ગોલ્ડમાં બદલાઈ શકે છે મીરાબાઈનો મેડલ:વેઇટલિફ્ટિંગમાં ગોલ્ડ જીતનારી ચીનની એથ્લીટ હોઉ પર ડોપિંગની આશંકા, સેમ્પલ-Aમાં શંકા બાદ સેમ્પલ-B માટે સમન્સ

ટોક્યો3 મહિનો પહેલા
  • સિલ્વર ગર્લ મીરાબાઈ ચાનૂને મળી શકે છે ગોલ્ડ મેડલ

ટોક્યો ઓલિમ્પિકથી આ સમયે એક મોટા સમાચાર આવ્યા છે. વેઇટલિફ્ટિંગમાં ભારત માટે સિલ્વર મેડલ જીતનારી મીરાબાઈ ચાનૂનો મેડલ ગોલ્ડમાં બદલાઈ શકે છે. સૂત્રો પાસેથી મળતી ન હતી અનુસાર પ્રથમ નંબર પર રહેલી ચીનની એથ્લીટ હોઉ જિહુઈ પર ડોપિંગની આશંકા છે. એન્ટિ ડોપિંગ એજન્સીએ હોઉનૂ સેમ્પલ-B ટેસ્ટિંગ માટે બોલાવી છે. માનવામાં આવી રહ્યું છે કે સેમ્પલ-A ક્લીન નથી મળ્યું.

ચીનની એથ્લીટ હોઉ જિહુઈ આજે પોતાને દેશ પરત ફરવાની હતી, પરંતુ તેણે રોકવા માટે કહેવામા આવ્યું છે. કોઈપણ સમયે તેનો ડોપિંગ ટેસ્ટ કરવામાં આવી શકે છે. ઓલિમ્પિકના ઈતિહાસમાં આવું પહેલા પણ થઈ ચૂક્યું છે જ્યારે ડોપિંગમાં ફેલ થવા પર ખેલાડીના મેડલ પરત લઈ લેવામાં આવે છે અને બીજા નંબરે રહલા ખેલાડીને આપવામાં આવે છે. જ્યારે મીરાબાઈ આજે સ્વદેશ પરત ફરી ગઈ છે.

સિલ્વર મેડલ સાથે મીરાબાઈ (ડાબે), ચીનની હોઉ જિહુઈ ગોલ્ડ અને કેટિકા વિંડી બ્રોન્ઝ મેડલ સાથે.
સિલ્વર મેડલ સાથે મીરાબાઈ (ડાબે), ચીનની હોઉ જિહુઈ ગોલ્ડ અને કેટિકા વિંડી બ્રોન્ઝ મેડલ સાથે.

વેઇટલિફ્ટિંગ ફેડરેશને કહ્યું- અમને જાણકારી નહીં
વેઇટલિફ્ટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના એક અધિકારી જણાવ્યુ હતું કે હજી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) તરફથી આ બાબતે કોઈ જાણકારી આપવામાં આવી નથી. સૌતરો મુજબ ગોલ્ડ મેડલ જીતનારી ચીનની હોઉનું A- સેમ્પલ શંકાસ્પદ હોવાને કારણે તેણે હવે સેમ્પલ-B મારે બોલાવવામાં આવી છે. જો ચીની ખેલાડીનો બી-સેમ્પલ પોઝિટિવ આવે છે, તો IOC અને ટોક્યો આયોજન સમિતિ દ્વારા તેની જાહેરાત કરવામાં આવશે.

મીરાએ ભારતને પ્રથમ મેડલ અપાવ્યું
ટોક્યો ઓલિમ્પિકમાં મીરાએ ભારતને પ્રથમ અને અત્યાર સુધીનું એકમાત્ર મેડલ અપાવ્યું છે. વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનૂએ મહિલાઓની 49 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં કુલ 202 કિલોગ્રામ વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યું હતું. જ્યારે ચીનની હોઉ જિહુઈએ 210 કિલોગ્રામ વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યું હતું. ઇંડોનેશિયાની કેટિકા વિંડીએ બ્રોન્ઝ મેડલ જીત્યું હતું.

ચીનની હોઉ જિહુઈએ 210 કિલોગ્રામ વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યું હતું.
ચીનની હોઉ જિહુઈએ 210 કિલોગ્રામ વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યું હતું.

5000 એથ્લીટની તપાસ કરવામાં આવી રહી
ઓલિમ્પિક્સમાં 5000 એથ્લીટો માટે રેન્ડમ ડોપિંગ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ એક રૂટિન પ્રક્રિયા છે. કેટલાક રમતવીરોના A-સેમ્પલમાં શંકાસ્પદતાઓ મળી આવી છે. તેમાં હોઉ પણ સામેલ છે. જો તે ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ જાય છે, તો મીરાબાઈ ભારત માટે ગોલ્ડ જીતનાર પ્રથમ મહિલા એથ્લીટ બનશે.

અન્ય સમાચારો પણ છે...