• Gujarati News
  • Sports
  • Tokyo olympics
  • Winning A Medal Is A 'child Sport': 13 year old Nishiya Olympic Gold, 13 year old Reisa Silver And 16 year old Funa Bronze Medal Winners

સ્પોર્ટિંગ સ્ટાર:મેડલ જીતવો એ ‘બાળરમત’: 13 વર્ષની નિશિયા- ઓલિમ્પિક ગોલ્ડ, 13 વર્ષની રેયસા- સિલ્વર અને 16 વર્ષની ફુના બ્રોન્ઝ મેડલ વિજેતા

ટોક્યો3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જાપાનની પાસે એક નવો સ્પોર્ટિંગ સ્ટાર છે અને તે છે 13 વર્ષની સ્કેટબોર્ડર મોમિજી નિશિયા. નિશિયા એ ઉંમરે ઓલિમ્પિક ચેમ્પિયન બની છે, જ્યારે બાળકો ગલી-મોહલ્લામાં રમતા હોય છે. તેણે ઓલિમ્પિકમાં પ્રથમ વખત સામેલ થયેલી સ્કેટબોર્ડિંગની સ્ટ્રીટ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો છે.

તેના ચેમ્પિયન બન્યા પછી સ્કેટબોર્ડિંગના ઈક્વિપમેન્ટ બનાવતી કંપની મોરિતોના શેર 12% સુધી વધી ગયા. 13 વર્ષ 330 દિવસની નિશિયાના 15.26 પોઈન્ટ હતા. તે સૌથી યુવાન ઓલિમ્પિક બનતાં ચૂકી ગઈ. તે સૌથી યુવાન ચેમ્પિયન અમેરિકાના મેરજોરિથી માત્ર 62 દિવસ મોટી છે.

અમેરિકન ડાઈવરે બર્લિન (1936)માં 13 વર્ષ 268 દિવસની ઉંમરે 3 મી. સ્પ્રિન્ગ બોર્ડનો ગોલ્ડ જીત્યો હતો. 13 વર્ષ 206 દિવસની બ્રાઝીલની રેયસા હીલે સિલ્વર અને જાપાનની 16 વર્ષની ફુના નાકાયમાએ બ્રોન્ઝ જીત્યો.

8 ફાઈનલિસ્ટમાંથી 4ની ઉંમર 16 કે તેથી ઓછી
સ્કેટબોર્ડિંગ સ્ટ્રીટ ઈવેન્ટમાં 8 ફાઈનલિસ્ટમાંથી 4ની ઉંમર 16 વર્ષ કે તેનાથી ઓછી છે. અમેરિકાની 34 વર્ષની એલેક્સિસ સેબલોન 13.57 પોઈન્ટ સાથે ચોથા નંબરે રહી. સ્કેટબોર્ડ સ્ટ્રીટ પોડિયમ પર હાજર ખેલાડીઓની સરેરાશ ઉંમર 14 વર્ષ 1919 દિવસની રહી હતી. જે ઓલિમ્પિક ઈતિહાસમાં સૌથી યુવાન ઈન્ડિવિડ્યુઅલ પોડિયમ રહ્યું. આ ફાઈનલિસ્ટમાં સ્કેટબોર્ડિંગના સૌથી મોટા સ્ટાર બ્રાઝીલની લેટિસિયા બુફોની અને તેની સાથે પામેલા રોસા ન હતી. 28 વર્ષની બુફોની પ્રારંભિક હીટ્સમાં 9મા નંબરે અને ગોલ્ડ મેડલની દાવેદાર મનાતી 22 વર્ષની પામેલા 10મા નંબરે રહી.

અન્ય સમાચારો પણ છે...