જણાય રહ્યું છે.

પીચ રિપોર્ટ: ઇંગ્લેન્ડમાં મેચ કેવી રહેશે તે જોવા માટે પીચ સાથે આસમાન કેવું છે તે જોવું પણ જરૂરી છે. માન્ચેસ્ટરની પીચ શરૂઆતમાં ફાસ્ટ બોલર્સને મદદ કરવા માટે જાણીતી છે. આજે આખો દિવસ ધીમા વરસાદની આગાહી હોવાથી તે વાતાવરણમાં ફાસ્ટર્સ ઘાતક સાબિત થઇ શકે છે. પાકિસ્તાનના કોચ આર્થર અનુસાર પીચ બ્રાઉન છે અને તે જોતા બંને ટીમ 2 સ્પિનર્સને પણ રમાડી શકે છે. છેલ્લી 5 લિસ્ટ-A મેચમાં અહીંયાનો એવરેજ સ્કોર 260 છે. જોકે વરસાદને ધ્યાનમાં રાખતા ટોસ જીતનાર ટીમ બોલિંગ પસંદ કરી શકે છે.

ટીમ ન્યુઝ:
ભારત

ભારતના કેપ્ટ્ન વિરાટ કોહલીએ કહ્યું હતું કે જો વરસાદના લીધે મેચ ઓછા ઓવરની થાય તો તે ત્રીજા ફાસ્ટ બોલરનો ટીમમાં સમાવેશ કરી શકે છે. તે સિવાય ટીમમાં અન્ય કોઈ મોટા ફેરફાર થાય તેમ જણાતું નથી. ઈજાગ્રસ્ત શિખર ધવનની જગ્યાએ લોકેશ રાહુલ ઓપનિંગ કરશે. જયારે રાહુલની જગ્યાએ વિજય શંકર ચોથા નંબરે બેટિંગ કરે તે લગભગ નક્કી છે. શંકરે ગઈકાલે નેટ્સમાં સૌથી વધુ સમય પરસેવો પાડ્યો હતો.

ભારતની સંભવિત પ્લેઈંગ 11: રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ

પાકિસ્તાન
આર્ચરે કહ્યા પ્રમાણે જો તેમની ધારણા હોય કે પીચ વધુ બ્રાઉન જણાઈ રહી છે તો તેઓ શાદાબ ખાનને શાહીન આફ્રિદીની જગ્યાએ ટીમમાં સ્થાન આપી શકે છે. તે સિવાય પાકિસ્તાનની ટીમમાં અન્ય કોઈ ફેરફાર થાય તેમ જણાતું નથી.

પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ 11: ઇમામ ઉલ હક, ફકર ઝમાન, બાબર આઝમ, મોહમ્મદ હાફિઝ, સરફરાઝ અહેમદ, શોએબ મલિક, આસિફ અલી, હસન અલી, વહાબ રિયાઝ, શાદાબ ખાન અને મોહમ્મદ આમિર

નંબર ગેમ:
1) ભારત પાકિસ્તાન સામે 131 વનડે રમ્યું છે, જેમાંથી 54 જીત્યું, 73 હાર્યું અને 4 મેચમાં રિઝલ્ટ ન આવ્યું
2) વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાન સામેની બધી મેચ જીત્યું છે. (1992, 1996, 1999, 2003, 2011 અને 2015)
3) 2015થી માન્ચેસ્ટર ખાતે પ્રથમ બેટિંગનો એવરેજ સ્કોર 212 છે.
4) પાકિસ્તાન પોતાની છેલ્લી 13માંથી 12 વનડે હાર્યું છે
5) ભારત અને પાકિસ્તાન ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે માત્ર 1 વાર રમ્યા છે, 1999ના વર્લ્ડકપ ભારતે પાકિસ્તાનને 47 રને હરાવ્યું હતું

મેચ રદ થઈ તો 140 કરોડનું નુકસાન થઈ શકે છેઃ મેચ રદ થઈ તો સ્પોન્સર્સને આ મેચથી 140 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. અત્યાર સુધીમાં વરસાદના કારણે 4 મેચ રદ થઈ ગઈ છે. જેનાથી સ્ટારને 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મેચ દરમિયાન વિજ્ઞાપન માટે 10 સેકન્ડની એડ સ્લોટનો રેટ 1.6 લાખથી 1.8 લાખ રૂપિયા સુધી છે. જ્યારે ભારત-પાકિસ્તાન મેચમાં આ વધીને 2.5 લાખ રૂપિયા સુધી પહોંચ્યા છે.

સ્પોનસર્સે વિજ્ઞાપનના કુલ ભાગની 50% રકમ આ મેચ પર લગાવીઃ આ મેચ માટે વિજ્ઞાપન સ્લોટ એડવાન્સમાં બુક કરાવવામાં આવ્યાં છે. અનેક સ્પોન્સર્સે વિજ્ઞાપનના કુલ હિસ્સાની 50% રકમ ભારત પાકિસ્તાન મેચ પર લગાવી રાખી છે. સ્ટાર સ્પોર્ટ્સે મેચ દરમિયાન દેખાડતાં વિજ્ઞાપનો માટે 5500 સેકન્ડના સ્લોટ કંપનીને આપી રાખ્યાં છે. જેનાથી સ્ટારને 140 કરોડ રૂપિયા સુધીની કમાણીની આશા છે.

ભારત VS પાકિસ્તાન હેડ ટૂ હેડઃ બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 131 મેચ રમાયાં છે. જેમાં ભારતની ટીમ 54 જ્યારે પાકિસ્તાન 73 મેચ જીત્યું છે. ચાર મેચના કોઈ જ પરિણામ આવ્યાં નથી. વર્લ્ડ કપની વાત કરીએ તો બંને ટીમ સાતમી વખત સામસામે રમશે. આ પહેલાં છ મેચ ભારતીય ટીમ જ જીત્યું છે.

X
63% of the rain in India-Pakistan match, people from both countries are searching the weather report in Manchester
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી