2015 ઓસ્ટ્રેલિયા
ક્યાંથી ક્યાં સુધી 14 ફેબ્રુઆરી, 2015થી 29 માર્ચ 2015
યજમાન ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ
વિનર ઓસ્ટ્રેલિયા
ઉપવિજેતા ન્યૂઝીલેન્ડ
મેચ 49
ટીમ 14
પ્લેયર ઓફ ધ સીરિઝ મિશેલ સ્ટાર્ક
સૌથી વધુ સ્કોર 411/4 (SA vs IRE)
સૌથી ઓછો સ્કોર 101/1 (ENG vs AFG)

11મો વર્લ્ડ કપ 14 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડમાં રમાયો હતો. 23 વર્ષ બાદ બંને દેશોને વર્લ્ડ કપની યજમાની મળી હતી. 14 ટીમને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી હતી.

ગ્રૂપ Bમાં ભારત-પાકિસ્તનની મેચની ટિકિટ 12 મિનિટમાં વેચાઈ ગઈ હતી.

ભારતીય ટીમ સેમી ફાઈનલ સુધી પહોંચનારી એક માત્ર એશિયન ટીમ હતી. જોકે, ભારતને યજમાન દેશ ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું. બીજી સેમી ફાઈનલ ન્યૂઝીલેન્ડ તથા સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ હતી.

સતત બીજી ફાઈનલમાં બે યજમાન દેશ જ સામસામે આવ્યા હતાં. મેલબર્નમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને સાત વિકેટથી હરાવીને ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયા પાંચમીવાર ચેમ્પિયન બન્યું હતું.

2011 ભારત
ક્યારથી ક્યાં સુધી 9 ફેબ્રુઆરી 2011થી 2 એપ્રિલ 2011
યજમાન ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ
વિજેતા ભારત
ઉપવિજેતા શ્રીલંકા
મેચ 49
ટીમ 14
પ્લેયર ઓફ ધ સિરીઝ યુવરાજ સિંહ
સૌથી વધુ સ્કોર 370/4 (IND vs BAN)
સૌથી ઓછો સ્કોર 58/10 (BAN vs WI)

દસમો વર્લ્ડકપ ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશની સંયુક્ત યજમાનપદે 9 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ સુધી રમાયો હતો. પહેલી વખત વર્લ્ડકપની મેચો બાંગ્લાદેશમાં રમાઈ હતી. અગાઉના વર્લ્ડકપની સરખામણીમાં 2007ના વર્લ્ડકપમાં 2 ટીમ ઓછી રમી હતી.

સાથે બે મેચ પણ ઓછી રમાઈ હતી. ટૂર્નામેન્ટ સુપર સિક્સના ફોર્મેટ મુજબ રમાઈ હતી. પાકિસ્તાનની ટીમ 22 વર્ષ પછી સેમીફાઈનલમાં પહોંચી, પરંતુ ભારતે તેને હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું.

ટીમ ઈન્ડિયા આઠ વર્ષ પછી બીજી વાર ફાઈનલમાં પહોંચ્યું હતું. ફાઈનલમાં તેનો સામનો શ્રીલંકા સાથે થયો હતો. મહેન્દ્ર સિંહ ધોનીના સુકાનીપદ નીચે ભારતે શ્રીલંકાને છ વિકેટે હરાવી દીધું. ભારત 28 વર્ષ પછી ચેમ્પિયન બન્યું હતું. પહેલીવાર કોઈ ટીમ હોમગ્રાઉન્ડ પર વર્લ્ડ કપ જીતી હતી.

2007 ઓસ્ટ્રેલિયા
ક્યારથી ક્યાં સુધી 13 માર્ચ 2007થી 28 એપ્રિલ 2007
આયોજક વેસ્ટ ઈન્ડિઝ
વિજેતા ઓસ્ટ્રેલિયા
ઉપવિજેતા શ્રીલંકા
મેચ 51
ટીમ 16
પ્લેયર ઓફ ધ સિરીઝ ગ્લેન મેક્ગ્રા
સૌથી વધુ સ્કોર 413/5 (IND vs BER)
સૌથી ઓછો સ્કોર 77/10 (IRE vs SL)

નવમો વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડીઝમાં 13 માર્ચથી 28 એપ્રિલ સુધી રમાયો હતો. વેસ્ટ ઈન્ડીઝમાં પ્રથમ વખત વર્લ્ડ કપ યોજાયો હતો. આ ટીમ શરૂઆતના બે વર્લ્ડ કપમાં વિજેતા રહી હતી.

2003ના વર્લ્ડ કપની સરખામણીમાં બે ટીમ વધુ રમી હતી. પરંતુ ત્રણ મેચ ઓછી રમાઈ હતી. સુપર સિક્સની જગ્યાએ સુપર 8 ફોર્મેટમાં મેચો રમાઈ હતી. ભારત અને પાકિસ્તાનની ટીમ પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. જેનાથી ટૂર્નામેન્ટનો રોમાંચ સમાપ્ત થઈ ગયો હતો.

પાકિસ્તાન ટીમના કોચ બોબ વૂલ્મરનો મૃતદેહ હોટલમાંથી મળ્યો હતો. આ સૌથી વિવાદાસ્પદ વર્લ્ડ કપ હતો. આયોજક વેસ્ટ ઈન્ડીઝની ટીમ ફાઈનલમાં પહોંચી શકી ન હતી. ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને અને શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 53 રનથી હરાવીને ત્રીજી વખત ટૂર્નામેન્ટ જીતી હતી. વર્લ્ડ કપ જીતવાની હેટ્રિક કરનાર તે પ્રથમ દેશ બન્યો હતો.

2003 ઓસ્ટ્રેલિયા
ક્યારથી ક્યાં સુધી 9 ફેબ્રુઆરી 2003થી 23 માર્ચ 2003
આયોજક દક્ષિણ આફ્રિકા, કેન્યા, ઝિમ્બાબ્વે
વિજેતા ઓસ્ટ્રેલિયા
ઉપવિજેતા ભારત
મેચ 54
ટીમ 14
પ્લેયર ઓફ ધ સિરીઝ સચિન તેંડુલકર
સૌથી વધુ સ્કોર 359/2 (AUS vs IND)
સૌથી ઓછો સ્કોર 36/10 (CAN vs SL)

આઠમો વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, કેન્યા અને ઝિમ્બાબ્વેમાં 9 ફેબ્રુઆરીથી 23 માર્ચ સુધી રમવામાં આવ્યો હતો. પહેલીવાર વર્લ્ડ કપ આફ્રિકન દેશમાં યોજાયો હતો.

તેમાં 1999 વર્લ્ડ કપની સરખામણીએ 2 ટીમ વધારે હતી. આ વખતે વધારાની 12 મેચ પણ રમાઈ હતી. ઈંગ્લેન્ડે ઝિમ્બાબ્વેમાં રાજકીય અસ્થિરતા અને ન્યૂઝીલેન્ડે કેન્યામાં સુરક્ષાનાં કારણોથી રમવાની ના પાડી દીધી હતી.

ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાનની ટીમ પહેલા જ રાઉન્ડમાં બહાર નીકળી ગઈ હતી. યજમાન કેન્યા સેમી ફાઈનલ સુધી રમી શક્યું હતું. ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 125 રનથી હરાવીને ત્રીજી વાર વર્લ્ડ કપ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયા સૌથી વધુ વખત વર્લ્ડકપ જીતનારી ટીમ બની. તેણે 2 વખત વર્લ્ડ કપ જીતનારા વેસ્ટ ઈન્ડિઝને પાછળ પાડી દીધું હતું.

1999 ઓસ્ટ્રેલિયા
ક્યારથી ક્યાં સુધી 14 મે 1999થી 20 જૂન 1999
આયોજક ઈંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ, નેધરલેન્ડ, આયર્લેન્ડ
વિજેતા ઓસ્ટ્રેલિયા
ઉપવિજેતા પાકિસ્તાન
મેચ 42
ટીમ 12
પ્લેયર ઓફ ધ સિરીઝ લાન્સ ક્લૂઝનર
સૌથી વધુ સ્કોર 373/6 (IND vs SL)
સૌથી ઓછો સ્કોર 68/10 (SCO vs WI)

સાતમો વર્લ્ડ કપ ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં 14 મેથી 20 જૂન સુધી ચાલ્યો હતો. 16 વર્ષ પછી ટૂર્નામેન્ટ ઈંગ્લેન્ડમાં રમવામાં આવી હતી.

આ વખતે પણ 1996ના વર્લ્ડ કપની જેમ 12 ટીમ જ રમી હતી પરંતુ પહેલી વખત એશિયાની 4 ટીમે ભાગ લીધો હતો. ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન સિવાય બાંગ્લાદેશને પણ વર્લ્ડ કપ રમવાનો મોકો મળ્યો હશે.

સ્કોટલેન્ડ પણ પહેલીવાર આ ટૂર્નામેન્ટમાં રમી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ પાકિસ્તાનને 8 વિકેટથી હરાવીને બીજી વખત ચેમ્પિયન બની હતી. ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઈન્ડિઝને બે વાર વર્લ્ડકપ જીતવાની બરોબરી કરી હતી.

1996 શ્રીલંકા
ક્યાંથી ક્યાં સુધી 14 ફેબ્રુઆરી 1996થી 17 માર્ચ 1996 સુધી
આયોજક ભારત, પાકિસ્તાન, શ્રીલંકા
વિજેતા શ્રીલંકા
ઉપવિજેતા ઓસ્ટ્રેલિયા
મેચ 37
ટીમ 12
પ્લેયર ઓફ ધ સિરીઝ સનથ જયસૂર્યા
સૌથી વધુ સ્કોર 398/75 (SL vs KEN)
સૌથી ઓછો સ્કોર 93/10 (WI vs KEN)

છઠ્ઠો વર્લ્ડ કપ ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાના યજમાન પદે 14 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી રમાયો હતો. પહેલી વખત શ્રીલંકાને યજમાન પદ મળ્યું હતું.

ત્રણ દેશ હોસ્ટ બન્યા હોય તેવો વર્લ્ડ કપ પહેલી વખત ખેલાયો હતો. ટીમની સંખ્યા 9થી વધી 12 સુધી પહોંચી, પરંતુ ગત વર્લ્ડ કપની તુલનાએ 2 મેચ ઓછી રમાઈ હતી. પહેલી વખત ICCના એસોસિએટ સભ્યોને વર્લ્ડ કપ રમવાની તક મળી.

કેન્યા, નેધરલેન્ડ અને યુએઈની ટીમ ટૂર્નામેન્ટનો ભાગ બન્યા. LTTEના હુમલાને કારણે ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝે શ્રીલંકામાં રમવાનો ઈન્કાર કર્યો હતો. જેનાથી શ્રીલંકાને બંને ટીમ વિરુદ્ધ થનારી મેચના પોઈન્ટ મળી ગયા હતા. લાહોરમાં ખેલાયેલા ફાઈનલમાં શ્રીલંકાની ટીમે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટથી હરાવીને પહેલી વખત વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી હતી.

1992 પાકિસ્તાન
ક્યારથી ક્યાં સુધી 22 ઓક્ટોબર 1987થી 8 નવેમ્બર 1987 સુધી
આયોજક ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ
વિજેતા પાકિસ્તાન
ઉપવિજેતા ઈંગ્લેન્ડ
મેચ 39
ટીમ 9
પ્લેયર ઓફ ધ સિરીઝ માર્ટિન ક્રો
સૌથી વધુ સ્કોર 313/75 (SL vs ZIM)
સૌથી ઓછો સ્કોર 74/10 (PAK vs ENG)

પાંચમો વર્લ્ડ કપ ઓસ્ટ્રે્લિયા-ન્યૂઝીલેન્ડની યજમાનીમાં 22 ફેબ્રુઆરીથી 25 માર્ચ સુધી યોજાયો હતો. પહેલી વખત વર્લ્ડ કપ યુરોપ અને એશિયાથી બહાર યોજાયો હતો.

વર્લ્ડકપમાં પહેલી વખત ખેલાડીઓએ રંગીન ટી-શર્ટ પહેર્યાં, સફેદ બોલ અને બ્લેક સાઈટ સ્ક્રીનનો ઉપયોગ થયો હતો.

પહેલી વખત 9 ટીમો સતત ટુર્નામેન્ટનો હિસ્સો બની હતી. દક્ષિણ આફ્રિકાની 21 વર્ષ બાદ ક્રિકેટમાં વાપસી થઈ હતી. પહેલી વખત ટુર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાઈ હતી. પાકિસ્તાન ફાઈનલમાં ઈંગ્લેન્ડને 22 રનથી હરાવીને પહેલી વખત ચેમ્પિયન બન્યું હતું. ઈંગ્લેન્ડની ટીમ સતત બીજી વખત ફાઈનલ હારી હતી.

1987 ઓસ્ટ્રેલિયા
ક્યારથી ક્યાં સુધી 8 ઓક્ટોબર,1987થી 8 નવેમ્બર 1987 સુધી
આયોજક ભારત, પાકિસ્તાન
વિજેતા ઓસ્ટ્રેલિયા
ઉપવિજેતા ઈંગ્લેન્ડ
મેચ 27
ટીમ 8
પ્લેયર ઓફ ધ સિરીઝ કોઈને નહીં
સૌથી વધુ સ્કોર 360/5 (WI vs SL)
સૌથી ઓછો સ્કોર 135/10 (ZIM vs IND)

ચોથો વર્લ્ડ કપ ભારત-પાકિસ્તાનના યજમાન પદે સંયુક્ત રીતે 8 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી રમાઈ હતી. પહેલી વખત વર્લ્ડ કપ ઈંગ્લેન્ડની બહાર રમાયો હતો. 1983 વર્લ્ડ કપની જેમ આ વખતે પણ 8 ટીમ રમી હતી, પરંતુ 60ની જગ્યાએ 50 ઓવરની મેચ થઈ હતી.

તમામ ટીમોની ટીશર્ટ સફેદ રંગની હતી. પહેલી વખત વેસ્ટ ઈન્ડિઝની ટીમ ફાઈનલ સુધી પહોંચી શકી ન હતી. બંને યજમાન દેશ સેમીફાઈનલમાં હારી ગયા હતા. પહેલી વખત ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ થઈ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ આ મેચ 07 રનથી જીતીને પહેલી વખત ચેમ્પિયન બની હતી.

1983 ભારત
ક્યારથી ક્યાં સુધી 9 જૂન 1983 - 25 જૂન 1983
આયોજક ઇંગ્લેન્ડ, વેલ્સ
વિજેતા ભારત
ઉપવિજેતા વેસ્ટઇન્ડિઝ
મેચ 27
ટીમ 8
પ્લેયર ઓફ ધ સિરીઝ કોઇને નહીં
સૌથી વધુ સ્કોર 338/5 (PAK vs SL) 9 જૂન 1983
સૌથી ઓછો સ્કોર 129 (AUS vs IND) 20 જૂન 1983

ત્રીજો વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં 9થી 25 જૂન 1983 સુધી રમવામાં આવ્યો હતો, જેમાં 8 ટીમોએ ભાગ લીધો હતો. દરેક મેચ 60 ઓવરની હતી. તમામ ટીમની ટીશર્ટ સફેદ રંગની હતી. આ વર્લ્ડ કપ લાલ બોલથી રમવામાં આવ્યો હતો અને તમામ મેચ દિવસે રમાઇ હતી.

ટૂર્નામેન્ટની ફાઇનલમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ટીમો પહોંચી હતી. લોર્ડ્સના મેદાન પર રમાયેલી આ મેચમાં વેસ્ટઇન્ડિઝને 43 રનથી હરાવીને ભારત પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું. આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીત્યો અને બોલિંગનો નિર્ણય કર્યો. ભારતની ટીમ 54.4 ઓવરમાં 183 રન પર ઓલઆઉટ થઇ. કૃષ્ણમાચારી શ્રીકાંતે સૌથી વધુ 38 રન અને મોહિન્દર અમરનાથે 26 રન બનાવ્યા.

વેસ્ટઇન્ડિઝ માટે એન્ડી રોબર્ટ્સે 3, જ્યારે માલ્કમ માર્શલ, માઇકલ હોલ્ડિંગ અને લેરી ગોમ્સે 2-2 વિકેટ લીધી. લક્ષ્યાંક માટે વેસ્ટ ઇન્ડિઝની આખી ટીમ 52 ઓવરમાં માત્ર 140 રન જ બનાવી શકી. વિવિયન રિચર્ડ્સે સૌથી વધુ 33 રન બનાવ્યા.

ભારત માટે મોહિન્દર અમરનાથે 7 ઓવરમાં 12 રન બનાવીને 3 વિકેટ લીધી. મદનલાલે પણ 3 વિકેટ લીધી. બલવિન્દર સંધુએ 2, જ્યારે તત્કાલીન કેપ્ટન કપિલ દેવ અને રોજર બિન્નીએ 1-1 વિકેટ લીધી હતી.

1979 વેસ્ટ ઇન્ડિઝ
ક્યારથી ક્યાં સુધી 9 જૂન 1979 - 23 જૂન 1979
આયોજક ઇંગ્લેન્ડ
વિજેતા વેસ્ટ ઇન્ડિઝ
ઉપવિજેતા ઇંગ્લેન્ડ
મેચ 15
ટીમ 8
પ્લેયર ઓફ ધ સિરીઝ કોઇને નહીં
સૌથી વધુ સ્કોર 293/6 (WI vs PAK) 20 જૂન 1979
સૌથી ઓછો સ્કોર 45 (CA vs ENG) 13 જૂન 1979

1979માં ઇંગ્લેન્ડમાં બીજીવાર વર્લ્ડ કપ રમવામાં આવ્યો. વર્લ્ડ કપની પણ આ બીજી આવૃત્તિ હતી. તેમાં 9થી 23 જૂન સુધી મેચો રમાઇ હતી અને 8 ટીમોએ ભાગ લીધો હતો. દરેક મેચ 60-60 ઓવરની હતી. ખેલાડીઓની ટીશર્ટનો રંગ સફેદ હતો.

તમામ મેચ લાલ બોલથી રમવામાં આવી હતી. આ તમામ મેચ દિવસે રમાઈ હતી. ટૂર્નામેન્ટની ફાઇનલ વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી.

લોર્ડ્સના મેદાનમાં રમાયેલી આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઇંગ્લેન્ડને 92 રનથી હરાવીને બીજી વાર વર્લ્ડ ચેમ્પિયન બની.

આ મેચમાં વિવિયન રિચર્ડ્સે 157 બોલમાં 138 અને કોલિસ કિંગે 66 બોલ પર 86 રનની ઇનિંગ્સ રમી હતી. વેસ્ટ ઇન્ડિઝે 60 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 286 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમ 51 ઓવરમાં 194 રન પર ઓલઆઉટ થઇ હતી. વિન્ડિઝના જોએલ ગાર્નરે 38 રન આપીને 5 વિકેટ લીધી હતી. રિચર્ડ્સ મેન ઓફ મેચ બન્યો હતો.

1975 વેસ્ટ ઈન્ડિઝ
ક્યારથી ક્યાં સુધી 7 જૂન, 1975થી 21 જૂન, 1975
આયોજક ઈંગ્લેન્ડ
વિજેતા વેસ્ટ ઈન્ડિઝ
ઉપવિજેતા ઓસ્ટ્રેલિયા
મેચ 15
ટીમ 8
પ્લેયર ઓફ ધ સિરીઝ કોઈને નહીં
સૌથી વધુ સ્કોર 334/4 (ENG vs IND) 7 જૂન 1975
સૌથી ઓછો સ્કોર 86 (SL vs WI) 7 જૂન 1975

ઈ.સ. 1975માં પહેલી વાર વર્લ્ડ કપ ક્રિકેટ રમાયો. તેમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો. દરેક મેચ 60-60 ઓવરની હતી. ખેલાડીઓની ટીશર્ટનો રંગ સફેદ હતો.

તમામ મેચ લાલ રંગના દડાથી અને દિવસે રમાઈ હતી. ટુર્નામેન્ટની ફાઈનલ વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી.

લોર્ડ્સમાં રમાયેલી તે મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને 17 રનથી હરાવીને પહેલા વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. તે મેચમાં વેસ્ટ ઈન્ડિઝના તત્કાલીન કેપ્ટન ક્લાઈવ લોઇડે 85 દડામાં 102 રનની ઈનિંગ્સ રમી હતી અને તેમને મેન ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

विज्ञापन