ઓલિમ્પિકમાં ગોલ્ડનો દાવેદાર કોરોના પોઝિટિવ:અમેરિકી પોલ વોલ્ટ એથલીટ સૈમ કેનડ્રિક્સ સંક્રમિત; 44 ખેલાડી આઇસોલેટ કરાયા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સેમ કેનેડ્રિક્સ અત્યારનાં સમયનો પોલ વોલ્ટનો ચેમ્પિયન છે. - Divya Bhaskar
સેમ કેનેડ્રિક્સ અત્યારનાં સમયનો પોલ વોલ્ટનો ચેમ્પિયન છે.

કોરોનાકાળ દરમિયાન આયોજિત ટોક્યો ઓલિમ્પિકમાં ગુરુવારે અમેરિકી પોલ વોલ્ટ એથલીટ સૈમ કેનેડ્રિક્સ કોરોના પોઝિટિવ આવ્યો છે. અત્યારનો વર્લ્ડ ચેમ્પિયન કેનેડ્રિક્સ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગયો છે. કોરોનાવાયરસનાં જોખમને જોતા અત્યારે 44 એથલીટ્સને આઇસોલેટ કરવાની ફરજ પડી છે, જેમાંથી 41ને ટ્રેનિંગ કરવાની અનુમતિ અપાઈ છે. જોકે ઓસ્ટ્રેલિયાનાં 3 એથલિટ હજુ પણ આઇસોલેશનમાં છે.

રિયો ઓલિમ્પિકનો મેડલિસ્ટ છે કેનેડ્રિક્સ
કેનેડ્રિક્સનું બહાર થવું અમેરિકી એથલીટ્સ ટીમ માટે મુશ્કેલી ઊભી કરી શકે એમ છે. એણે 2016 રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારપછી 2017 અને 2019માં વર્લ્ડ ચેમ્પિયનનું ટાઇટલ જીત્યા પછી એને ટોક્યો ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલિસ્ટ પણ માનવામાં આવતો હતો.

ત્રણેય ઓસ્ટ્રેલિયન એથલીટ્સનો કોવિડ ટેસ્ટ કરાયો
કેનેડ્રિક્સનાં સંપર્કમાં આવેલા 3 ઓસ્ટ્રેલિયન ખેલાડીનો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ કોવિડ પ્રોટોકોલ પ્રમાણે અત્યારે તેમને આઇસોલેશનમાં રખાયા છે.

ટોક્યોમાં ગુરુવારે કોવિડનાં 3865 કેસ આવ્યા
ટોક્યોમાં અત્યારે કોવિડનાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુરુવારે અહીં કોરોનાનાં 3865 કેસ સામે આવ્યા હતા. આના એક દિવસ પહેલાનાં આંકડાઓ અંગે ચર્ચા કરીએ તો ત્યારે પણ ટોક્યોમાં 3177 કેસ પોઝિટિવ આવ્યા હતા.

ગુરુવારે ઓલિમ્પિકમાં હાજરી આપેલા 2 લોકોને કોરોનાવાયરસનાં કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. જોકે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિએશને દાવો કર્યો છે કે ટોક્યોમાં કોરોનાવાયરસનાં કેસો વધવા પાછળનું કારણ ઓલિમ્પિક નથી.

અન્ય સમાચારો પણ છે...