તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Tokyo olympics
  • Ukraine Is One Of The Most Successful Countries In The Paralympics, Because There Is A Special Center For Paralyzed Athletes And A Sports School, Changing The Policy To Match The Prize Money.

ભાસ્કર વિશેષ:યુક્રેન પેરાલિમ્પિકના સૌથી સફળ દેશમાં સામેલ, કારણ- ત્યાં દિવ્યાંગ એથ્લીટ માટે ખાસ સેન્ટર અને સ્પોર્ટ્સ સ્કૂલ, પોલિસી બદલીને પ્રાઈઝ મની બરાબર કરી

ટોક્યો18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4.44 કરોડની વસતીવાળા દેશ યુક્રેનના અમેરિકાથી માત્ર 6 મેડલ ઓછા, 24 ગોલ્ડ સહિત કુલ 98 મેડલ

માત્ર 4.44 કરોડની વસતીવાળા દેશ યુક્રેને ટોક્યો પેરાલિમ્પિકમાં 98 મેડલ જીત્યા, અમેરિકાથી માત્ર 6 ઓછા. તે સૌથી વધુ મેડલમાં પાંચમા ક્રમે રહ્યું છે. ટોપ-4 દેશ હતા - ચીન, બ્રિટન, રશિયા અને અમેરિકા, જેમાંથી પ્રત્યેકના 200થી વધુ ખેલાડી ટોક્યો ગેમ્સમાં ઉતર્યા હતા, જ્યારે યુક્રેનના માત્ર 139 ખેલાડી હતા.

યુક્રેનની પેરાલિમ્પિકમાં આ સફળતા તેના ઓલિમ્પિક પ્રદર્શનથી ઓછી છે, જેમાં તેણે માત્ર એક ગોલ્ડ જીત્યો હતો અને મેડલના ટેબલમાં 44મા નંબરે રહ્યો હતો. યુક્રેનની પેરાલિમ્પિક સ્વિમર મકસિમ ક્રિપેકે ટોક્યોમાં 5 ગોલ્ડ સહિત 7 મેડલ જીત્યા અને તે પોતાના દેશના સૌથી સફળ ખેલાડી રહ્યા હતા. યુક્રેનને યુરોપનો ગરીબ દેશ મનાય છે.

યુનાઈટેડ નેશન્સે આ દેશને દિવ્યાંગ લોકોને રહેવા માટે મુશ્કેલ સ્થાન જણાવ્યો છે. તેમ છતાં આ દેશ સતત પાંચમા પેરાલિમ્પિકમાં ટોપ-6માં રહ્યો છે. યુક્રેમની પેરાલિમ્પિકમાં આ સફળતામાં દેશની પેરાલિમ્પિક સમિતિના અધ્યક્ષ અને સંસદ સભ્ય રહેનારા વાલેરી સુશકેવિચનું મોટું યોગદાન રહ્યું છે.

67 વર્ષની વાલેરીએ જ દેશમાં પેરા-ખેલાડીઓ માટે ‘ઈનવેસ-સ્પોર્ટ્સ’ પ્રોગ્રામ બનાવ્યો, જેના અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓ માટે એડમિનિસ્ટ્રેટિવ ડિવિઝનમાં સ્પોર્ટ્સ સેન્ટર ખોલ્યા હતા. બાળકો માટે સ્પોર્ટ્સ ઓરિએન્ટેડ સ્કૂલો બનાવી. તેઓ કહે છે કે, ‘આ પ્રોગ્રામ દ્વારા રાજ્યની સિસ્ટમ અને બિનસરકારી સિસ્ટમ એક સાથે જોડાયા હતા. તેના વગર દિવ્યાંગ લોકો પાસે કારકિર્દીના વધુ વિકલ્પ ન હતા.’

2018 વિન્ટર પેરાલિમ્પિકથી પહેલા દેશની સ્પોર્ટ્સ પોલિસીમાં બે પરિવર્તન કરાયા હતા. ગેમ્સનું લાઈવ ટેલિકાસ્ટ થવા લાગ્યું અને પેરાલિમ્પિયન્સને ઈનામી રકમ અને બોનસ ઓલિમ્પિયન્સ જેટલું અપાવાયું. ગોલ્ડ મેડલિસ્ટને 92 લાખ, સિલ્વર વિજેતાને 58 લાખ અને બ્રોન્ઝ મેડલિસ્ટને રૂ.40 લાખ મળે છે.

અન્ય સમાચારો પણ છે...