ટોક્યો ઓલિમ્પિક્સ LIVE:ભારતની લવલિના બોરગોહેન મેડલ મેળવવાથી માત્ર એક જીત દૂર, શૂટરમાં ચારેય જોડીઓ બહાર; હોકીમાં જોરદાર વાપસી

ટોક્યો4 મહિનો પહેલા
ભારતની લવલિના બોરગોહેન પ્રિ ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં જર્મન બોક્સરનો સામનો કરી રહેલ.
  • ભારતીય પુરુષ હોકી ટીમે પૂલ-એની મેચમાં સ્પેનને 3-0થી હરાવ્યું

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય બોક્સર લવલિના બોરગોહેન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. મહિલાઓના 69 કિલો વજનના વર્ગના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં 23 વર્ષીય લવલિનાએ જર્મનીની 35 વર્ષીય બોક્સર નાદિને એપેટ્જને હાર આપી. લવલિનાએ આ બાઉટ સ્પિલટ ડિસિજનથી 3-2થી જીત્યું. ત્રણેય રાઉન્ડમાં જજોનો એકંદર નિર્ણય લવલિનાની તરફેણમાં રહ્યો હતો. લવલિના હવે મેડલ મેળવવાથી માત્ર એક જીતથી દૂર છે. બોક્સીંગમાં, સેમિફાઇનલમાં પહોંચતાની સાથે જ ઓછામાં ઓછું બ્રોન્ઝ મેડલ નક્કી થઈ જાય છે. લવલિનાની ક્વાર્ટર ફાઇનલ બાઉટ 30 જુલાઈએ ચીનના તાઈપેની ચિન નિએન સાથે થશે.

ભારતીય પુરુષ હોકી ટીમે પૂલ-એની મેચમાં સ્પેનને 3-0થી હરાવ્યું
ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય હોકી ટીમ ફરી ટ્રેક પર વાપસી કરતી નજરે પડી રહી છે. રવિવારે ઓસ્ટ્રેલિયા સામે 1-7થી કારમી હારનો સામનો કરનારી ભારતીય ટીમે મંગળવારે તેની પૂલ-એ મેચમાં સ્પેનને 3-0થી હરાવી હતી. આ જીત સાથે ભારતની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશા મજબૂત થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા 3 મેચમાંથી 4 પોઇન્ટ સાથે, પૂલ-એમાં બીજા સ્થાને પહોંચી ગઇ છે. ઓસ્ટ્રેલિયા ટોચ પર યથાવત્ છે.

સ્પેન સામે પેનલ્ટી કોર્નર રોકતાં ભારતીય ડિફેન્ડર્સ. સ્પેનને મેચમાં 8 પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ એકપણ ગોલ થઈ શક્યો નહીં.
સ્પેન સામે પેનલ્ટી કોર્નર રોકતાં ભારતીય ડિફેન્ડર્સ. સ્પેનને મેચમાં 8 પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ એકપણ ગોલ થઈ શક્યો નહીં.

મંગળવારે, ટોક્યો ઓલિમ્પિક્સમાં, ભારતના હાથમાં વધુ એક મેડલ આવતાં આવતાં રહી ગયું. 10મી એર પિસ્ટલ મિશ્રિત શૂટર ઇવેન્ટમાં મનુ ભાકર અને સૌરભ ચૌધરીની ભારતીય જોડી ટોપ -4માં આવતા ચૂકી ગઈ. ભારતીય જોડી ક્વોલિફિકેશનના પ્રથમ રાઉન્ડમાં 582 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને રહી હતી, પરંતુ આઠ જોડીના બીજા રાઉન્ડમાં 7મા સ્થાને રહી હતી. ટોચ 4 જોડીએ મેડલ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે.

6 ટીમના પૂલમાં ટોપ-4માં આવવું જરૂરી
હોકીમાં પૂલ-એ અને પૂલ-બીમાં 6-6 ટીમો છે. પૂલ-એમાં ભારત છે. ભારત અને સ્પેન સિવાય ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટીના અને યજમાન જાપાનની ટીમ પણ છે. ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે ભારતને પૂલમાં ટોપ-4માં રહેવું પડશે. ભારતે તેની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું હતું, પરંતુ ઓસ્ટ્રેલિયાએ પછીની મેચમાં 7-1થી હરાવ્યું હતું. આ પૂલમાં ટીમ રેન્કિંગમાં ફક્ત ઓસ્ટ્રેલિયા ભારતથી ઉપર છે.

ભારત સામે હારી ગયા બાદ નિરાશ થઈને સ્પેનના રોક ઓલિવા મેદાન પર જ સૂઈ ગયો.
ભારત સામે હારી ગયા બાદ નિરાશ થઈને સ્પેનના રોક ઓલિવા મેદાન પર જ સૂઈ ગયો.

ભારતીય ટીમ 1980 બાદથી મેડલ જીતી શકી નથી
ભારતીય હોકી ટીમ 1980ના ઓલિમ્પિક્સમાં સૌથી સફળ રહી હતી. ભારતે આ રમતમાં ઓલિમ્પિકમાં 8 ગોલ્ડ, 1 સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. જોકે 1980 મોસ્કો ઓલિમ્પિક્સ બાદ ભારતે કોઈ મેડલ જીત્યો નથી. 1980માં ભારતે ગોલ્ડ જીત્યો હતો. ભારત 1984માં પાંચમું, 1988માં છઠ્ઠો, 1992માં સાતમું, 1996માં આઠમું 2000માં સાતમું, 2004માં સાતમું સ્થાન મળ્યું. 2008ના બીજિંગ ઓલિમ્પિક્સમાં ભારત ક્વોલિફાઇ થઈ શક્યું ન હતું. ભારતીય ટીમ 2012માં 12મું અને 2016માં 8મા સ્થાન પર રહી હતી.

બીજી અને ભારતીય પુરુષ હોકી ટીમે જોરદાર વાપસી આકરી છે. ટીમે પૂલ-એ મેચમાં સ્પેનને 3-0થી હરાવ્યું છે. રૂપિન્દર પાળ સિંહે બે અને સિમરન જીત સિંહે એક ગોલ કર્યો હતો. અગાઉની મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે 1-7થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત સાથે, ભારત તેમના પૂલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. ભારતને હજી પણ વધુ પૂલ મેચ રમવાની છે.

ત્રીજા ક્વાર્ટરની અંતિમ ક્ષણોમાં સ્પેને ગોલ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ક્વાર્ટર-સમાપ્ત થયાનું હૂટર વાગી ચૂક્યું હતું. સ્પેને વીડિયો રેફરલ લીધો અને પેનલ્ટી કોર્નર મળ્યો. ભારતીય ડિફેન્ડરોએ તેના પર ગોલ થવા દીધો નહીં. મેચમાં સ્પેનને અત્યાર સુધી આઠ અને ભારતને ચાર પેનલ્ટી કોર્નર મળ્યા છે. પેનલ્ટી કોર્નર પર સ્પેન કોઈ ગોલ કરી શક્યું નહીં. ભારતે પેનલ્ટી કોર્નર પર એક ગોળ કર્યો છે. ભારતનો ત્રીજો ગોલ પેનલ્ટી કોર્નર પર જ થયો હતો.

મનુ ભાકર અને સૌરભ ચૌધરીની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સડ ઇવેન્ટમાં સાતમા સ્થાન પર રહી.
મનુ ભાકર અને સૌરભ ચૌધરીની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સડ ઇવેન્ટમાં સાતમા સ્થાન પર રહી.

આજની મહત્ત્વની ઇવેન્ટ

ટેબલ ટેનિસ
અચંતા શરત કમલ વિ મા લોંગ (ચીન), મેન્સ સિંગલ્સ 3જો રાઉન્ડ, સવારે 8.30 કલાકે

બોક્સીિગ
લવલીના બોરગોહેન વિ એપેટઝ નેદિન, વીમેન્સ વેલ્ટરવેટ રાઉન્ડ ઓફ 16, ભારતીય સમય મુજબ સવારે 10.57 વાગ્યે.

બેડમિન્ટન
સાત્ત્વક સાઇરાજ રેંકિરેડ્ડી અને ચિરાગ શેટ્ટી વિ. બેન લેન અને સીન વેન્ડી (બ્રિટન), મેન્સ ડબલ્સ ગ્રુપ એ મેચ ભારતીય સમય મુજબ સવારે 8.30 વાગ્યેથી.

સેલિંગ
નેત્રા કુમાનન, વિમેન્સ લેસર રેડિયલ, ભારતીય સમય અનુસાર સવારે 8:35 વાગ્યેથી, વિષ્ણુ સરવનન, મેન્સ લેસર, સવારે 8: 45 વાગ્યેથી, કેસી ગણપતિ અને વરુણ ઠક્કર મેન સ્કીફ 49 ઇઆર, સવારે 11.20 વાગ્યાથી.