ટોક્યો ઓલિમ્પિકના ચેમ્પિયન્સ નીરજ ચોપરા, રવિ દહિયા, બજરંગ પૂનિયા અને બંને હોકી ટીમ દિલ્હી પહોંચી ગયા છે. એરપોર્ટ પર એના સ્વાગતની તૈયારીઓ પણ કરવામાં આવી છે. ઢોલ-નગારા સાથે એમનું સ્વાગત કરાયું હતું. અત્યારે ઓલિમ્પિક ટીમ અશોકા હોટલ પહોંચી ગઈ હતી. ત્યારબાદ તમામ એથ્લીટ્સનું સન્માન કરવામાં આવ્યું છે.
એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાએ મંચ પર આવી મેડલ દેખાડ્યો હતો. તેણે કહ્યું- આ મારો નહીં પણ સમગ્ર દેશનો મેડલ છે. જે દિવસથી મેડલ આવ્યો છે ત્યારથી હું ખાઈ શકતો નથી કે ઊંઘી શકતો નથી. ત્યારથી હું મારા ખીસ્સામાં મેડલ લઈને ફરી રહ્યો છું. સમર્થન આપવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. ગોલ્ડ મેડલ જીતવો તે મારા જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે.
ફેન્સ પ્રતિક્ષા કરતા રહ્યા, ખેલાડી VIP ગેટથી જતા રહ્યા
દિલ્હી એરપોર્ટ પર ઓલિમ્પિક સ્ટાર્સના સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં પ્રશંસકો હાજર રહ્યા હતા. પત્રકારો પણ બાજ નજરે ઈન્ડિયન એથ્લીટ્સની પ્રતિક્ષા કરી રહ્યા હતા. એરપોર્ટની બહાર ઢોલ-નગારા સાથે ભારત માતાની જય-જયકારના નારા લગાવાઈ રહ્યા હતા.
જ્યારે મીરાબાઈ ચાનૂએ વેઇટલિફ્ટિંગમાં અને રવિ દહિયાએ 57 કિલો વેઇટમાં રેસલિંગની ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ જીત્યો છે. વળી ભારતીય પુરુષ હોકી ટીમ, રેસલિંગની ફ્રી સ્ટાઇલના 65 કિલો વેઇટમાં બજરંગ પૂનિયા, બેડમિન્ટનમાં પીવી સિંધુ અને બોક્સિંગમાં લવલિના બોરગોહેને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
ટોક્યો ઓલિમ્પિકમાં ઈન્ડિયન મેડલિસ્ટ
દરેક ખેલાડીઓને ખેલ મંત્રાલય તરફથી દિલ્હીમાં સન્માનિત કરવામાં આવશે. મંત્રાલય તરફથી અશોકા હોટલમાં સાંજે 6 વાગ્યે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. પહેલા આ કાર્યક્રમ મેજર ધ્યાનચંદ્ર સ્ટેડિયમમાં થવાનો હતો પરંતુ દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદના કારણે કાર્યક્રમનું સ્થાન બદલવામાં આવ્યું
સ્પોર્ટ્સ ઓથોરિટિ ઓફ ઈન્ડિયાના અધિકારીએ જણાવ્યું હતું કે ઈન્દિરા ગાંધી એરપોર્ટ પહોંચ્યા પછી મહિલા હોકી ટીમ સિવાય દરેક ખેલાડી અશોકા હોટલ જશે. ત્યાં સ્પોર્ટ્સ અને યુથ મિનિસ્ટર અનુરાગ ઠાકુર દરેક ખેલાડીઓને સન્માનિત કરશે. આ કાર્યક્રમમાં લવલિના બોરગોહેન પણ આસામથી અહીં આવશે.
નીરજ, રવિ અને બજરંગ પૂનિયાના ગામમાં પણ તૈયારી
નીરજ ચોપડા, રવિ અને બજરંગ પૂનિયાના સ્વાગતની તૈયારી દિલ્હી એયરપોર્ટ પર જ નહી પરંતુ તેમના ગામોમાં પણ થઈ રહી છે. દરેક ખેલાડીઓના પરિવાર અને ગામના કેટલાક લોકો દિલ્હી એયરપોર્ટ પર સ્વાગત માટે હાજર રહેશે. ત્યાંજ આ ખેલાડીઓના ગામ પહોંચવા પર ગામવાસીઓના તરફથી સ્વાગત કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.