પ્રિવ્યુ / 27 વર્ષ પછી સેમિફાઇનલ રમી રહેલી ટાઇટલ ફેવરિટ મોર્ગનની ટીમનો સેમિફાઇનલમાં પર્ફેક્ટ ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો

2nd semi final of World cup 2019,Australia VS England at Ajbestan

  • ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ક્યારેય હાર્યું નથી, ઇંગ્લેન્ડ સામે ટૂર્નામેન્ટમાં 27 વર્ષથી અપરાજિત છે
  • ઇંગ્લેન્ડે એજબેસ્ટન ખાતેની છેલ્લી 10માંથી 10 ઇન્ટરનેશનલ મેચ જીતી છે, કાંગારું અહીં છેલ્લે 2001માં મેચ જીત્યું હતું
  • મેચનું જીવંત પ્રસારણ ભારતીય સમયાનુસાર બપોરે 3 વાગ્યાથી સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર શરૂ

Divyabhaskar.com

Jul 11, 2019, 09:09 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડકપ 2019ની બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ બર્મિંઘમના એજબેસ્ટન ખાતે ટકરાશે. 5 વાર વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલું ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં ક્યારેય કોઈ મુકાબલો હાર્યું નથી. બીજી તરફ ઇંગ્લેન્ડ 27 વર્ષ પછી પહેલી વાર સેમિફાઇનલ રમી રહ્યું છે અને ઓઇન મોર્ગન અનુસાર ટીમ જો આ મહામુકાબલા પહેલાં કઈ પણ નવું કરવાનો પ્રયત્ન કરશે તો તે નિરાશ થશે. તેમણે એજબેસ્ટન ખાતેની છેલ્લી 10માંથી 10 ઇન્ટરનેશનલ મેચ જીત છે અને ઓસ્ટ્રેલિયાએ 2001થી આ ગ્રાઉન્ડ ઉપર જીત મેળવી નથી.

બંને ટીમ વર્લ્ડ કપના લીગ સ્ટેજમાં લોર્ડ્સ ખાતે ટકરાઈ હતી. ત્યારે કાંગારુંએ ઇંગ્લિશને 64 રને હરાવ્યું હતું. તે પછી ટૂર્નામેન્ટમાં ભારત અને ન્યૂઝીલેન્ડ સામેની મેચ જીતવી ફરજીયાત હોય, ઇંગ્લેન્ડે જેસન રોયની વાપસી સાથે સરળતાથી બંને મેચ જીતી હતી. વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ સામે 27 વર્ષથી હાર્યું નથી. પરંતુ હેડ ટૂ હેડ રેકોર્ડને ટૂર્નામેન્ટના બિઝનેસ એન્ડ સાથે કોઈ નિસબત નથી. એજબેસ્ટનનું ગ્રાઉન્ડ ઇંગ્લિશ ફેન્સથી હાઉસફુલ હશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ઓઇન મોર્ગનની ટીમ ટાઇટલ જીતવા માટે ફેવરિટ ગણાઈ છે અને તેમને કોઈ તેમ કરતાં રોકી શકે તો આરોન ફિન્ચની ઓસ્ટ્રેલિયા જ છે. તેવામાં જે ટીમ દબાણમાં સારી રમત રમશે તે જે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે.

વેધર અને પિચ રિપોર્ટ: બર્મિંઘમમાં મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાન 19થી 23 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. એજબેસ્ટનની આ મેચ ફ્રેશ પિચ પર રમાશે. તેવામાં ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ પસંદ કરશે.

ઇંગ્લેન્ડ: મેચની પૂર્વ સંધ્યાએ ઇંગ્લિશ ખેલાડીઓ હળવા મૂડમાં જણાતા હતા. ફિટ જેસન રોયે લાઈટ ટ્રેનિંગ સેશનમાં ભાગ લીધો હતો. જયારે જોફ્રા આર્ચરે ફૂટબોલ રમીને મેચની તૈયારીઓને અંજામ આપ્યો હતો. ફાસ્ટ બોલર્સ માર્ક વુડ અને લિયમ પ્લન્કેટે નેટ પર ઘણો સમય પસાર કર્યો હતો. ઇંગ્લેન્ડ આ મેચ માટે તૈયાર છે. તેઓ પ્લેઈંગ 11માં કોઈ પણ ફેરફાર કરે તેમ જણાતું નથી.

સંભવિત પ્લેઈંગ 11: જેસન રોય, જોની બેરસ્ટો, જો રૂટ, ઓઇન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ વોક્સ, માર્ક વુડ, જોફ્રા આર્ચર, લિયમ પ્લેનકેટ અને આદિલ રશિદ

ઓસ્ટ્રેલિયા: જસ્ટિન લેંગરે ઈજાગ્રસ્ત ઉસ્માન ખ્વાજાની જગ્યાએ પીટર હેન્ડસકોમ્બનું પ્લેઈંગ 11માં સ્થાન નિશ્ચિત છે, તે કંફર્મ કર્યું હતું. તે સિવાય કાંગારું પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કરે તેમ જણાતું નથી.

સંભવિત પ્લેઈંગ 11: આરોન ફિન્ચ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, પીટર હેન્ડસકોમ્બ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, જેસન બેહરેનડોર્ફ અને નેથન લાયન.

X
2nd semi final of World cup 2019,Australia VS England at Ajbestan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી