તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Tokyo olympics
  • Outstanding Performance Of Indian Players, PV Sindhu In The Quarter Finals; The Indian Men's Hockey Team Won, Atanu Das Defeated The Korean Archer

ટોક્યો ઓલિમ્પિક્સ:પીવી સિંધુ, બોક્સર સતીશ અને હોકી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં; અતનુ દાસે 2 વાર ગોલ મેડલ વિજેતાને હરાવ્યો, મેરીકોમ હારી ગઈ

ટોક્યો2 મહિનો પહેલા
  • તીરંદાજીમાં પુરુષ સિંગલ્સમાં અતનુ દાસે ડેન યુચેંગને 6-4થી હરાવ્યો
  • સિંધુએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં મિયા બ્લિચફેલ્ટને હરાવી

ટોક્યો ઓલિમ્પિકમાં ઈન્ડિયન સ્ટાર બોક્સર એમસી.મેરીકોમ હારીને મેડલ રેસમાંથી બહાર થઈ ગઈ છે. મેરીકોમને 51 કિલોગ્રામ વેઇટ કેટેગરીની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં કોલંબિયાની વિક્ટોરિયા ઇનગ્રિટ વેલેંસિયાએ હરાવી હતી. પહેલા રાઉન્ડમાં વેલેંસિયાના પક્ષમાં 5માંથી 4 જજોએ નિર્ણય સંભળાવ્યો હતો. વળી બીજા રાઉન્ડમાં ત્રણેય જજોએ મેરીકોમને બેસ્ટ પ્રદર્શન કર્યું હોવાની જાણ કરી હતી. મેરીકોમને ત્રીજા રાઉન્ડમાં વેલેંસિયાએ 3-2થી હરાવી મેચ જીતી લીધી હતી. વેલેંસિયા 2016 રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ હતી.

મેરીકોમ આની પહેલા 2 વાર વેલેંસિયાને હરાવી ચૂકી છે. પરંતુ આ ઈવેન્ટમાં 38 વર્ષીય ઈન્ડિયન બોક્સર રસાકસી ભરી મેચમાં હારી ગઈ હતી.

ટોક્યો ઓલિમ્પિક્સમાં ગુરવારે ભારતીય ખેલાડીઓએ સારી શરૂઆત કરી છે. બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. હોકી ટીમે આર્જેન્ટીનાને 3-1થી હરાવ્યું. તીરંદાજીમાં અતનુ દાસ 2 વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટને હરાવીને પુુરુષ સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે. બોક્સિંગમાં સતીશ કુમારે સુપર હેવી વેટ(91+ કિલોગ્રામ) કેટેગરીના અંતિમ-8માં સ્થાન મેળવી લીધુ છે. 25 મીટર મહિલા એર પિસ્તોલના પ્રથમ ક્વાલિફાઈંગ રાઉન્ડમાં યુવા શૂટર મનુ ભાકરે સારો દેખાવ કર્યો છે.

બોક્સિંગમાં પુરુષોની 91+ કિલોગ્રામ વેટ કેટેગરીમાં સતીશ કુમાર ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે. પ્રથમ રાઉન્ડમાં બાય મેળવનાર સતીશે પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં જમૈકાના રિકાર્ડો બ્રાઉનને 4-1થી હરાવ્યો. સતીશે હવે મેડલ પાક્કો કરવા માટે એક જીત મેળવવાની છે.

સિંધુએ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં વર્લ્ડ નંબર 12 ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટને 41 મિનિટમાં 21-15, 21-13થી હરાવી દીધી, જ્યારે પુરુષ હોકીમાં ભારતીય ટીમે પૂલ એની સરખામણીમાં આર્જેન્ટીનાને 3-1થી હરાવીને અંતિમ-8માં જગ્યા પાક્કી કરી લીધી છે.

પતિ-પત્ની બંને પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યાં
તીરંદાજીમાં પુરુષ સિંગલ્સમાં ભારતના અતનુ દાસે ચાઈનીઝ તાઈપેજના ડેન યુચેંગને 6-4થી હરાવીને અંતિમ 32માં પ્રવેશ કરી લીધો છે. તીરંદાજીમાં ભારતના અતનુ દાસે સાઉથ કોરિયાના ઝિનયેક ઓહને શૂટઆઉટમાં હરાવી દીધો. બંને તીરંદાજ પાંચ સેટ પછી 5-5ની બરાબરી પર હતા. શૂટઆઉટમાં કોરિયાઈ તીરંદાજે 9નો સ્કોર બનાવ્યો. અતનુ દાસે પર્ફેક્ટ 10ના સ્કોરની સાથે મેચ જીતી લીધી. અતનુ દાસ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે. ફાઈનલમાં પહોંચ્યા પહેલાં તેણે દિવસના પોતાના પ્રથમ મુકાબલામાં ચાઈનીઝ તાઈપેજના ડેન યુચેંગને 6-4થી હરાવ્યો હતો. અતનુ કરતાં પહેલાં તેની પત્ની દીપિકા કુમારીએ પહેલાં જ મહિલા સિંગલ્સમાં અંતિમ 16માં સ્થાન મેળવી લીધું છે.

હોકીમાં રિયો ઓલિમ્પિકની ગોલ્ડ મેડલિસ્ટ ટીમ આર્જેન્ટીનાને હરાવ્યા પછી પૂલ એમાં ભારતના 9 અંક થઈ ગયા છે અને તે બીજા સ્થાને છે. ભારતે અંતિમ પૂલ મેચ જાપાનની સામે શુક્રવારે રમવાની છે. ભારતીય ટીમનું પોતાના પૂલમાં ટોપ-4માં રહેવાનું નક્કી છે. ભારત તરફથી ત્રીજા ક્વાર્ટરમાં વરુણ કુમાર અને ચોથા ક્વાર્ટરમાં વિવેક સાગર પ્રસાદ અને હરમનપ્રીત સિંહે ગોલ કર્યો છે.

શૂટિંગમાં મહિલાઓની 25 મીટર એર પિસ્તોલમાં ઈન્ડિયાની રાહી સરનોબત (જમણે) અને મનુભાકર (ડાબે)ની તસવીર
શૂટિંગમાં મહિલાઓની 25 મીટર એર પિસ્તોલમાં ઈન્ડિયાની રાહી સરનોબત (જમણે) અને મનુભાકર (ડાબે)ની તસવીર

શૂટર મનુ ભાકરનું સારુ પ્રદર્શન
મહિલા શૂટિંગમાં 25 મીટર એર પિસ્તોલના પ્રથમ ક્વોલિફાઈંગ રાઉન્ડ(પ્રિસિજન રાઉન્ડ) ગુરુવારે થયો. ભારતીય શૂટર મનુ ભાકરે તેમાં સારો દેખાવ કરતા પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મનુએ 300માંથી 292 અંક બનાવ્યા. શુક્રવારે બીજો ક્વોલિફાઈંગ રાઉન્ડ(રેપિડ રાઉન્ડ) થશે. બંને ક્વોલિફાઈંગ રાઉન્ડ મળીને ટોપ-8માં રહેનાર શૂટર્સને ફાઈનલમાં સ્થાન મળશે. ભારતની એક અન્ય શૂટર રાહી સરનોબત પ્રિસિજન રાઉન્ડમાં 287 અંક બનાવીને 25માં ક્રમે રહી.

રોઈંગ- ભારતીય નૌકાયન ખેલાડી અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ ટોક્યો ઓલિમ્પિક્સની લાઈટવેટ ડબલ સ્કલ્સ સ્પર્ધામાં 11મા ક્રમે રહ્યા છે, જે આ સ્પર્ધામાં ઓલિમ્પિકમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતીય જોડીએ 6:29.66નો સમય કાઢીને ફાઈનલમાં બીમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું. આયર્લેન્ડે ગોલ્ડ, જર્મનીએ સિલ્વર અને ઈટાલીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

ગોલ્ફ- ભારતીય ટીમ માટે આનંદના સમાચાર છે કે મહિલાઓમાં રિઝર્વ ખેલાડી દીક્ષા ડાગરને ટોક્યોમાં 5 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા ઓલિમ્પિક ઈવેન્ટમાં એન્ટ્રી મળી ગઈ છે. આંતરરાષ્ટ્રીય ગોલ્ફ મહાસંઘે ભારતીય ગોલ્ફ યુનિયનને દીક્ષાને ઓલિમ્પિકમાં જગ્યા મળવા અંગેની માહિતી આપી છે. હવે ઓલિમ્પિકમાં મહિલાઓમાં ભારતના બે ગોલ્ફર મેડલ માટે દાવેદારી કરશે. દીક્ષા સિવાય અદિતિ અશોક ઓલિમ્પિકમાં રમવા માટે કોટા પ્રાપ્ત કરી ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...