તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ટ્રેક સાઇક્લિંગ: બ્રિટનનાં પતિ-પત્ની નીલ અને લૉરાએ 16 મિનિટના અંતરમાં ગોલ્ડ જીત્યા, નીલનો વર્લ્ડ રેકોર્ડ

ટોક્યોએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નીલ-મેટને બી2000 મી. ટાઇમ ટ્રાયલ અને લૉરા-કોરિનને પરસ્યૂટમાં ગોલ્ડ મેડલ જીત્યા

ટોક્યો પેરાલિમ્પિકમાં બ્રિટનના ટ્રેક સાઇકલિસ્ટ નીલ ફેચીએ ગોલ્ડ જીત્યો. તેનો ગોલ્ડ બી-1000 મી.માં આવ્યો. તેણે ગોલ્ડ વર્લ્ડ રેકોર્ડ સાથે જીત્યો. 37 વર્ષના ફેચી અને મેટ રાટરહમે ટાઇમ ટ્રાયલમાં પોતાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. આ જોડીએ 2019 માં 59.278 સેકન્ડનો સમય લીધો.

આ વખતે તેનો સમય 58.038 રહ્યો. નીલ ફેચીએ કહ્યું, ‘રિયોમાં અમે સિલ્વર જીત્યો હતો અને નિરાશ હતો. મને લાગ્યું હતું કે મારે રેસ જીતવી જોઇતી હતી. અમારી ટીમ માટે શાનદાર દિવસ રહ્યો.’ નીલના ગોલ્ડ જીતવાના 16 મિનિટ બાદ તેની પત્ની લૉરા ફેચીએ બી-3000 મી. પરસ્યુટમાં ગોલ્ડ જીત્યો. લૉરાને કોરિન હોલ ગાઇડ કરી રહી હતી.

લૉરાએ 3 મિનિટ 19.483 સેકન્ડનો સમય લઇ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. લૉરાએ કહ્યું, ‘કાલે રાત્રે અમે મળ્યા હતા. અમે ઇચ્છતા હતા કે અમારી બંનેની જીત થાય. તેને જીતતા જોઇ ઘણું સારૂ લાગ્યું. પોતાની રેસથી વધુ બીજા કોઇની રેસ જોવી ઘણી તણાવપુર્ણ છે, જેની તમે ચિંતા કરતા હોવ.’ પત્નીની જીત બાદ નીલે કહ્યું. ‘વર્લ્ડ રેકોર્ડ તોડી ગોલ્ડ જીતવો એ સપનું સાચુ થવા સમાન છે.’

અન્ય સમાચારો પણ છે...