તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાણો હોકીની દીવાલને:ભારતીય ગોલકીપર સવિતાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 9 પેનલ્ટી કોર્નર રોક્યાં, 17 કાઉન્ટર અટેકને નિષ્ફળ કર્યા; ઓસ્ટ્રેલિયન હાઇ કમિશનરે વખાણ કર્યાં

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય મહિલા હોકી ટીમે પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અને 3 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવીને ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયા પ્રથમ વખત સેમી-ફાઈનલમાં પહોંચી છે. સોમવારે મળેલી જીતમાં એકમાત્ર ગોલ લગાવનારી ગુરજિત કૌરથી પણ વધુ મુખ્ય રોલ ભારતીય ગોલકીપર સવિતાએ નિભાવ્યો હતો.

તે ઓસ્ટ્રેલિયાની ટીમના સામે દીવાલ બની ઊભી રહી. તેણે ભારત તરફથી 9 પેનલ્ટી કોર્નર અને 17 કાઉન્ટર અટેક બચાવ્યાં હતાં. માત્ર ભારત જ નહીં, ઓસ્ટ્રેલિયાએ પણ સવિતાનાં ખૂબ વખાણ કર્યા હતા. ઓસ્ટ્રેલિયાના હાઇ કમિશનર બેરી ઓ'ફેરેલને તેને 'ગ્રેટ વોલ ઓફ ઇન્ડિયા' ગણાવી છે.

છેલ્લી 2 મીનિટમાં ઓસ્ટ્રેલિયાના 2 પેનલ્ટી કોર્નર નિષ્ફળ
સવિતા આખી મેચ દરમિયાન શાંતિ અને ધૈર્ય સાથે ઊભી રહી અને પોતાનું 100% પ્રદર્શન આપ્યું. તેણે ઓસ્ટ્રિલિયાના ફોર્વર્ડસના દરેક હુમલાને નિષ્ફળ બનાવી દીધા. એ દરમિયાન ઈન્ડિયન ડિફેન્સે પણ સવિતાને સારો સાથ આપ્યો. 31 વર્ષની સવિતાને હરાવવી ઓસ્ટ્રેલિયા ટીમ માટે અસંભવ સાબિત થયું.

મેચ દરમિયાન છેલ્લી 3 મિનિટમાં ઓસ્ટ્રેલિયાની ટીમને 2 પેનલ્ટી મળી હતી. એવામાં પૂરું દબાણ સવિતા પર હતું. જોકે તેણે પોતાના આત્મવિશ્વાસ અને એકાગ્રતા ન ખોઈને ટીમ ઈન્ડિયાને ઈતિહાસ રચવામાં મદદ કરી.

કૃષ્ણા નામના એક સોશિયલ મીડિયા યુઝરે આ તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે ઓસ્ટ્રેલિયન ટીમે સવિતા પૂનિયાને આ રીતે જોઈ હતી.
કૃષ્ણા નામના એક સોશિયલ મીડિયા યુઝરે આ તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે ઓસ્ટ્રેલિયન ટીમે સવિતા પૂનિયાને આ રીતે જોઈ હતી.

સવિતાએ પોતાના દાદાના લીધે હોકી રમવાનું શરૂ કર્યું હતું
સવિતાનો જન્મ 11 જૂન 1990માં હરિયાણાના સિરસાના જોધકન ગામમાં થયો હતો. તેમના દાદા મહિંદર સિંહે તેને હોકી રમવા માટેની પ્રેરણા આપી હતી. સવિતાએ સ્કૂલમાં જ હોકી ટીમને જોઇન કરી હતી. સવિતા જણાવે છે કે જો આ રમત દાદાની મનપસંદ ના હોત તો હું આજે જૂડો કે બેડમિન્ટન પ્લેયર હોત.

2001માં સવિતાની માતાને ઓર્થરાઇટિસ થઇ ગયું. એના પછી સવિતા પર ઘરની જવાબદારી આવી હતી. તે ઘરનું દરેક કામ સંભાળતી હતી. સવિતાના દાદા તેને હોકીમાં ધ્યાન આપવાનું કહેતા અને ઘરના બીજા લોકોએ ઘરનું કામ સંભાળીને તેને મદદ કરી હતી.

આખી મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાનાં ખેલાડીઓ અટેક કરતાં રહ્યાં, પરંતુ સવિતાએ સામનો કર્યો.
આખી મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાનાં ખેલાડીઓ અટેક કરતાં રહ્યાં, પરંતુ સવિતાએ સામનો કર્યો.

સવિતા ગિયર પહેરીને 2 કલાકના પ્રવાસ પછી SAI પહોંચતી હતી
ભારતમાં ખેલાડીઓને રમત પસંદ કરવામાં તકલીફોનો સામનો કરવો પડે છે. પરિવારના દબાણને લીધે તેઓ રમતને પોતાનું કરિયર નથી બનાવી શકતા, પરંતુ સવિતા સાથે આવું ન થયું. પરિવારના સભ્યો ઈચ્છતા હતા કે તે હોકીમાં પોતાની જાન લગાવી દે. એ માટે તેણે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(SAI)ને જોઈન કર્યું. તે રોજ ગોલકીપિંગ ગિયરમાં બસથી 2 કલાક ટ્રાવેલ કરીને SAI પહોંચતી હતી.

આશાઓ પર ખરી ઊતરવા હોકી પર જોર લગાવ્યું
સવિતાએ પોતાના પિતાને પહેલેથી જ હોકી માટે ના પાડી હતી, પરંતુ તેમણે મને ગોલકીપિંગ કિટ આપી-પિતાએ મને એવા સમયે કિટ આપી, જ્યારે તેમની પાસે પૈસા નહોતા. ત્યારે મને લાગ્યું કે પરિવારની આશાઓ પર ખરું ઊતરવું છે. SAIમાં ગોલકીપિંગની જવાબદારી સોંપવામાં આવી, કેમ કે હું ગ્રુપમાં સૌથી લાંબી હતી.

સવિતાને તેની ઊંચાઈને લીધે ટીમમાં સ્થાન મળ્યું.
સવિતાને તેની ઊંચાઈને લીધે ટીમમાં સ્થાન મળ્યું.

2011માં સવિતાએ હોકી ટીમમાં ઈન્ટરનેશનલ ડેબ્યુ કર્યું
2007માં સવિતાને ટીમ ઈન્ડિયાના સિનિયર કેમ્પમાં જગ્યા મળી. જોકે તેમ છતાં ડેબ્યુ માટે તેને 4 વર્ષની રાહ જોવી પડી હતી. તેણે 2011માં ઈન્ટરનેશનલ ડેબ્યુ કર્યું હતું. ત્યાર પછી તેણે કદી પાછું વળી જોયું નથી.

સવિતા 2013માં એશિયા કપમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ટીમ ઈન્ડિયાનો ભાગ રહી હતી. એ પછી બેલ્જિયમમાં 2015 હોકી વર્લ્ડ લીગમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતી. તેનું શાનદાર ગોલકીપિંગ અને ભારતના શાનદાર પર્ફોર્મન્સની મદદથી તેણે 2016 રિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કર્યું.

સવિતાએ એ પછી 2016માં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી અને 2017 એશિયા કપમાં ગોલ્ડ, 2018 એશિયન ગેમ્સમાં સિલ્વર, 2018 વર્લ્ડ કપમાં સેમી-ફાઇનલ અને 2021 ઓલિમ્પિકના સેમી-ફાઇનલ સુધી પહોંચાડવા મદદ કરી. 2015માં સવિતાને બલજિત સિંહ ગોલકીપર ઓફ ધ યરનો અવોર્ડ પણ મળ્યો હતો. હોકી માટે તેને 1 લાખ રુપિયાની ઈનામી રકમ પણ આપવામાં આવી. તેને 2018માં અર્જુન અવોર્ડ પણ મળ્યો હતો.

સવિતાએ રિયો ઓલિમ્પિકનાં દુઃસ્વપ્નોને પાછળ છોડવાં પડશે
સવિતાએ ટોક્યો ઓલિમ્પિક્સની શરૂઆત થયા પહેલાં કહ્યું હતું કે અમે રિયોમાં 12મા ક્રમે રહ્યા હતા, એ એક દુઃસ્વપ્ન જેવું હતું, પરંતુ ટોક્યો ઓલિમ્પિક્સમાં ક્વોલિફાઇ થયા પછી અમે આ દુઃસ્વપ્નને પાછળ છોડી દેવાનું વિચાર્યું. રિયોમાં અમારી ટીમના મોટા ભાગના ખેલાડીઓ નવા હતા.

સવિતાએ કહ્યું, "અમે રિયોમાં ઘણી ભૂલો કરી હતી. મારું લક્ષ્ય ટોક્યો ઓલિમ્પિક્સમાં મારી ટીમ માટે સારું પ્રદર્શન કરવાનું છે. હવે સવિતાએ ઓસ્ટ્રેલિયા સામેના તેના પ્રદર્શનથી એ સાબિત કરી દીધું છે. સેમી-ફાઈનલમાં આર્જેન્ટીના સામેની તેની ભૂમિકા પણ નિર્ણાયક બની રહેશે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જીત પછી ભારતીય ટીમ.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જીત પછી ભારતીય ટીમ.

ભારતીય મહિલા હોકી ટીમ પહેલીવાર સેમી-ફાઇનલમાં
ભારતીય મહિલા હોકી ટીમ પ્રથમ વખત ઓલિમ્પિકની સેમી-ફાઈનલમાં પહોંચી છે. ભારતે ક્વાર્ટર ફાઈનલમાં 3 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવ્યું હતું. ભારત તરફથી ગુરજિત કૌરે 22મી મિનિટે પેનલ્ટી કોર્નર પર એકમાત્ર ગોલ ફટકાર્યો હતો. હવે ટીમ ઈન્ડિયા 4 ઓગસ્ટે સેમી-ફાઈનલમાં આર્જેન્ટીના સામે ટકરાશે. આર્જેન્ટીનાએ ક્વાર્ટર ફાઈનલમાં જર્મનીને 3-0થી હરાવીને સેમી-ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...