પિસ્ટલમાં ખામીના કારણે મનુ ભાસ્કર ફાઇનલ ચૂકી:ક્વોલિફિકેશન રાઉન્ડમાં પિસ્ટલમાં ખરાબી આવવાથી નબળુ પ્રદર્શન રહ્યુ; 25 મીટર અને મિક્સડ ઇવેન્ટમાં હજી આશા અકબંધ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો

ભારતની યુવા શૂટર મનુ ભાસ્કર ટોક્યો ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એયર પિસ્ટલ ઇવેન્ટના ફાઇનલમાં ના પહોચી શકી. ક્વોલિફિકેશન રાઉંડ દરમિયાન તેમની પિસ્ટલમાં ખરાબી આવી હતી. મનુ ક્વોલિફિકેશન રાઉંડમાં 575 અંક સાથે 12માં સ્થાન પર રહી હતી.

એક અન્ય ભારતીય શૂટર યશ્વિની દેસવાલ 13માં સ્થાને રહી હતી. મનુને પિસ્ટલમાં ખરાબી હોવાના લીધે પાંચ મિનિટની રાહ પણ જોવી પડી હતી. મનુનાં પિતા ભાસ્કર અને નેશનલ રાઇફલ સંઘના અધિકારીએ પણ મનુની પિસ્ટલમાં ટેકનીકલ ખામી હોવાની વાત સ્વકારી છે.

મનુએ પહેલા રાઉંડમાં 98 પોઇન્ટ મેળવ્યા
મનુએ ક્વોલિફિકેશનનાં પહેલા રાઉંડમાં 98 પોઇન્ટ મેળવ્યા હતા. બીજા રાઉન્ડમાં તેમની પિસ્ટલમાં ખરાબી આવી ગઇ. ત્યાર પછી તે ટારગેટ છોડી બહાર આવી અને આશરે 5 મિનિટ પછી તેની પિસ્ટલ ઠીક થઇ. તેણે બીજા રાઉન્ડમાં 95, ત્રીજા રાઉન્ડમાં 94, ચોથામાં 95, પાંચમામાં 98 અને છઠ્ઠા રાઉન્ડમાં 95 પોઇન્ટ મેળવ્યા હતા. ફાઈનલમાં તે 2 પોઈન્ટથી પાછળ રહી હતી.

મિક્સડ ઇવેન્ટ અને 25 મીટર એર પિસ્ટલમાં આશા અકબંધ
મનુ પિસ્ટલમાં ખામીને કારણે 10 મીટર એર પિસ્ટલમાં મેડલ ચૂકી ગઇ હતી, પરંતુ તેને હજુ પણ ટોક્યોમાં મેડલ જીતવાની આશા છે. તેઓ મિક્સડ ઇવેન્ટમાં મહિલાઓની ૨૫ મીટર એર પિસ્ટલ અને ૧૦ મીટર એર પિસ્ટલને નિશાન લગાવાની છે. મિક્સડ ઇવેન્ટમાં સૌરભ ચૌધરી અને મનુ ભાગીદાર બનશે.

ભારતને ઓલિમ્પિકમાં એક મેડલ મળ્યો
ટોક્યો ઓલિમ્પિક્સ ૨૩ જુલાઈથી ૮ ઓગસ્ટ સુધી યોજાવાનો છે. મેડલ ઈવેન્ટ 24 જુલાઈથી શરૂ થઈ ગઈ છે. મેડલ ઈવેન્ટના પહેલા દિવસે ભારતે વેઇટલિફ્ટિંગમાં પ્રથમ મેડલ જીત્યો હતો. મીરાબાઈ ચાનુએ 49 કિલો વજન કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. કર્ણમ મલ્લેશ્વરીએ 2000ના સિડની ઓલિમ્પિકમાં દેશ માટે વેઇટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

અન્ય સમાચારો પણ છે...