ઓલિમ્પિકમાં ખેલાડીઓ ગરમીથી ત્રાહિમામ:રશિયાનાં મેદવેદેવે અમ્પાયરને પૂછ્યું- જો હું મરી જઈશ તો જવાબદાર કોણ હશે, સ્પેનની ખેલાડી વ્હીલ ચેર પર બહાર ગઈ

6 મહિનો પહેલા
હિટ સ્ટ્રોકથી પરેશાન મેદવેદેવ મેચની મધ્યમાં સારવાર લે છે.
  • વર્લ્ડ નંબર-1 ખેલાડી નોવાક જોકોવિચ સહિત ઘણા ખેલાડીએ ટાઇમિંગ બદલવા ફરિયાદ કરી હતી

કોરોનાકાળમાં વિવિધ પ્રતિબંધો વચ્ચે આયોજિત ટોક્યો ઓલિમ્પિકમાં એથલીટ ગરમીથી પણ ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. તેવામાં સૌથી ખરાબ સ્થિતિ અત્યારે ટેનિસ સ્ટાર્સની બની રહી છે. ઇટાલીના ફેબિયો ફ્ગોનીની સામેની મેચ દરમિયાન રશિયાના ડેનીલ મેદવેદેવ એકદમ અસ્વસ્થ નજરે પડ્યા હતા. મેચની મધ્યમાં એણે અમ્પાયરને પૂછ્યું હતું કે- જો હું મરી જઈશ તો જવાબદાર કોણ હશે? શું આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશન તેની જવાબદારી લેશે?

મેદવેદેવે પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચને જીતી લીધી હતી.
મેદવેદેવે પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચને જીતી લીધી હતી.

મેદવેદેવે મેચ પૂરી કરી, ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો
મેદવેદેવ 30થી 33 ડિગ્રી સેલ્સિયલ તાપમાન વચ્ચે ભારે મુશ્કેલીમાં મૂકાયો હતો. એણે અમ્પાયરને કહ્યું હતું કે હું અત્યારે મેચ તો પૂરી કરી શકું છું પરંતુ આ દરમિયાન મારુ મૃત્યું પણ થઈ શકે છે. 25 વર્ષીય મેદવેદેવે આ મેચને 6-2, 3-6, 6-2થી જીતીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. તમને જણાવી દઇએ કે મેદવેદેવે બીજા તબક્કામાં ઈન્ડિયાનાં સુમિત નાગલને પણ હરાવ્યો હતો.

આયોજકોએ ટાઇમિંગ બદલ્યા
વર્લ્ડ નંબર-1 સર્બિયાનાં નોવાક જોકોવિચ સહિત ઘણા ખેલાડીઓની ફરિયાદ પછી ઓલિમ્પિક આયોજકોએ ટેનિસ ઇવેન્ટનાં ટાઇમિંગમાં ફેરફાર કર્યો છે. પહેલા ટેનિસની મેચ સવારે 11 વાગ્યે શરૂ થતી હતી, હવે એનો સમય બદલીને બપોરે 3 વાગ્યે શરૂ થાય એમ ગોઠવણ કરી દેવાઈ છે.

મેડિકલ સ્ટાફ સ્પેનની પાઉલા બડોસાને વ્હીલ ચેર પર લઇ જઇ રહ્યો છે.
મેડિકલ સ્ટાફ સ્પેનની પાઉલા બડોસાને વ્હીલ ચેર પર લઇ જઇ રહ્યો છે.

વ્હીલ ચેર પર સ્પેનની પાઉલા બદોસા બહાર ગઈ
ટેનિસ કોર્ટમાં ભારે ગરમીના પરિણામે સ્પેનની પાઉલા બદોસા બેભાન જેવી થઈ ગઈ હતી. એને કોર્ટની બહાર લઈ જવા માટે લ્હીલ ચેરની વ્યવસ્થા કરવી પડી હતી. બદોસાએ કહ્યું કે એને હીટ સ્ટ્રોક લાગ્યો હોવાથી આમ બન્યું છે. જેના કારણે બદોસાએ મેચમાંથી રિટાયર થવાનો નિર્ણય કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...