ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે 13 વર્ષ પછી ગોલ્ડ મેડલ જીતનાર ભાલા ફેંક એથ્લીટ નીરજના વર્કઆઉટ વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. ગોલ્ડ મેડલ જીતવા પાછળ નીરજની સફળતાનું મુખ્ય કારણ એની સ્ટ્રોંગ ફિટનેસ પણ છે. નીરજના વિવિધ ફિટનેસ વીડિયોને જોતા એ સાબિત થાય છે કે તેણે ગોલ્ડ મેડલ મેળવવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. તો ચલો આપણે ઈન્ડિયન એથ્લેટિક્સને નવી દિશા પ્રદાન કરનાર નીરજની તનતોડ મહેનતના વીડિયો પર નજર ફેરવીએ......
નીરજના વર્કઆઉટમાં તમને હેવી બોડી-બિલ્ડીંગ અને વેઇટ લિફ્ટિંગ જોવા નહીં મળે. નીરજે શરૂઆતથી જ પોતાના બોડીને ફ્લેક્સિબલ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. એ 'ડ્રેગલ ફ્લેગ' એક્સરસાઈઝ દ્વારા પોતાના શરીરને 90 ડિગ્રી સુધી બેન્ડ કરવાની તાલીમ લે છે.
નીરજ પોતાના વર્કઆઉટ દરમિયાન બૈરિયર જમ્પની એક્સરસાઈઝ પણ કરે છે. તમને જણાવી દઇએ કે એક એથ્લીટનું બોડી જેટલું ફ્લેક્સિબલ હોય એટલી જ એને ઈજા ઓછી પહોંચે છે.
નીરજ ચોપરાનો 360 ડિગ્રી એન્ગલ સુધી બેક બેન્ડ કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. નીરજને આ એક્સરસાઈઝની સહાયતા ભાલા ફેંક દરમિયાન પણ ઘણી સહાયતા મળે છે અને તે આ ટેક્નિકનો ઉપયોગ કરીને પોતાનું બેસ્ટ પ્રદર્શન પણ આપે છે.
નીરજ ચોપરા પોતાના પગ અને સાથળને સ્ટ્રોંગ કરવા માટે સ્વિસ બોલ પર શરીરને બેલેન્સ કરતો હોય છે. આ એક્સરસાઈઝથી નીરજને પોતાની એકાગ્રતા સાથે વેઇટ ટ્રાન્સફર કરવામાં પણ મદદ મળે છે.
કોરોનાના લીધે જીમ બંધ હોવા છત્તા પણ તેણે પોતાની ફિટનેસ પર વધુ કામ કર્યુ અને ઓલિમ્પિકમાં તેનુ પરિણામ તેને મળ્યું
આપણા શરીરનો પૂરો ભાગ આપણા પગ ઉપર નિર્ભર હોય છે, જો પગ જ મજબૂત ના હોય તો ઉપરનો ભાગ કેવી રીતે મજબૂત હોઈ શકે? તે કારણે નીરજ ચોપરા પગને મજબૂત કરવા માટે ખૂબ જ સ્ક્વાટ્સ લગાવે છે. તેના સિવાય તે બેન્ચ પ્રેસ, શોલ્ડર, ટ્રાઈ સેપ્સ અને બાઈસેપ્સને પણ સારી રીતે ટ્રેંડ કરે છે.
કેટલાક જીમ જનારાઓ ઘણીવાર ડેડ લિફ્ટ લગાવવામાં ડરતા હોય છે. આ કસરતો ખૂબ મુશ્કેલ છે અને પીઠની ઈજાનું જોખમ વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે નીરજ નિયમિતપણે જીમમાં ડેડ લિફ્ટ લગાવે છે.
શું છે નિરજની ડાયટ-નીરજે જણાવ્યું કે તે સાલ્મન ફિશ ખાય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી વસ્તુ છે અને તેણે થોડા સમય પહેલા જ તેને પોતાની ડાયટમાં સામેલ કરી છે. તેના સિવાય તેઓ બ્રેડ આમલેટ, ભાત અને માતાના હાથથી બનેલો ચૂરમો ખાવો ઘણો પસંદ છે. પોતાના વર્કઆઉટ સેશન પછી તેઓ તાજા ફળો અને જ્યુસ પિવાનું વધારે પસંદ કરે છે.
નીરજ ટૂર્નામેન્ટ અથવા મેચ દરમિયાન વધુ ફેટવાળી વસ્તુઓથી દૂર રહેવુ જોઈએ. તે દરમિયાન નીરજ સલાડ અને ફળોનું વધુ સેવન કરવુ જોઈએ. તે ડાયટમાં ઈંડા અને ગ્રિલ ચિકન બ્રેસ્ટ પણ ખાય છે. તે દરેક ખોરાકથી શરીરને જરૂરી પ્રોટીન મળી રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.