ભાસ્કર ઇન્ટરવ્યૂ:મેરિકોમ ત્રણ બાળકો હોવા છતાં રમી રહી છે, બધાએ તેની પાસેથી શીખવું જોઇએ: વિજેન્દર

ચંદીગઢ5 મહિનો પહેલાલેખક: ગૌરવ મારવાહ
  • કૉપી લિંક

ભારતીય બોક્સિંગ ટીમને પહેલાની ઓલિમ્પિક કરતા આ વખતે ઘણી મજબૂત માનવામાં આવી રહી છે. બીજિંગ ઓલિમ્પિકના કાસ્ય પદક વિજેતા વિજેન્દર સિંહ આ વાતને સાચુ માની રહ્યા છે. તેમનું કહેવું છે કે મેરિકોમ ઘણી મજબુત છે અને આજ મજબૂતાઈ સાથે તે ઓલિમ્પિકમાં રમશે. તો અમિત પાંઘલ વર્લ્ડ નંબર 1 સાથે મેદાન પર ઉતરશે.

જ્યારે વિકાસને પણ પોતાના અનુભવની સાથે ગેમ્સમાં રમવાના છે. અન્ય બોક્સર પણ મેડલ માટે મોટા દાવેદાર છે. ચાહકો પોતાના સ્ટાર્સને સોની ટેન 1 અને 4 ચેનલ પર લાઇવ જોઇ શકશે. વિજેન્દર સાથે વાતચીતના અંશ...

  • ભારતીય બોક્સિંગ ટીમ પાસેથી તમારે શું અપેક્ષા છે?

મને આશા છે કે અમે આ વખતે એક કે બે મેડલ જરૂર જીતીશું. અમારા મેડલનો રંગ પણ બદલાશે અને ગણતરી પણ વધશે. અમારી પાસે મેરીકોમ, વિકાસ કૃષ્ણ અને અમિત પંઘાલ જેવા સ્ટાર બોક્સર છે જે ઘણા અનુભવી છે.

  • વિકાસ ત્રીજો અને મેરિકોમ બીજો ઓલિમ્પિક રમશે. તમે કઇ રીતે જોઇ રહ્યા છો?

મેરિકોમ અને વિકાસ પોતાના અનુભવ જરૂર બીજા સાથે શેર કર્યો હશે. ખાસ કરીને મનીષની સાથે. ઓલિમ્પિક ચાર વર્ષ થાય છે અને આ બધા માટે મહત્વનો હોય છે. નવા ખેલાડીઓ માટે અને અનુભવી માટે પણ. મેરિકોમ અને વિકાસ પોતાનું કામ કરી રહ્યા છે અને યુવાઓને જરૂર સપોર્ટ અને મોટિવેશન મળશે.

અન્ય સમાચારો પણ છે...