121 વર્ષનો ઇન્તેઝાર ખતમ:નીરજ ચોપરાએ ભારતને એથ્લેટિક્સમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો, PM મોદીએ વીડિયો કોલમાં કહ્યું- પાણીપતે પાણી બતાવ્યું

ટોક્યો5 મહિનો પહેલા
  • 87.58 મીટર થ્રો સાથે નીરજ ગોલ્ડન બોય બન્યો
  • ટોક્યો ઓલિમ્પિકમાં ઈન્ડિયાએ 7 મેડલ જીત્યા, 1 ગોલ્ડ - 2 સિલ્વર - 4 બ્રોન્ઝ
  • 2012મા ઈન્ડિયાએ લંડન ઓલિમ્પિકમાં 4 બ્રોન્ઝ અને 2 સિલ્વર સાથે કુલ 6 મેડલ જીતેલા

ભારતની એથ્લેટિક્સમાં મેડલ જીતવાની 121 વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ ગઈ છે. ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ ભારતને ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. નીરજે ફાઇનલમાં 87.58 મીટરનો થ્રો ફેંકી સીધું ગોલ્ડ પર નિશાન સાધ્યું હતું. ગોલ્ડ મેડલ જીત્યા પછી નીરજની પ્રથમ પ્રતિક્રિયા એ હતી કે આ મારા માટે અને દેશ માટે ગૌરવની ક્ષણ છે. એવામાં ભારત માટે ટોક્યો ઓલિમ્પિકનો પહેલો ગોલ્ડ મેડલ જીતનાર નીરજને વડાપ્રધાન મોદીએ વીડિયો કોલ કરી શુભેચ્છા પાઠવી હતી. PMએ કહ્યું કે પાણીપતે પાણી બતાવ્યું, ટોક્યો ઓલિમ્પિક પહેલા આપણી વાતચીત દરમિયાન તમે આત્મવિશ્વાસથી સભર હતા. મને એ સમયે જ તમારા ચહેરા પર 'ગોલ્ડનું તેજ' જોવા મળ્યું હતું. ઓલિમ્પિક ઇવેન્ટના અંતિમ તબક્કામાં તમે દેશનું નામ રોશન કર્યું છે. સમગ્ર દેશને તમારા પર ગર્વ છે.

જુઓ નીરજ ચોપરાનો ગોલ્ડન થ્રો

નીરજ ચોપરાની 'સુવર્ણ ક્ષણ'

  • નીરજ ચોપરાએ પહેલા પ્રયાસમાં 87.03 મીટર દૂર ભાલો ફેંક્યો હતો.
  • બીજા થ્રોમાં એણે 87.58 મીટર દૂર ભાલો ફેંકી ગોલ્ડ મેડલમાં પ્રબળ દાવેદારી નોંધાવી દીધી હતી. આ ક્વોલિફાઈંગ રાઉન્ડના થ્રો 86.65 મીટર કરતા પણ વધુ છે.
  • ત્રીજા પ્રયાસમાં નીરજે 76.79 મીટર દૂર થ્રો ફેંક્યો છે. નીરજે પોતાના ચોથા અને પાંચમા પ્રયાસમાં ફાઉલ થ્રો કર્યો હતો.
  • છઠ્ઠા પ્રયાસમાં નીરજ ચોપરાએ 84.24 મીટર દૂર ભાલો ફેંક્યો હતો.
  • 86.67 મીટરનાં થ્રો સાથે ચેકનો જાકુબ વેદલેચ બીજા નંબર પર રહ્યો હતો.
  • 85.44 મીટરનાં થ્રો સાથે ચેકનો વિતેસ્લાવ વેસેલી ત્રીજા નંબર પર રહ્યો હતો.

ગુજરાતનાં CM રૂપાણીએ નીરજને શુભેચ્છા પાઠવી
ટોક્યો ખાતે ચાલી રહેલા ઓલિમ્પિકની એથ્લેટિક્સમાં ભાલા ફેંક રમતમાં ભારતને સૌ પ્રથમ ગોલ્ડ અપાવનાર નીરજ ચોપડાને ગુજરાતના CM વિજય રૂપાણીએ અભિનંદન પાઠવ્યા છે. CM વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પોર્ટ્સને વિશેષ મહત્વ આપી એથલીટ્સને તેમની પ્રતિભા ઉજાગર કરી શકે તેવુ પ્રોત્સાહક વાતાવરણ આપ્યું છે. વળી આના કારણે જ વૈશ્વિક એથ્લેટિક્સમાં દેશના રમતવીરો સારૂ પ્રદર્શન કરી રહ્યા હોવાની વાત પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉમેરી હતી.

BCCI સેક્રેટરી જય શાહે એથ્લીટ્સને કેશ પ્રાઈઝ આપવાની જાહેરાત કરી હતી. જય શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાને 1 કરોડ રૂપિયા, સિલ્વર મેડલિસ્ટ - મીરાબાઈ ચાનૂ અને રવિ કુમારને રૂ. 50 લાખ, બ્રોન્ઝ મેડલિસ્ટ પીવી સિંધુ અને લવલિનાને રૂ.25 લાખ તથા હોકી ટીમને રૂ. 1 કરોડ કેશ પ્રાઈઝ આપશે.

2019મા એલ્બો સર્જરી બાદ નીરજે કમબેક કર્યું

ઓલિમ્પિકમાં ભાગ લેતા પહેલા PM મોદીએ નીરજનો ઉત્સાહ વધાર્યો હતો
23 જુલાઈથી ઓલિમ્પિક શરૂ થવાની હતી એની પહેલાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 જુલાઈએ એથ્લીટ્સ સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન PM મોદીએ નીરજને પૂછ્યું હતું કે તમે ઈન્જરી પછી કેવી રીતે ભાલાફેંકમાં કમબેક કર્યું? તમારી ઓલિમ્પિક સફર અંગે થોડી માહિતી આપો.

PM મોદીના સવાલનો જવાબ આપતાં હરિયાણાના એથ્લીટ નીરજે કહ્યું હતું કે વર્લ્ડ ચેમ્પિયન અને એશિયાઈ ચેમ્પિયનશિપને મિસ કર્યા પછી મેં ટોક્યો ઓલિમ્પિક્સ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. ઈન્જરી પછી મેં મારી પ્રથમ પ્રતિયોગિતામાં ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરી લીધું હતું. જોકે ગત વર્ષે ઓલિમ્પિકને કોરોના મહામારીને કારણે સ્થગિત કરાઈ હતી, પરંતુ મેં મારો અભ્યાસ ચાલુ રાખ્યો હતો.

રાષ્ટ્રિયભવનના સોશિયલ મીડિયા અકાઉન્ટે શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન મોદીએ પણ નીરજને શુભેચ્છા પાઠવી

જમ્મુમાં નીરજ ચોપરના ગોલ્ડન થ્રો બાદ આર્મીનાં જવાનોનું સેલિબ્રેશન શરૂ

પાકિસ્તાની ભાલા ફેંક ખેલાડી અરશદ નદીમે પણ શુભેચ્છા પાઠવી

ગોલ્ડ પર નિશાન સાધ્યા પછી નીરજ ચોપરાની પ્રતિક્રિયા
ગોલ્ડ પર નિશાન સાધ્યા પછી નીરજ ચોપરાની પ્રતિક્રિયા

13 વર્ષ બાદ ભારતે ગોલ્ડ જીત્યો
ઓલિમ્પિક ગેમ્સમાં 13 વર્ષ પછી ઈન્ડિયાને કોઇપણ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. આની પહેલા 2008મા બીજિંગ ઓલિમ્પિકમાં શૂટર અભિનવ બિન્દ્રાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. બિંન્દ્રાએ 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ પોતાને નામ કર્યો છે.

નીરજ ચોપરાનો 20 વર્ષ પહેલાનો ફોટો વાઇરલ

ગોલ્ડ મેડલ જીત્યા પછી નીરજ ચોપરાએ હાંશકારો અનુભવ્યો
ગોલ્ડ મેડલ જીત્યા પછી નીરજ ચોપરાએ હાંશકારો અનુભવ્યો

ભારતનો અત્યાર સુધી 10મો ગોલ્ડ
આ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનો અત્યારસુધી 10મો ગોલ્ડ મેડલ છે. ભારતે આ પહેલા હોકીમાં 8 અને શૂટિંગમાં 1 ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પ્રમાણે ભારતનો આ બીજો વ્યક્તિગત ગોલ્ડ મેડલ પણ છે.

ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટ્સ એટલે કે એથ્લેટિક્સ કોઇપણ ઓલિમ્પિક ગેમ્સનું મુખ્ય આકર્ષણ છે, પરંતુ આજ સુધી કોઇ ભારતીય આ ઇવેન્ટ્સમાં મેડલ જીતી શક્યો નથી. બ્રિટિશ ભારત તરફથી રમતા નોર્મન પ્રિટચાર્ડે વર્ષ 1900ના ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં બે મેડલ જીત્યા હતા, પરંતુ તેઓ અંગ્રેજ હતા, ભારતીય નહીં. જેવલિન થ્રોઅર (ભાલાફેંક) નીરજ ચોપરા શનિવારે ભારતની 121 વર્ષની પ્રતીક્ષાનો અંત લાવી શકે છે.

ભારતની સૌથી સફળ ઓલિમ્પિક
ભારતની આ સૌથી સફળ ઓલિમ્પિક ઇવેન્ટ રહી છે. આની પહેલા લંડન ઓલિમ્પિકમાં ભારતે 6 મેડલ જીત્યા હતા. એવામાં અત્યારે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે 7 મેડલ જીત્યા છે. નીરજ ચોપરાનાં ગોલ્ડની સાથે મીરાબાઈ ચાનૂએ વેઇટલિફ્ટિંગમાં સિલ્વર, પીવી સિંધુએ બેડમિન્ટનમાં બ્રોન્ઝ અને લવલિના બોરગોહેને બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

ક્વોલિફાઇંગમાં 86 મીટરથી ઉપર થ્રો કર્યો હતો
અત્યારે નીરજ શાનદાર ફોર્મમાં છે. તેણે ટોક્યો ઓલિમ્પિકમાં જેવલિન થ્રો (ભાલાફેંક)ની ક્વોલિફાઇંગ ઇવેન્ટમાં 86.65 મીટર થ્રો કર્યો હતો. તેણે ગ્રુપ A અને ગ્રુપ Bમાં મળીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. નીરજનું વ્યક્તિગત શ્રેષ્ઠ 88.06 મીટર છે. આ થ્રો સાથે તેણે 2018 એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. જો તેઓ ફાઇનલમાં આ પ્રદર્શનનું પુનરાવર્તન કરશે તો મેડલ જીતવાની તેમની તકો ઘણી વધી જશે.

જર્મન કોચ પાસેથી તાલીમ લીધી છે
નીરજ ચોપરાએ પોતાની થ્રોઇંગની કુશળતા સુધારવા માટે જર્મનીના બાયોમિકેનિક્સ નિષ્ણાત ક્લાઉસ બાર્તોનિટ્ઝ પાસેથી તાલીમ લીધી છે, ત્યારથી તેના પ્રદર્શનમાં સાતત્ય આવ્યું છે.

5 મોટી ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો છે
ભારતીય સેનામાં કામ કરનારા નીરજે પોતાની કારકિર્દીમાં અત્યારસુધીમાં 5 મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. તેણે એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ચેમ્પિયનશિપ, સાઉથ એશિયન ગેમ્સ અને વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.

વજન ઘટાડવા માટે આવ્યો હતો એથ્લેટિક્સમાં
નીરજ ચોપરા હરિયાણાના પાણીપત જિલ્લાનો રહેવાસી છે. તે વજન ઘટાડવા માટે એથ્લેટિક્સમાં જોડાયો હતો. ટૂંક સમયમાં તેણે વય જૂથ સ્પર્ધાઓ સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કરવાનું શરૂ કર્યું અને અન્ય ટૂર્નામેન્ટમાં પણ જીત મેળવી હતી. 2016માં તે ભારતીય સેનામાં જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...