તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેરાલિમ્પિક ગેમ્સનો શુભારંભ:ટોક્યો 2 વખત સમર પેરાલિમ્પિક હોસ્ટ કરનારુ પહેલું શહેર, ટેક ચંદ રહ્યા ભારતના ધ્વજવાહક; સમર્થન માટે અફઘાનિસ્તાનનો ધ્વજ પણ લહેરાવામાં આવ્યો

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જાણો ભારતીય એથ્લીટ્સનો કાર્યક્રમ

ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સનો પ્રારંભ થઈ ગયો છે. આ વખતે કુલ 163 ટીમો ભાગ લેવાની છે. પેરાલિમ્પિક ગેમ્સમાં કુલ 4537 એથ્લીટ્સ ભાગ લઈ રહ્યા છે. ભારત તરફથી 54 ખેલાડી અલગ-અલગ ઈવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યા છે. ભારત તરફથી ભાલાફેંક ટેક ચંદ ધ્વજવાહક રહ્યા.

13 દિવસો દરમિયાન 22 રમતોના કુલ 539 ઈવેન્ટ્સ થશે. ટોક્યો 2 વખત સમર પેરાલિમ્પિક ગેમ્સ હોસ્ટ કરનારુ પ્રથમ શહેર છે. આ પહેલા 1964માં પણ ટોક્યોએ આ ગેમ્સની યજમાની કરી હતી. 5 દેશ પહેલીવાર પેરાલિમ્પિક રમતોમાં ડેબ્યૂ કરશે. સાથે જ રશિયા ROCના રૂપમાં પ્રતિસ્પર્ધા કરવાનું ચાલુ રાખશે, પરંતુ તાલિબાનના કબ્જા પછી અફઘાનિસ્તાનનો એક પણ એથ્લીટ આ વખતે પેરાલિમ્પિક ગેમ્સમાં નજરે નહી આવે.

ઓપનિંગ સેરેમની દરમિયાન જાપાનના હેલ્થ વર્કર્સ જાપાનના ધ્વજને પ્રેઝેન્ટ કરતા
ઓપનિંગ સેરેમની દરમિયાન જાપાનના હેલ્થ વર્કર્સ જાપાનના ધ્વજને પ્રેઝેન્ટ કરતા
આ કાર્યક્રમ દરમિયાન સ્ટેડિયમને લાઇટિંગથી શણગારવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન સ્ટેડિયમને લાઇટિંગથી શણગારવામાં આવ્યું હતું.
ઓપનિંગ સેરેમની દરમિયાન પર્ફોમ કરી રહેલા આર્ટિસ્ટ
ઓપનિંગ સેરેમની દરમિયાન પર્ફોમ કરી રહેલા આર્ટિસ્ટ
સ્ટેડિયમમાં આતશબાજી કરવામાં આવી. આ પહેલા અહીં ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ પણ યોજાઈ હતી.
સ્ટેડિયમમાં આતશબાજી કરવામાં આવી. આ પહેલા અહીં ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ પણ યોજાઈ હતી.
સ્ટેડિય કાર્યક્રમ દરમિયાન આ પ્રમાણે નજરે આવ્યું
સ્ટેડિય કાર્યક્રમ દરમિયાન આ પ્રમાણે નજરે આવ્યું
અફઘાનિસ્તાન પેરાલિમ્પિક્સમાં નથી, પરંતુ તેનો ધ્વજ પણ લહેરાવવામાં આવ્યો હતો. તમામ દેશો મુશ્કેલ સમયમાં અફઘાનિસ્તાનની સાથે છે.
અફઘાનિસ્તાન પેરાલિમ્પિક્સમાં નથી, પરંતુ તેનો ધ્વજ પણ લહેરાવવામાં આવ્યો હતો. તમામ દેશો મુશ્કેલ સમયમાં અફઘાનિસ્તાનની સાથે છે.

સ્પોર્ટ્સ પ્રમાણે ભારતનો કાર્યક્રમ

તીરંદાજી
ઓગસ્ટ 27

 • પુરુષ રિકર્વ વ્યક્તિગત ઓપન- હરવિંદર સિંહ, વિવેક ચિકારા
 • પુરુષોની કંપાઉંડ વ્યક્તિગત ઓપન- રાકેશ કુમાર, શ્યામ સુદર સ્વામી
 • મહિલાઓની કંપાઉંડ વ્યકિત ઓપન- જ્યોતિ બાલિયાન
 • કંપાઉંડ મિક્સ્ડ ટીમ ઓપન- જ્યોતિ બાલિયાન અને ટીબીસી

બેડમિન્ટન
સપ્ટેમ્બર 1

 • મેન્સ સિંગલ્સ એસએલ 3- પ્રમોદ ભગત, મનોજ સરકાર
 • વિમેન્સ સિંગલ્સ એસયૂ 5- પલક કોહલી
 • મિક્સ ડબલ્સ એસએલ 3- એસયૂ 5- પ્રમોદ ભગત અને પલક કોહલી

સપ્ટેમ્બર ૨

 • મેન્સ સિંગલ્સ એસએલ 4- સુહાસ લાલિનાકેર યતિરાજ, તરુણ ઢિલ્લન
 • મેન્સ સિંગલ્સ એસએસ 6- કૃષ્ણા નગર
 • વિમેન્સ સિંગલ્સ એસએલ 4- પારુલ પરમાર
 • વિમેન્સ ડબલ્સ એસએલ 3- એસયૂ 5- પારુલ પરમાર અને પલક કોહલી

પેરા કેનોઈંગ
સપ્ટેમ્બર 2

 • વિમેન્સ વીએલ 2- પ્રાચી યાદવ

પાવરલિફ્ટિંગ
ઓગસ્ટ 27

 • મેન્સ- 65 કિગ્રા કેટેગરી- જયદીપ દેસવાલ
 • વિમેન્સ- 50 કિગ્રા- સકીના ખાતૂન

સ્વિમિંગ
ઓગસ્ટ 27

 • 200 વ્યક્તિગત મિડલે એસએમ 7- સુયશ જાધવ

સપ્ટેમ્બર 3

 • 50 મીટર બટરફ્લાઈ એસ 7- સુયશ જાધવ, નિરંજન મુકુંદન

ટેબલ ટેનિસ
ઓગસ્ટ 25

 • વ્યક્તિગત સી 3- સોનમબેન મુધભાઈ પટેલ
 • વ્યક્તિગત સી 4- ભાવિના હસમુખભાઈ પટેલ

તાઈકવોન્ડો
સપ્ટેમ્બર ૨

 • મહિલાઓની 44 - 49 કિગ્રા - અરુણા તન્વર

નિશાનેબાજી
ઓગસ્ટ 30

 • મેન આર 1-10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ એસએચ1- સ્વરૂપ મહાવીર ઉન્હાલકર, દીપક સૈની
 • વિમેન્સ આર 2-10 મીટર એર રાઇફલ એસએચ 1- અવની લેખારા

ઓગસ્ટ 31

 • મેન્સ પી 1-10 મીટર એર પિસ્તોલ એસએચ 1- મનીષ નરવાલ, દીપેન્દ્ર સિંહ, સિંહરાજ
 • મહિલા પી 2-10 મીટર એર પિસ્તોલ એસએચ 1- રુબિના ફ્રાન્સિસ

સપ્ટેમ્બર ૪

 • મિક્સ રાઉન્ડ 3-10 મીટર એર રાઇફલ પ્રોન એસએચ 1- દીપક સૈની, સિદ્ધાર્થ બાબુ અને અવની લેખારા

સપ્ટેમ્બર ૨

 • મિક્સ પી 3-25 મીટર પિસ્ટલ એસએચ 1- આકાશ અને રાહુલ જાખડ

સપ્ટેમ્બર ૩

 • મેન આર 7- 50 મીટર રાઇફલ 3 પોઝિશન એસએચ 1- દીપક સૈની
 • મહિલા રાઉન્ડ 8-50 મીટર રાઇફલ 3 પોઝિશન એસએચ 1- અવની લેખારા

સપ્ટેમ્બર ૪

 • મિક્સ પી 4-50 મીટર પિસ્ટલ એસએચ 1- આકાશ, મનીષ નરવાલ અને સિંહરાજ

સપ્ટેમ્બર ૫

 • મિક્સ રાઉન્ડ 6-50 મીટર રાઇફલ પ્રોન એસએચ 1- દીપક સૈની, અવની લેખારા અને સિદ્ધાર્થ બાબુ

એથ્લેટિક્સ
ઓગસ્ટ 28

 • મેન્સ જેવલિન થ્રો એફ 57- રણજીત ભાટી

ઓગસ્ટ 29

 • મેન્સ ડિસ્કસ થ્રો એફ 52- વિનોદ કુમાર
 • મેન્સ હાઈ જમ્પ ટી 47- નિશાદ કુમાર, રામ પાલ

ઓગસ્ટ 30

 • મેન્સ ડિસ્કસ થ્રો એફ 56- યોગેશ કથુનિયા
 • મેન્સ જેવલિન થ્રો એફ 46- સુંદર સિંહ ગુર્જર, અજીત સિંહ, દેવેન્દ્ર ઝાઝરિયા
 • મેન્સ જેવલિન થ્રો એફ 64- સુમિત અન્ટીલ, સંદીપ ચૌધરી

ઓગસ્ટ 31

 • મેન્સ હાઈ જમ્પ - શરદ કુમાર, મરિયપ્પન થંગાવેલુ, વરુણ સિંહ ભાટી
 • મહિલા 100 મીટર ટી 13- સિમરન
 • મહિલા શોટપુટ એફ 34- ભાગ્યશ્રી માધવરાવ જાધવ

સપ્ટેમ્બર 1

 • મેન્સ ક્લબ થ્રો એફ 51- ધર્મબીર નૈન, અમિત કુમાર સરોહા

સપ્ટેમ્બર 2

 • મેન્સ શોટ પુટ એફ 35- અરવિંદ મલિક

સપ્ટેમ્બર 3

 • મેન્સ હાઈ જમ્પ ટી 64- પ્રવીણ કુમાર
 • મેલ જેવલિન થ્રો એફ 54- ટેક ચંદ
 • મેન્સ શોટ પુટ એફ 57- સોમન રાણા
 • વિમેન્સ ક્લબ થ્રો એફ 51- એકતા ભ્યાન, કશિશ લાકડા

સપ્ટેમ્બર 4

 • મેન્સ જેવલિન થ્રો એફ 41- નવદીપ સિંહ
અન્ય સમાચારો પણ છે...