વર્લ્ડકપ / ઇંગ્લેન્ડ હોમગ્રાઉન્ડ ઉપર પહેલી વાર અફઘાનિસ્તાન સામે રમશે, ઈજાગ્રસ્ત રોય મેચમાંથી બહાર

24th match of World cup 2019: England vs Afghanistan

  • મેચનું પ્રસારણ ભારતીય સમયાનુસાર બપોરે ત્રણ વાગે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે 
  • આ પહેલા બંને ટીમ સિડની ખાતે 2015ના વર્લ્ડકપમાં ટકરાઈ હતી
  • ઇંગ્લિશ કેપ્ટ્ન ઓઇન મોર્ગનના રમવા અંગે સસ્પેન્સ 

Divyabhaskar.com

Jun 18, 2019, 08:57 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડકપની 24મી મેચમાં મંગળવારે માન્ચેસ્ટર ખાતે હોસ્ટ ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે. બંને ટીમ પહેલી વાર ઇંગ્લેન્ડના મેદાન ઉપર એકબીજા સામે ટકરાશે. આ બંને ટીમની ટૂર્નામેન્ટમાં પાંચમી મેચ છે. ઇંગ્લેન્ડ 3 જીત સાથે પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને છે. જયારે અફઘાનિસ્તાનની ટીમ એક પણ જીત વગર, પોઈન્ટ્સ ટેબલમાં 10માં ક્રમે છે.

ઇંગ્લેન્ડ માટે એક માત્ર પરેશાની એ છે કે તેના 2 મુખ્ય ખેલાડી ઓપનર જેસન રોય અને ઓઇન મોર્ગન ઈજાગ્રસ્ત છે. રોય હેમસ્ટ્રીંગના લીધે આગામી 2 મેચ રમી શકશે નહીં. જયારે મોર્ગન રમશે કે નહીં તેનો નિર્ણય મેચ પહેલા લેવામાં આવશે.

ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન હેડ ટૂ હેડ
બંને ટીમ 4 વર્ષ પછી વનડેમાં એકબીજા સામે ટકરાશે. છેલ્લે બંને 2015ના વર્લ્ડકપમાં સિડની ખાતે રમ્યા હતા. ત્યારે ઇંગ્લેન્ડ 9 વિકેટે મેચ જીત્યું હતું. બંને ટીમ એ સિવાય અન્ય કોઈ વનડે રમી નથી.

વેધર અને પીચ રિપોર્ટ:

ઇંગ્લેન્ડની તાકત અને નબળાઈ
જો રૂટ અને જોફરા આર્ચર: જો રૂટે આ ટૂર્નામેન્ટની 4 મેચમાં 93ની એવરેજથી 279 રન બનાવ્યા છે. તેણે આ દરમિયાન 2 સદી પણ ફટકારી છે. જયારે ફાસ્ટ બોલર જોફરા આર્ચરે ટીમ માટે સૌથી વધુ 9 વિકેટ લીધી છે. તેણે 3 વાર મેચમાં 3-3 વિકેટ લીધી છે. તેની બોલિંગ એવરેજ 18.33ની છે.

ઇંગ્લેન્ડની નબળાઈ
સ્પિનર્સ મોંઘા પુરવાર થયા: આદિલ રાશિદે ચાર મેચમાં 6.15ની ઈકોનોમીથી માત્ર 2 વિકેટ લીધી છે. જયારે મોઇન અલીએ માત્ર ચાર વિકેટ લીધી છે. તેણે 5.65ની ઈકોનોમીથી રન આપ્યા છે.

અફઘાનિસ્તાનની તાકત
નજીબુલ્લાહ ઝડરન: ઝડરન અફઘાનિસ્તાન માટે 100 રન કરનાર એકમાત્ર બેટ્સમેન છે. તેના સિવાય બધા બેટ્સમેનોએ 80 કરતાં ઓછા રન કર્યા છે. તેના પર ફરી એક વાર મિડલ ઓર્ડરને બાંધી રાખવાની જવાબદારી રહેશે.

અફઘાનિસ્તાનની નબળાઈ
બેટિંગમાં ધબડકો: ટીમના ઘણા ખેલાડીઓને ગઈ મેચમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સારી શરૂઆત મળી હતી. હઝરતુલ્લાહ ઝઝાઈએ 22 રન, નૂર અલી ઝડરાને 32 રન બનાવ્યા હતા. જોકે બંને તેનો લાભ ઉઠાવી શક્યા ન હતા. અને તેમના આઉટ થયા પછી અન્ય બેટ્સમેન પણ ફટાફટ આઉટ થતા ગયા હતા. ટીમે બધી મેચમાં 80 રનની અંદર 5 વિકેટ ગુમાવી દીધી છે.

X
24th match of World cup 2019: England vs Afghanistan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી