કેનેડિયન ફૂટબોલર ક્વિને ઓલિમ્પિકમાં શુક્રવારે એક નવી ઉપલબ્ધિ હાંસલ કરી છે. તે ઓલિમ્પિક ઈતિહાસના પ્રથમ ટ્રાન્સજેન્ડર એથ્લીટ છે, જેણે ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે.
25 વર્ષીય ક્વિન કેનેડિયન ટીમ સાથે લાંબો ઈતિહાસ ધરાવે છે. તેણે 2014માં ડેબ્યુ કર્યું હતું અને 2016ની રિયો ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, પરંતુ ગયા વર્ષે જ તે ટ્રાન્સજેન્ડર તરીકે બહાર આવી હતી.
પેનલ્ટી કિકમાં કેનેડાની મહિલા ફૂટબોલ ટીમની સ્વીડન સામે 3-2થી જીત થઈ છે અને આ સાથે જ કેનેડા મહિલા ફૂટબોલ ટીમે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓલિમ્પિકમાં હાલ ક્વીન સાથે બીજા બે ટ્રાન્સજેન્ડર ભાગ લઈ રહ્યા છે, એક ન્યૂઝીલેન્ડના વેટલિફ્ટર લોરેલ હુબાર્ડ અને અમેરિકાના અલાના સ્મિથ, પરંતુ આ બંને પહેલાં ક્વિને ગોલ્ડ મેડલ જીતી લીધો છે.
તે આ વર્ષની શરૂઆતમાં એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ટ્રાન્સજેન્ડર અને નોનબાઈનરી તરીકે જાહેર થયો હતો અને લેખક જેનેટ મોક જેવા ટ્રાન્સજેન્ડર લોકોને અનુસર્યા હતા. તેણે સપ્ટેમ્બરમાં પોસ્ટ કરી લખ્યું હતું કે ટ્રાન્સજેન્ડર તરીકે બહાર આવવું મુશ્કેલ હતું, હું મારા જાણીતા લોકો સાથે હંમેશાં ટ્રાન્સજેન્ડર તરીકે જ રહેતી હતી, પરંતુ જાહેરમાં આ બહાર પાડવું મારા માટે મુશ્કેલ હતું, હું હંમેશાં આ બાબતને જાહેર કરવાનું વિચારતી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.