ટોક્યો ઓલિમ્પિક:મહિલાઓના રેન્કિંગ રાઉન્ડમાં દીપિકા કુમારી 9મા સ્થાને રહી; કોરિયાની આન સાને 680 પોઇન્ટ સાથે ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો

ટોક્યો5 મહિનો પહેલા

કોરોના મહામારી વચ્ચે આજે ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત થઈ છે. જોકે ઓપનિંગ સેરેમની સાંજે 4.30 વાગ્યે છે. આ વખતે ઓલિમ્પિકમાં 11,238 ખેલાડી, 33 રમતમાં 339 ગોલ્ડ માટે દાવેદારી નોંધાવશે.

પ્રથમ દિવસે મહિલાઓની આર્ચરી હતી, જેમાં દીપિકા કુમારીએ અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કર્યું ન હતું. તે 663 પોઈન્ટ સાથે 9મા સ્થાને રહી હતી. રેન્કિંગમાં પ્રથમ ત્રણ પોઝિશન પર સાઉથ કોરિયાની આર્ચર રહી હતી. કોરિયાની આન સાન 680 પોઈન્ટ સાથે પ્રથમ, જંગ મિન્હી 677 પોઈન્ટ સાથે બીજા અને કાંગ ઝી 675 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહી હતી.

સાને બનાવ્યો ઓલિમ્પિક રેકોર્ડ
સાઉથ કોરિયાની આન સાને ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો છે. તેણે રેન્કિંગ રાઉન્ડમાં 680 પોઈન્ટ મેળવ્યા છે, જે ઓલિમ્પિક રેકોર્ડ કરતાં સાત પોઈન્ટ વધારે છે.

દીપિકા રિયો ઓલિમ્પિકમાં પ્રી-ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચી હતી
દીપિકાએ ઓલિમ્પિક પહેલાં પેરિસમાં યોજાયેલા વર્લ્ડ કપમાં ત્રણ ગોલ્ડ જીત્યા હતા, આથી તેની પાસે ઘણી આશા હતી. 2016માં તે રિયો ઓલિમ્પિકમાં પ્રી-ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચી હતી. હવે દીપિકા ભુતાનની આર્ચર કર્મા સામે રમશે.

અન્ય સમાચારો પણ છે...