ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય દીકરીઓનું પ્રભુત્વ:મેરીકૉમ-સિંધુ અને મનિકા બત્રાએ પોત-પોતાની સ્પર્ધા જીતી; હોકીમાં ઓસ્ટ્રેલિયાએ ઈન્ડિયાને 7-1થી હરાવ્યું

ટોક્યો6 મહિનો પહેલા
  • 10 મીટર એર પિસ્તોલમાં મનુ અને યશસ્વિની ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની દીકરીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન થઈ રહ્યું છે. રવિવારની રમતમાં બોક્સિંગમાં એમસી મેરીકોમ, બેડમિન્ટનમાં પીવી સિંધુ અને ટેબલ ટેનિસમાં મનિકા બત્રાએ પોત-પાતાની રમતમાં જીત મેળવી હતી. જો કે શૂટિંગમાં અને ટેનિસમાં નિરાશા મળી છે. બેડમિન્ટનમાં પીવી સિંધુએ ઈઝરાયલનની પ્રતિદ્વંદી સેનિયા પોલિકારપોવાને હરાવી હતી. તો બીજી બાજુ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પૂલ-Aની પુરુષ હોકી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ 7-1ના મોટા માર્જિનથી હરાવ્યું હતું.

બોક્સિંગમાં એમસી મેરીકોમે રાઉન્ડ ઓફ 32ની સ્પર્ધામાં ડોમનિકન રિપબ્લિકની ગાર્સિયા હર્નાડેઝને 4-1થી હરાવી. ટેબલ ટેનિસમાં મનિકા બત્રાએ 20મી સીડ યૂક્રેનની ખેલાડીને હરાવી હતી. રોઈંગમાં પણ સારા સમાચાર આવી રહ્યા છે. પુરુષોની લાઈડ વેટ ડબલ્સ સ્કલ્સ ઈવેન્ટમાં અર્જુનલાલ અને અરવિંદ સિંહની જોડી રેપચેજ રેસ દ્વારા સેમીફાઈનલમાં ક્વાલિફાઈ થયા છે.

મનુ ભાકર (ડાબે) અને યશસ્વિની દેસવાલ 10 મીટર એર પિસ્તોલમાં મીડલ રાઉન્ડમાંથી બહાર.
મનુ ભાકર (ડાબે) અને યશસ્વિની દેસવાલ 10 મીટર એર પિસ્તોલમાં મીડલ રાઉન્ડમાંથી બહાર.

​​​​પીવી સિંધુએ તેની પ્રથમ મેચ જીતી, 10 મીટર એર પિસ્તોલમાં મનુ અને યશસ્વિની ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ; રોઇંગ ટીમ સેમી ફાઇનલમાં
ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ રાઉન્ડના બીજા દિવસે (25 જુલાઈએ) ભારતની શરૂઆત બહુ સારી રહી નહોતી. મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ભારતની મનુ ભાકર અને યશસ્વિની દેસવાલ ફાઇનલ માટે ક્વોલિફાય થઈ શકી ન હતી. ક્વોલિફિકેશન રાઉન્ડમાં મનુ 575 પોઈન્ટ સાથે 12મા અને દેસવાલ 573 પોઈન્ટ સાથે 13મા ક્રમે રહી છે. જો કે, રોઇંડ (નૈકાયન) તરફથી એક સારા સમાચાર આવ્યા છે. પુરૂષોની લાઇટવેઇટ ડબલ્સ સ્કલ્સ ઇવેન્ટમાં, અર્જુન લાલ અને અરવિંદ સિંહની જોડીએ રેપચેજ રેસ દ્વારા સેમિ-ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું.

સિંધુ 28 મિનિટમાં જીતી ગઈ
બેડમિંટન મેડલની આશા અને રિયો સિલ્વર મેડલ વિજેતા પી.વી. સિંધુએ ગ્રુપ સ્ટેજમાં પોતાનો પ્રથમ મુકાબલો જીત્યો છે. તેણે ગ્રુપ જે. ના મુકાબલામાં ઇઝરાયલની સેનિયા કેસેનીયા પોલિકાર્પોવાને 21-7, 21-10થી સરળતાથી હરાવી. સિંધુએ મેચ ફક્ત 28 મિનિટમાં સમાપ્ત કરી હતી. આ દરમિયાન તેણે સતત 12 પોઇન્ટ પણ પોતાના નામે કર્યા.

ભારતીય શૂટર દિવ્યાંશ સિંહ પંવારના ઘરે તેની સફળતા માટે હવન કરવામાં આવ્યો હતો.
ભારતીય શૂટર દિવ્યાંશ સિંહ પંવારના ઘરે તેની સફળતા માટે હવન કરવામાં આવ્યો હતો.

દિવ્યાંશની સફળતા માટે ઘરે હવન
આજે ભારતીય શૂટર દિવ્યાંશ સિંહ પંવાર પુરુષની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં ભાગ લેશે. તેની સફળતા માટે, પરિવારના સભ્યોએ રોહતકમાં ઘરે હવન કરાવ્યો છે. હવન શનિવારની સાંજે પણ થયો હતો અને રવિવારે સવારે પણ થઈ રહ્યો છે. 18 વર્ષનો દિવ્યંશ ભારતીય ટુકડીનો સૌથી યુવા ખેલાડી છે.

શૂટિંગઃ સ્કીટ ઇવેન્ટનો ક્વોલિફિકેશન રાઉન્ડ
શૂટિંગમાં રવિવારે પુરુષ અને મહિલા સ્કીટ ઇવેન્ટમાં ક્વોલિફિકેશન રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. જેનાં પહેલા દિવસે ભારતનાં અંગદ વીર સિંહ બાજવા 73 પોઇન્ટ સાથે 11માં ક્રમાંકે અને મૈરાજ અહેમદ ખાન 71 પોઇન્ટ સાથે 25માં ક્રમાકે છે. સોમવારે ક્વોલિફિકેશનનો બીજો રાઉન્ડ રમાશે.

પહેલો સેટ જીત્યા પછી સાનિયા-રૈનાનાં વળતા પાણી
ટેનિસ મહિલા ડબલ્સ ઇવેન્ટમાં ઈન્ડિયાની સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાએ પહેલા રાઉન્ડમાં સારુ પ્રદર્શન કર્યું હતું. એક સમયે આ બંને ટેનિસ સ્ટાર્સે યૂક્રેનની નાદિયા અને લિયૂડમ્યલા સામે 6-0, 5-3થી લીડ મેળવી લીધી હતી, પરંતુ ત્યાંથી યૂક્રેનની ટેનિસ પ્લેયર્સે પણ ગેમમાં વાપસી કરી અને સાનિયા-અંકિતાની જોડીને 0-6, 7-6, 10-8થી પરાસ્ત કરી હતી.

ટોક્યો ઓલિમ્પિકમાં પર્ફોર્મ કરતી ઈન્ડિયન જીમ્નાસ્ટ પરિણિતી નાયક.
ટોક્યો ઓલિમ્પિકમાં પર્ફોર્મ કરતી ઈન્ડિયન જીમ્નાસ્ટ પરિણિતી નાયક.

ઈન્ડિયન જિમ્નાસ્ટ ફાઇનલ માટે ક્વોલિફાઇ ના કરી શકી
ઈન્ડિયન જિમ્નાસ્ટ પરિણિતી નાયક આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સના ઓલરાઉન્ડ ઇવેન્ટના ફાઇનલમાં ના પહોંચી શકી. પરિણિતિએ ફ્લોર ઇવેન્ટમાં 10.633નો સ્કોર કર્યો હતો, જ્યારે વૉલ્ટમાં એણે 13.466, અનઇવન બાર્સમાં 9.033 અને બેલેન્સ બીમમાં 9.433નો સ્કોર કર્યો હતો.

ટેબિલ ટેનિસઃ મેન્સ સિંગલમાં સથિયાન ગનાસેકરન પરાસ્ત
ટેબલ ટેનિસના મેન્સ સિંગલ ઇવેન્ટમાં ઈન્ડિયન સાથિયાન ગનાસેકરનને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઈવેન્ટના બીજા રાઉન્ડની સ્પર્ધામાં એને હોંગકોંગની હાંગ સિયૂ લામે 7-11, 11-7, 11-4, 11-5, 9-11, 10-12, 6-11થી હરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...