વર્લ્ડકપ / વેસ્ટ ઇન્ડિઝ-બાંગ્લાદેશ વચ્ચે આજે મેચ, ઇંગ્લેન્ડમાં બંને ટીમ 15 વર્ષ પછી આમને-સામને

23rd Match Of world cup 2019, West indies vs Bangladesh

  • મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર બપોરે 3 વાગ્યાથી શરૂ 
  • બંને ટીમ આ વર્લ્ડકપમાં ચારમાંથી માત્ર 1 મેચ જીતી શકી છે

Divyabhaskar.com

Jun 17, 2019, 08:51 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડકપની 23મી મેચમાં સોમવારે ટાઉન્ટન ખાતે વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. બંને ટીમ ઇંગ્લેન્ડના મેદાન પર 2004 પછી એકબીજા સામે રમશે. જયારે વર્લ્ડકપમાં બંને ટીમ 8 વર્ષ પછી ટકરાવા જઈ રહી છે. 2011ના વર્લ્ડકપમાં વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશને 9 વિકેટે હરાવ્યું હતું. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સની યજમાનીમાં બંને ટીમ 15 વર્ષ પછી એકબીજા સામે રમશે. 1999માં આયર્લેન્ડના ડબલિનમાં વિન્ડીઝ 7 વિકેટે જીત્યું હતું.

બાંગ્લાદેશની આ પાંચમી મેચ છે. તે છેલ્લી ત્રણમાંથી 2 મેચ હાર્યું છે. દક્ષિણ આફ્રિકા સામે તેણે જીત મેળવી હતી, પરંતુ ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ સામે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકા સામેની મેચ વરસાદના લીધે રદ થઇ હતી. તેના ચાર મેચમાં ત્રણ અંક છે. બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝની પણ આ પાંચમી મેચ છે. તે 4માંથી 1 જીત્યું, 2 હાર્યું અને 1 મેચ રદ થઇ હતી.

વેસ્ટ ઇન્ડિઝ vs બાંગ્લાદેશ હેડ ટૂ હેડ

બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 37 વનડે રમાઈ છે. તેમાંથી વેસ્ટ ઇન્ડિઝની ટીમ 21 મેચ જીતી છે, જયારે બાંગ્લાની ટીમ 14 મેચ જીતી છે. 2 મેચમાં રિઝલ્ટ આવ્યું નથી. વર્લ્ડકપમાં બંને વચ્ચે 4 મેચ રમાઈ છે. વિન્ડીઝ તેમાંથી 3 મેચ જીત્યું છે, જયારે 1 મેચમાં રિઝલ્ટ આવ્યું નથી.

વેધર અને પીચ રિપોર્ટ

ટાઉન્ટનમાં વરસાદની સંભાવના માત્ર 6% છે. તાપમાન 16થી 18 ડિગ્રીની આસપાસ રહેશે. ટોસ જીતનાર ટીમ બેટિંગ પસંદ કરશે. વિકેટથી સ્પિનર્સને મદદ મળી શકે છે. આ મેદાન પર ત્રીજી અને છેલ્લી મેચ છે. આ પહેલાંની મેચોમાં પ્રથમ બેટિંગ અને બોલિંગ કરનાર ટીમ 1-1 મેચ જીતી છે. ગઈ મેચમાં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝે 250+ રન કર્યા હતા.

વેસ્ટ ઇન્ડિઝની તાકત અને નબળાઈ

ક્રિસ ગેલ અને નિકોલસ પૂરન
વિન્ડીઝના ઓપનર ક્રિસ ગેલનું બેટ આ વર્લ્ડકપમાં ખાસ ચાલ્યું નથી. તેણે 3 મેચમાં માત્ર 107 રન કર્યા છે. ગેલ આ મેચમાં મોટી ઇનિંગ્સ રમીને ફોર્મમાં પરત ફરવાનો પ્રયત્ન કરશે. જયારે નિકોલસ પૂરને 3 મેચમાં 68.50ની એવરેજ અને 103.01ની સ્ટ્રાઇક રેટથી 137 રન કર્યા છે. પૂરને પાકિસ્તાન વિરુદ્ધ 34, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 40 અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ 63 રન કર્યા હતા. તે શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યો નથી. તે આજે મોટી ઇનિંગ્સ રમવા પ્રયત્ન કરશે.

વેસ્ટ ઇન્ડિઝની નબળાઈ

કાર્લોસ બ્રેથવેટ: વેસ્ટ ઇન્ડિઝને 2016ની ટી-20 ફાઇનલ જીતાડનાર બ્રેથવેટનું પ્રદર્શન સાધારણ રહ્યું છે. તેણે બેટિંગમાં 15ની એવરેજથી માત્ર 30 રન કર્યા છે. તેમજ બોલિંગ કરતા પણ માત્ર 3 વિકેટ ઝડપી છે. કપ્તાન જેસન હોલ્ડરને આ મેચમાં તેની પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે.

બાંગ્લાદેશની તાકત
શાકિબ અલ હસન: શાકિબ અત્યારે વર્લ્ડનો નંબર 1 ઓલરાઉન્ડર છે. તેણે આ ટૂર્નામેન્ટની 3 મેચમાં 86.67ની એવરેજથી 260 રન બનાવ્યા છે અને પોતાની ટીમનો ટોપ સ્કોરર છે. તેણે બોલિંગમાં પણ માત્ર 4.70ની ઈકોનોમીથી રન આપતા 3 વિકેટ ઝડપી છે.

બાંગ્લાદેશની નબળાઈ

આઉટ ઓફ ફોર્મ તમીમ ઇકબાલ: ટીમના સૌથી અનુભવી બેટ્સમેનોમાંથી એક તમીમ ઇકબાલનું પ્રદર્શન આ ટૂર્નામેન્ટમાં નિરાશાજનક રહ્યું છે. તેણે 3 મેચમાં માત્ર 59 રન કર્યા છે. તેણે આ દરમિયાન 19.67ની એવરેજથી બેટિંગ કરી છે અને સ્ટ્રાઇક પણ 65 કરતા ઓછાની છે. તે ટીમ માટે મોટા સ્કોર રજીસ્ટર કરીને ફોર્મમાં પરત ફરવા આતુર હશે.

X
23rd Match Of world cup 2019, West indies vs Bangladesh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી