ઇતિહાસ રચવામાં મહિલા આગળ:બરમુડા અને ફિલિપીન્સને પહેલો ઓલિમ્પિક ગોલ્ડ મહિલા ખેલાડીઓએ અપાવ્યો

ટોક્યો4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટોક્યો 2020 માં રેકોર્ડ 48.8% મહિલા ખેલાડીઓ, મધ્ય એશિયાના દેશ તૂર્કમેનિસ્તાનની પહેલી ઓલિમ્પિક મેડાલિસ્ટ મહિલા જ છે

ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા ખેલાડીઓની ભાગીદારી 48.8% છે. 21 વર્ષમાં મહિલા ખેલાડીઓની ભાગીદારી 10% સુધી વધી ગઇ. તેનો ફાયદો પણ મળ્યો. આ વખતે ત્રણ દેશ એવા છે, જેમણે ઓલિમ્પિકના ઇતિહાસમાં પહેલીવાર મેડલ પોતાના નામે કર્યા. આ ત્રણ દેશોમાં પહેલો ગોલ્ડ મેડલ મહિલાએ જ અપાવ્યો છે. બરમુડા અને ફિલિપીન્સમાં પહેલી ગોલ્ડ મેડાલિસ્ટ મહિલા ખેલાડી જ છે. જ્યારે તૂર્કમેનિસ્તાનને પહેલો ઓલિમ્પિક મેડલ (સિલ્વર) મહિલા ખેલાડીએ જ અપાવ્યો છે.

બરમુડા: 33 વર્ષની ડફી ટ્રાયથ્લોન ચેમ્પિયન, આ ગોલ્ડ જીતનાર સૌથી નાનો દેશ બન્યો, વસ્તી માત્ર 63 હજાર છે
બરમુડાની ફ્લોરા ડફી પોતાના દેશની પહેલી ગોલ્ડ મેડાલિસ્ટ છે. 33 વર્ષની ડફી ટ્રાયથલોનમાં ઓલિમ્પિક ચેમ્પિયન બની. તેણે 1 કલાક 55 મિનિટ 36 સેકન્ડનો સમય લીધો. ડફી ચોથીવાર ઓલિમ્પિકમાં રમી રહી છે. 56 ખેલાડીઓએ ઇવેન્ટમાં ભાગ લીધો. ડફી બીજા નંબરની ખેલાડીથી લગભગ એક મિનિટ આગળ રહી. બ્રિટનની જોર્જિયા ટેલર બ્રાઉન (1:56.50 કલાક) એ સિલ્વર અને અમેરિકાની કેટી જાફરેસ (1:57.03 કલાક) એ કાસ્ય જીત્યો. બરમુડા ગોલ્ડ જીતનાર સૌથી નાનો દેશ બન્યો. તેની વસ્તી માત્ર 63 હજાર છે. બરમુડા 1936 થી ઓલિમ્પિકમાં ભાગ લઇ રહ્યો છે.

તૂર્કમેનિસ્તાન: વેટલિફ્ટર પોલિનાએ પહેલો મેડલ અપાવ્યો, તે જિમ્નાસ્ટ પણ રહી ચૂકી છે, પહેરીવાર ઓલિમ્પિકમાં રમી રહી છે
પોલિના ગુરયેવાએ વેટલિફ્ટિંગની 59 કિગ્રા વેટ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો. 21 વર્ષની પોલિના તુર્કમેનિસ્તાનની પહેલી ઓલિમ્પિક મેડાલિસ્ટ છે. તેણે 217 કિલો વજન ઉઠાવ્યું. તાઇવાનની કુઓ સિંગ યુને 236 કિલો વજન ઉઠાવ્યું અને ગોલ્ડ પોતાના નામે કર્યો. યજમાન જાપાનની મિકિકો એન્દોહે 214 કિલો વજન ઉઠાવીને કાસ્ય મેડલ જીત્યો. પોલિના પહેલીવાર ઓલિમ્પિકમાં રમી રહી હતી. પોલિના જિમ્નાસ્ટ પણ રહી ચૂકી છે. તુર્કમેનિસ્તાન 1991 માં સોવિયત યુનિયનથી આઝાદ થયું હતું. તેણે 1996 એટલાન્ટા ઓલિમ્પિકથી ડેબ્યુ કર્યું હતું.

ફિલિપીન્સ: ડિયાજ પોતાના દેશની પહેલી ગોલ્ડ મેડાલિસ્ટ, વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ચીનની કિયુનને 1 કિલોથી હરાવી
ફિલિપીન્સની વેટલિફ્ટર હિડિલિન ડિયાજ પોતાના દેશની પહેલી ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ છે. 30 વર્ષની ડિયાજે 55 કિગ્રા વેટ કેટેગરીમાં 224 કિલો વજન ઉઠાવીને ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો. તેણે સ્નેચમાં 97 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 127 કિલો વજન ઉઠાવ્યું. ડિયાજએ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર અને મેડલની દાવેદાર માનવામાં આવનાર ચીનની લિયાઓ કિયુનને એક કિલોથી હરાવી. કિયુનને સિલ્વર અને કજાખસ્તાનની જુલ્ફિયા ચિનશેનલો (213 કિલો) ને કાસ્ય મળ્યો. ડિયાજે રિયોમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે ફિલિપીન્સનો 20 વર્ષ બાદ પહેલો મેડલ હતો.

અન્ય સમાચારો પણ છે...