તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Tokyo olympics
  • Tokyo 2020 Paralympic Games; Today Start 162 Team 4400 Players Participating, The Opening Ceremony At 4.30 Pm Indian Time; 54 Are Participating From India, Hope To Win More Medals Than Rio Paralympic Games

આજથી ટોક્યો પેરાલિમ્પિક:163 ટીમ, 4537 ખેલાડી, ભારતીય સમય અનુસાર 4:30 વાગ્યે ઉદ્ધાટન સમારોહ; ભારતના 54 ખેલાડી ભાગ લઈ રહ્ચા છે

23 દિવસ પહેલા
  • ટોક્યોમાં ભારત તરફથી 54 ખેલાડી 9 રમતોમાં ભાગ લેશે

ટોક્યો પેરાલિમ્પિક આજથી શરૂ થઈ રહ્યું છે. ઉદ્ઘાટન સમારોહ ભારતીય સમય પ્રમાણે સાંજે 4:30 વાગ્યે છે. આ વખતે કુલ 162 ટીમો ભાગ લઈ રહી છે. તેમાંથી પાંચ દેશ પ્રથમ વખત પેરાલિમ્પિક ગેમ્સમાં ડેબ્યૂ કરતા જોવા મળશે. રશિયા પણ ROC તરીકે સ્પર્ધા ચાલુ રાખશે, પરંતુ તાલિબાનના કબજા બાદ આ વખતે પેરાલિમ્પિક ગેમ્સમાં એક પણ અફઘાન એથ્લીટ જોવા મળશે નહીં.

આ વખતે 4,400 એથ્લીટ્સ વિવિધ રમતોમાં પોતાની પ્રતિભા બતાવતા જોવા મળશે. 13 દિવસ દરમિયાન 22 રમતોની કુલ 540 ઇવેન્ટ્સ થશે. મોટાભાગની રમતો ઓલિમ્પિક જેવી જ છે અને સ્પર્ધામાં ઘણા સુધારા પણ કરવામાં આવ્યા છે. પેરાલિમ્પિક્સમાં બેડમિંટનનો સમાવેશ પહેલીવાર કરવામાં આવ્યો છે. ભારત તરફથી બેડમિન્ટનમાં 7 ખેલાડીઓ વિવિધ કેટેગરી માટે ક્વોલિફાય થયા છે.

ટોક્યોમાં ભારત તરફથી 54 ખેલાડી 9 રમતોમાં ભાગ લેશે
આ વખતે ટોક્યો પેરાલિમ્પિક્સમાં 54 ભારતીય ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનારી તે ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી છે. રિયો પેરાલિમ્પિક દરમિયાન ભારતે પાંચ રમતો માટે માત્ર 19 ખેલાડીઓની ટીમ મોકલી હતી, પરંતુ ભારતીય એથ્લીટ્સ ટોક્યોમાં નવ જુદી જુદી રમતોમાં ભાગ લઈ રહ્યા છે.

ભારતીય ખેલાડી તરફથી રિયોથી વધુ મેડલ જીતવાની આશા
આ વખતે ભારતીય પેરાલિમ્પિક ખેલાડીઓથી રિયો ઓલિમ્પિકથી વધુ મેડલ જીતવાની આશાઓ છે. રિયો પેરાલિમ્પિકમાં ભારતે સૌથી વધુ 4 મેડલ જીત્યા હતા. જેમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને એક બ્રોન્ઝ સામેલ છે. રિયો સિવાય 1984માં ન્યૂયોર્કમાં રમાયેલી પેરાલિમ્પિક ગેમ્સમાં પણ ભારતે 4 મેડલ જીત્યા હતા, પરંતુ એમા એકપણ ગોલ્ડ મેડલ દેશને નામ નહતો થયો. એથેંસ પેરાલિમ્પિક (2004)માં ભારતે 1 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યો હતો જ્યારે લંડન પેરાલિમ્પિક(2012)માં ગિરિશા નાગરાજગૌડાએ સિલ્વર મેડલ જીત્યો હતો.

આ વખતે ટોક્યોમાં ભારતના 54 એથ્લીટ્સ ભાગ લેવા જઈ રહ્યા છે. ભારત તરફથી પેરાલિમ્પિકમાં ભાગ લેનાર અત્યારસુધીનું સૌથી મોટુ ગ્રુપ ટોક્યો જશે. રિયો પેરાલિમ્પિક દરમિયાન ભારતે 5 ગેમ્સ માટે માત્ર 19 ખેલાડીઓનું ગ્રુપ મોકલ્યું હતું, પરંતુ ટોક્યોમાં ભારતીય એથ્લીટ્સ 9 અલગ-અલગ રમતોમાં ભાગ લેશે. તેવામાં આ ટર્મમાં ભારતીય પેરાલિમ્પિક ખેલાડીઓ 10થી વધુ મેડલ જીતી શકે તેમ છે. અમે તમને એવા 10 પેરાલિમ્પિક ખેલાડીઓ અંગે માહિતી આપવા જઇ રહ્યા છે, જે મેડલ જીતવાના પ્રબળ દાવેદાર છે.

ઉદ્ધાટન સમારોહમાં 11 સદસ્યોની ભારતીય ટીમ ભાગ લેશે
પેરાલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહમાં આજે 11 સભ્યોની ટીમ ભાગ લેશે. જેમાં 5 ખેલાડીઓ અને 6 અધિકારીઓનો સમાવેશ થાય છે. હાઈ જમ્પર મરિયપ્પન થંગાવેલુ ભારતીય ટુકડીનો ધ્વજવાહક છે. આ ઉપરાંત ડિસ્કસ થ્રોઅર વિનોદ કુમાર, જેવલિન થ્રોઅર ટેક ચંદ, પાવરલિફ્ટર્સ જયદીપ અને સકીના ખાતૂન ભાગ લેશે.

દર્શકોની ગેરહાજરીમાં આયોજન થશે
ટોક્યો ઓલિમ્પિક પ્રેક્ષકો વિના યોજાયા હતા અને પેરાલિમ્પિક ગેમ્સ પણ આ જ રીતે જોવા મળશે. કેટલાક ચાહકોને ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન ટોક્યોની બહારની રમતોમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ આ વખતે પ્રેક્ષકોને કોઈ પણ રમત માટે આવવા દેવામાં આવશે નહીં. જોકે, બાળકો કેટલાક કાર્યક્રમોમાં ભાગ લે તેવી શક્યતા છે. આ નિર્ણય પેરાલિમ્પિક સમિતિના અધ્યક્ષ એન્ડ્રુ પાર્સન્સે લીધો છે.

તદુપરાંત, આયોજકોએ લોકોને સ્ટ્રીટ સ્પોર્ટ્સ (મેરેથોન અને ચાલવા જેવી સ્પર્ધાઓ) જોવા ન આવવા જણાવ્યું છે. ટોક્યોમાં આજકાલ કોરોનાના નવા કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે અને ખેલાડીઓને સંક્રમણ લાગવાનું જોખમ પણ છે અને તેને ધ્યાનમાં રાખીને, પ્રેક્ષકોને આ વખતે મેદાન પર આવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

અન્ય સમાચારો પણ છે...