વર્લ્ડકપ / ટૂર્નામેન્ટમાં અપરાજિત ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે જામશે જંગ, વરસાદ ચોથી વાર વિલન બને તેવો ડર

18th match of World cup 2019: India vs New Zealand at Trent bridge

  • ભારત આજે મેચ જીતીને વર્લ્ડકપમાં કિવિઝ સાથે 4-4ની બરોબરી કરવા મેદાને ઉતરશે
  • બંને ટીમ વચ્ચે રમાયેલી છેલ્લી 5 માંથી 4 મેચ ભારતે જીતી છે, જોકે ભારત ઇંગ્લેન્ડમાં ન્યુઝીલેન્ડ સામે ક્યારેય જીત્યું નથી
  • વિરાટ કોહલી 11,000 વનડે રનના માઈલસ્ટોનથી 57 રન દૂર છે, જો આજે આ રન કરે તો સચિનથી 54 ઇનિંગ્સ ઝડપી રેકોર્ડ પોતાના નામે કરશે

Divyabhaskar.com

Jun 13, 2019, 08:58 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડકપની 18મી મેચમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ ટ્રેન્ટબ્રિજ ખાતે એકબીજા સામે ટકરાશે. બંને ટીમ ટૂર્નામેન્ટમાં અપરાજિત છે અને જો વરસાદ હેરાન ન કરે તો આજે કોઈ એક ટીમ પહેલી વાર હારનો સામનો કરશે. ન્યુઝિલેન્ડે પોતાની 3 મેચમાં અફઘાનિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશને હરાવ્યું હતું, જયારે ભારતે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ટ્રેન્ટબ્રિજ ખાતે આ વર્લ્ડકપમાં રમાયેલી 3 મેચમાં પ્રથમ દાવમાં એવરેજ સ્કોર 247નો રહ્યો છે.

વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડની 4-3ની લીડ

ઇન્ડિયા અને કિવિઝ વર્લ્ડકપમાં 7 વાર એકબીજા સામે રમ્યા છે. આમાંથી કિવિઝે 4 મેચ અને ઇન્ડિયાએ 3 મેચ જીતી છે. ન્યુઝીલેન્ડ 1975, 1979, 1992 અને 1999માં જીત્યું હતું, જયારે ભારત 1987માં 2 વાર અને 2003માં એક વખત જીત્યું હતું. બંને ટીમ વર્લ્ડકપમાં છેલ્લા 16 વર્ષથી એકબીજા સામે રમ્યા નથી. જનરલ વનડેમાં રમેલી 110 મેચમાંથી ભારત 55 મેચ જીત્યું છે, જયારે કિવિઝ 45 મેચ જીત્યું છે. 5 મેચમાં રિઝલ્ટ પેન્ડિંગ હતું અને એક મેચમાં ટાઈ પડી હતી.

ઓપનિંગ બંને ટીમ માટે ચિંતાનો વિષય

ભારતીય ઓપનર શિખર ધવન ઇજાના લીધે 3 અઠવાડિયા માટે વર્લ્ડકપની બહાર થઇ ગયો છે. તેવામાં લોકેશ રાહુલ તેની જગ્યાએ ઓપનિંગ કરશે. આવામાં ભારત પોતાનું લેફટી-રાઈટી ઓપનિંગ કોમ્બિનેશન ગુમાવશે, તે સાથે જ રાહુલ ઓપનિંગ કરશે તો ચોથા નંબરે બેટિંગ કોણ કરશે તે પ્રશ્ન ટીમ ઇન્ડિયાને ફરીથી સતાવી રહ્યો છે.

ન્યુઝીલેન્ડનો ઓપનર કોલીન મુનરો આ વર્લ્ડકપમાં ખાસ ચાલ્યો નથી. તે ઉપરાંત ભારત સામે તેણે છેલ્લી 4 મેચમાં માત્ર 70 રન કર્યા છે. તેવામાં કિવિઝ તેની જગ્યાએ હેનરી નિકોલસને રમાડી શકે છે.

કોહલી vs ટેલરનો મુકાબલો જામશે

ભારતનો વિરાટ કોહલી અને ન્યુઝીલેન્ડનો રોસ ટેલર પોતપોતાની ટીમના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. કોહલી ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 65ની એવરેજથી રમે છે અને તેણે તેમની સામે 5 સદી ફટકારી છે. તો ટેલરે 1 જૂન 2018થી 1 જૂન 2019 દરમિયાન 84ની એવરેજથી બેટિંગ કરી છે. આ બંને ખેલાડી માટે ટીમોએ ચોક્કસ રણનીતિ ઘડી હશે, તે કેટલી સફળ નીવડે છે તે તો આવનાર સમય જ બતાવશે.

નંબર ગેમ:

  • કોહલી 11,000 વનડે રનથી 57 રન દૂર છે. આજે તે પોતાની 222મી ઇનિંગ્સ રમશે, સૌથી ઝડપી આ માઈલસ્ટોન સચિન તેંડુલકરે 276 ઇનિંગ્સમાં પૂરો કર્યો હતો.
  • ટિમ સાઉથીએ વિરાટ કોહલી સામે બોલિંગ કરતાં 179 બોલ નાખ્યા છે, જેમાં તેણે 188 રન આપ્યા છે અને 5 વાર તેનો શિકાર કર્યો છે.
X
18th match of World cup 2019: India vs New Zealand at Trent bridge

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી