વિશ્વના કોઈપણ એથ્લીટનું સૌથી મોટું સ્વપ્ન ઓલિમ્પિક ગોલ્ડ જીતવાનું હોય છે. આ રમતમાં સફળતાને સૌથી ઉપર માનવામાં આવે છે. જોકે, કતારના એથ્લીટ મુતાજ એસ્સા બારશિમ તેનાથી પણ એક પગલું આગળ નીકળી ગયા છે. તેમણે ઓલિમ્પિક ગોલ્ડ સાથે માનવતાનું મેડલ તેમ જ વિશ્વભરના રમત પ્રેમિયોનું દિલ જીતી લીધુ છે. બારશિમે ફાઈનલમાં ઈજાગ્રસ્ત થઈ ગયેલા ઈટાલીના ગિયાનમાર્કો તાંબેરીને પણ ગોલ્ડ અપાવ્યો. તો ચાલો જાણીએ કે છેવટે આ કેવી રીતે શક્ય બન્યું...
બન્નેએ 2.37 મીટરની ઊંચી કૂદ લગાવી હતી
ટોક્યો ઓલિમ્પિક્સમાં પુરુષોના હાઈ જમ્પ ઈવેન્ટ યોજાઈ હતી. બારશિમ અને અને તાંબેરી બન્ને 2.37 મીટરની ઊંચી કૂદ લગાવી હતી અને એક સાથે બન્ને પ્રથમ નંબર પર રહ્યા. ત્યાર બાદ ઈવેન્ટના અધિકારીઓએ બન્નેને વધુ ત્રણ-ત્રણ જંપ લગાવવા કહ્યું. બન્ને પૈકી કોઈ પણ એથ્લીટ આ ત્રણ જંપમાં 2.37 મીટરથી ઉપર કૂદી શક્યો નહીં.
છેવટે જંપ અગાઉ ઈજાગ્રસ્ત થઈ
જ્યારે એક્સ્ટ્રા જંપ બાદ પણ વિજેતા અંગે નિર્ણય કરી શકાયો નહીં તો અધિકારીએ તેમને વધુ એક-એક વખત જંપ લગાવવા કહ્યું. પણ ત્યાં સુધી એથ્લિટ તાંબેરી ઈજાગ્રસ્ત થઈ ચુક્યો હતો. પગમાં ઈજાને લીધે તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધુ હતું. હવે બારશિમ પાસે તક હતી કે તે એક સારો જંપ લગાવે અને ગોલ્ડ પોતાના નામ કરી લે.
બારશિમે અધિકારીઓને પૂછ્યું- હું પણ નામ પાછું ખેંચી લઉં તો શું થશે
તાંબેરી એથ્લીટ બહાર થયા બાદ બારિશમે અધિકારીને પૂછ્યું કે જો તે પણ પોતાનું નામ પાછું ખેચી લેશે તો શું થશે. અધિકારીએ રુલ બૂક તપાસી અને કહ્યું-જો તમે પણ નામ પરત લો છો તો અમારે બન્નેને ગોલ્ડ આપવાનો રહેશે. બારશિમે ત્યારબાદ અંતિમ જંપથી પોતાનું નામ પાછું લઈ લીધું અને ત્યાર બાદ બન્નેને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો.
અમે આગામી પેઢીઓને સંદેશ આપ્યો છે
બારશિમે પોતાના આ ઐતિહાસિક ચુકાદા બાદ કહ્યું- રમતમાં જીતવું જ બધુ નથી. અમે આગામી પેઢીને સંદેશ આપ્યો છે કે કેવી રીતે રમવું જોઈએ. કેવી રીતે પોતાના સ્પર્ધકોનું પણ સન્માન કરવું જોઈએ અને જે હકદાર છે તેમની સાથે સફળતા શેર કરવી જોઈએ. તાંબેરીએ આ ખુશીમાં બારશિમને ભેટી પડ્યો અને બન્નેને ઓલિમ્પિક સ્ટેડિયમનું ચક્કર લગાવી પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.