વર્લ્ડકપ / ધવન પર નિર્ણય 10-12 દિવસમાં લેવામાં આવશે, તે અત્યારે ટીમની બહાર નથી: સંજય બાંગર

Decision on Dhawan will be taken in 10-12 days, he is not out of the team right now: Sanjay Bangar

  • ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શિખર ધવનને અંગુઠામાં ઇજા થઇ હતી
  • ધવનના કવર તરીકે ઋષભ પંતને ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યો છે

Divyabhaskar.com

Jun 12, 2019, 09:32 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટીમના બેટિંગ કોચ સંજય બાંગરે ન્યુઝીલેન્ડ સામેની મેચના એક દિવસ પહેલા બુધવારે શિખર ધવનની ઇજાને લઈને જાણકારી આપી હતી. તેણે કહ્યું કે, ટીમ મેનેજમેન્ટ ઈજાગ્રસ્ત ધવન અંગે આગામી 10-12 દિવસમાં નિર્ણય લેશે. પંતને તેના કવર તરીકે ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યો છે. ધવન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈજાગ્રસ્ત થયો હતો, તેના અંગુઠામાં ફ્રેક્ચર થયું છે.

બાંગરે કહ્યું કે, શિખરના જમણા હાથના અંગુઠામાં જે ઇજા થઇ છે, અત્યારે તેનું નિરીક્ષણ થઇ રહ્યું છે. અમે ધવન જેવા જોરદાર ખેલાડીને ટીમની બહાર કર્યો નથી. અમે તેનું મહત્વ જાણીએ છીએ. અમે એ જોઈ રહ્યા છીએ કે તે ક્યાર સુધીમાં ફિટ થઇ જશે.

ધવનની જગ્યાએ શંકર રમી શકે છે
બેટિંગ કોચે કહ્યું કે, ધવનની જગ્યાએ વિજય શંકર રમી શકે છે. તે સિવાય બેકઅપ ખેલાડીની હાજરી હંમેશા ફાયદાકારક હોય છે. ઋષભ પંત મૅન્ચેસ્ટરમાં ટીમ સાથે જોડાશે. ધવન ગુરુવારે ન્યુઝીલેન્ડ સામે અને 16 જૂને પાકિસ્તાન સામેની મેચમાંથી બહાર થઇ ગયો છે.

X
Decision on Dhawan will be taken in 10-12 days, he is not out of the team right now: Sanjay Bangar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી