• Gujarati News
  • National
  • Maana Patel | Gujarati Swimmer | Tokyo Olymmpic Journey| Mana Said PV Sindhu & Foreign Athletes Helped Me A Lot; Indian Food Continues To Flourish In Olympic Village Too, Father Says Gujarat Government Helped A Lot

DB એક્સક્લૂઝિવ:ઓલિમ્પિકમાં માના પટેલે અમેરિકી એથ્લીટ્સને પણ હિન્દી બોલતા કરી દીધા, કહ્યું- ભારતની ઐતિહાસિક જીતના જશ્નમાં સામેલ થયાનો મને ગર્વ છે

અમદાવાદ2 વર્ષ પહેલાલેખક: પાર્થ વ્યાસ
  • કૉપી લિંક
  • કોઈપણ રમતવીર માટે હારનું મોટું કારણ રમતના જે-તે તબક્કામાં નિરાશા કે ટેન્શન હોય છે- માના પટેલ
  • ઓલિમ્પિકમાં વિદેશીઓને પણ હિન્દી બોલતા કરનારાં ગુજ્જુ સ્વિમર માના પટેલે વર્ણવી ટોક્યોની સફર

આખી દુનિયા જાણે છે કે ગુજરાતીઓ વિશ્વના દરેક ખૂણે અને દરેક ક્ષેત્રમાં પોતાનું સ્થાન જમાવી શક્યા છે; એ પછી બિઝનેસ હોય કે ખેલકૂદની વાત હોય. હાલમાં જ જાપાનમાં ટોક્યો ઓલિમ્પિકનું સમાપન થયું અને ત્યાં પણ આપણા ગુજરાતની ઉપસ્થિતિ રહી હતી. સૌથી રસપ્રદ અને ગુજરાતીઓની છાતી ગજગજ ફૂલે એવી વાત એ છે કે ટોક્યો ઓલિમ્પિક્સમાં સામેલ થનારી ગુજરાતી વ્યક્તિ એક મહિલા હતી, જેનું નામ છે માના પટેલ. ઓલિમ્પિકમાં દોસ્તી વધારવાની વાત હોય કે પછી વિદેશીઓને કડકડાટ હિંદી બોલતા કરવાની, આવા અઘરા કામ તો માત્ર કોઈ ગુજરાતી જ કરી શકે. DivyaBhaskar સાથેની વાતચીત દરમિયાન માના પટેલે પોતાના સૌથી મોટા દુશ્મનથી લઇને ઓલિમ્પિકની સફર વર્ણવી હતી. તો ચલો, આપણે માના પટેલ સાથેની મુલાકાતને શાબ્દિક સ્વરૂપ આપી ટોક્યો ઓલિમ્પિક્સની સફર પર નીકળીએ

દિવ્ય ભાસ્કરઃ કારકિર્દીની સફર હોય કે પછી ઓલિમ્પિકની, એમાં મિત્રો મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. તો તમારી ટોક્યો ઓલિમ્પિક્સની સફર દરમિયાન કોઈ ખાસ મિત્ર બન્યું છે?
માના પટેલઃ અમારી ટોક્યોથી દિલ્હીની ચાર્ટર ફ્લાઈટ હતી, જેમાં અમારી સાથે પુરુષ તથા મહિલા હોકી ટીમ અને પીવી સિંધુ પણ સવાર હતી. ત્યાં અમે બધા એથ્લીટ સાથે લંચ તથા ડિનર કરતા હતા. આ સમય દરમિયાન મને ઈન્ડિયન ટીમના અન્ય એથ્લીટ્સે ઓલિમ્પિક અંગે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ટોક્યોમાં મારે એથ્લીટ્સ સાથે દોસ્તી પણ થઈ અને તેમના સ્પોર્ટ્સની વિવિધ ઇવેન્ટ્સ અંગે જાણકારી પણ મેળવી હતી. જોકે હું 30 જુલાઈએ ઈન્ડિયા પરત આવી ગઈ હતી, પરંતુ મેં ટોક્યો ઓલિમ્પિક્સ દરમિયાન આંતરરાષ્ટ્રીય ખેલાડી સાથે પણ દોસ્તી કરી હતી, પરંતુ અમે 30 જુલાઈએ જ ફ્રેન્ડશિપ ડે હોય એમ સેલિબ્રેશન કરી લીધું હતું.

દિવ્ય ભાસ્કરઃ કોરોના મહામારીને કારણે ત્યાં તમારાં પ્રેક્ટિસ સેશન્સ કેવાં રહ્યાં? તમે ઓલિમ્પિક વિલેજની બહાર ગયાં હતાં?
માના પટેલઃ ઓલિમ્પિક વિલેજમાં ખેલાડીઓની સેફ્ટીને ધ્યાનમાં રાખીને સારીએવી વ્યવસ્થા કરવામાં આવી હતી. અમને કોવિડ પ્રોટોકોલ અને બાયો-બબલના નિયમોને અનુસરીને જ પ્રેક્ટિસ કરવાની અનુમતિ અપાઈ હતી, જેમાં વહેલી સવારે પહેલા તો મારું સલાઇવાનું (લાળ) ટેસ્ટિંગ થતું. જોકે ઓલિમ્પિક વિલેજમાં આઉટસાઈડર્સને પ્રવેશ અપાતો ન હતો અને અમને પણ અન્ય શહેરમાં જવાની અનુમતિ નહોતી મળી. વળી, ઓલિમ્પિક વિલેજમાં અમને રહેવા અને જમવાની સુવિધા પણ સારી મળી હતી. અમે જે ડાઇનિંગ હોલમાં લંચ કે ડિનર કરવા જતા હતા ત્યાં પણ શિલ્ડ્સ રાખવામાં આવ્યા હતા કે જેથી એથ્લીટ્સ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાયેલું રહે.

દિવ્ય ભાસ્કરઃ ઓલિમ્પિકમાં વિદેશી ખેલાડીઓનું વલણ ઈન્ડિયન એથ્લીટ્સ પ્રત્યે કેવું હતું? તમારે કેટલા વિદેશી એથ્લીટ્સ સાથે મિત્રતા થઈ?
હા, મારે અમેરિકી એથ્લીટ્સ સાથે સારી મિત્રતા થઈ હતી. અમે ઓલિમ્પિક વિલેજમાં જ્યારે પણ ટ્રેનિંગ માટે અથવા સ્પર્ધા કરવા માટે ટ્રાવેલ કરતા ત્યારે અમારી સાથે વિદેશી ખેલાડીઓ પણ હતા. બસમાં પણ વાતાવરણ એકદમ ફ્રેન્ડલી હતું. હું તમને જણાવી દઉં કે દરેક દેશને ઓલિમ્પિક માટે એક પીન (બેડ્જ) મળી હોય, તો મેં મારી પીન એક અમેરિકી એથ્લીટ સાથે એક્સચેન્જ કરી હતી અને ત્યાર પછી તો બસમાં વિદેશી ખેલાડી પણ હિંદી બોલવા લાગ્યા હતા.

વળી, અમેરિકી એથ્લીટ્સને તો ભારત દેશ પ્રત્યે ઘણો પ્રેમ હતો. તેમને વારાણસી ફરવા પણ આવવું હતું. અમેરિકી એથ્લીટ્સ તો અમારી સાથે ભાઈ સાહેબ- ભાઈ સાહેબ કરીને હિંદીમાં વાતો કરવાનો પ્રયત્ન પણ કરતા હતા. આનાથી મને પણ ઘણો આનંદ થયો હતો કે વિદેશી ખેલાડીઓ પણ ભારત દેશની સંસ્કૃતિને માન-સન્માન આપે છે.

એરિયનના કોચ ડીન બોક્સલે કંઈક આવી રીતે સેલિબ્રેશન કર્યું હતું, મેડલ વિતરણ વખતે રડી પડ્યો હતો.
એરિયનના કોચ ડીન બોક્સલે કંઈક આવી રીતે સેલિબ્રેશન કર્યું હતું, મેડલ વિતરણ વખતે રડી પડ્યો હતો.

દિવ્ય ભાસ્કરઃ ઓલિમ્પિક દરમિયાન ઓસ્ટ્રેલિયન સ્વિમર એરિયાર્ન ટિટમસના કોચનું સેલિબ્રેશન વાઇરલ થયું હતું, તમે તેમનું સેલિબ્રેશન LIVE જોયું હતું? શું એ દરેક મેચમાં આટલા જ ઉત્સાહથી ચિયર કરતા હતા?
માના પટેલે કહ્યું હતું કે ટોક્યોમાં સ્પર્ધા દરમિયાન અમારી પાછળ જ ઓસ્ટ્રેલિયન ટીમ બેસી હતી. અમે પણ એ સેલિબ્રેશન લાઇવ જોયું હતું. જોકે આમ જોવા જઈએ તો ગોલ્ડ મેડલ જીતવો એ સૌથી મોટી સિદ્ધિ છે અને આ સમયે એરિયાર્નના કોચ ડિન બોક્સલે જે રીતે ઉજવણી કરી એ વર્ષોની મહેનત ફળી હોય એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ હતું અને આમ પણ, તમે ઓલિમ્પિકમાં કોઇપણ મેડલ જીતો તો એની ઉજવણી તો થવાની જ છે. અત્યારની જ વાત કરો, ઈન્ડિયાએ ઓલિમ્પિકના ઈતિહાસમાં સૌથી વધુ મેડલ જીત્યા છે હવે એવામાં મને પણ ગર્વ થાય છે કે હું આનો એક ભાગ હતી.

એરિયન ટિટમસે 400 મીટર ફ્રી સ્ટાઇલમાં ગોલ્ડ મેડલ જીત્યો, એના કોચે જુસ્સામાં આવી અતરંગી અંદાજમાં ડાન્સ કરી ઠૂમકા લગાવ્યા; અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો

દિવ્ય ભાસ્કરઃ ઓલિમ્પિક મેચ પહેલાં તમે નર્વસ હતાં? મેચ પૂરી થાય પછી એથ્લીટ્સ શું કરતા હતા? તેમના મનોરંજન માટે કંઇ ખાસ વ્યવસ્થા કરાઈ હતી?
માના પટેલઃ હું સાચું કહું તો મારી ઓલિમ્પિક મેચ પહેલાં હું નર્વસ થઈ ગઈ હતી. મને સતત એવી ચિંતા થતી રહેતી હતી કે હું સારું પર્ફોર્મ કરી શકીશ કે નહીં? બસ, આને કારણે જ હું ઓલિમ્પિકમાં મારું બેસ્ટ નહોતી આપી શકી. જોકે હવે મને અનુભવ પણ મળ્યો અને આવી પરિસ્થિતિને કેવી રીતે પાર પાડવી એની શીખ પણ મળી, જેને કારણે બીજીવાર જ્યારે પણ હું આવી કોઇપણ મોટી સ્પર્ધામાં ભાગ લઇશ ત્યારે આ તમામ બાબતોનું ધ્યાન રાખીશ.

ઓલિમ્પિક વિલેજમાં એથ્લીટ્સના મનોરંજનને ધ્યાનમાં રાખીને પણ સારી વ્યવસ્થા કરાઈ હતી. ત્યાં ગેમિંગ માટે અલગ હબ બનાવ્યું હતું. અમે પણ માઈન્ડ ફ્રેશ કરવા માટે ત્યાં જઇને બેસતા, ગેમ્સ રમતા હતા. હું ત્યાં મોટા ભાગે ટેબલ ટેનિસ (TT) જ રમતી હતી. વળી, એવામાં જો કોઇપણ એથ્લીટ મેડલ જીતીને આવે તો તે બિલ્ડિંગમાં તેનું ભવ્ય સ્વાગત કરી સેલિબ્રેશન પણ કરવામાં આવતું હતું.

દિવ્ય ભાસ્કરઃ ટોક્યોમાં ઈન્ડિયન વાનગીઓ મળતી હતી કે નહીં? ત્યાં તમને ગુજરાતી વાનગીઓની યાદ આવી?
માના પટેલઃ આમ જોવા જઈએને તો હું નાનપણથી એક હેલ્થી ડાયટ ફોલો કરું છું. તો હવે મને બહારના જંકફૂડ ખાવામાં રસ નથી, પરંતુ હા, મને મમ્મીના હાથના ભાજીપાંઉની બહુ યાદ આવતા હતા.

ઓલિમ્પિક વિલેજમાં પણ છોલે-ભટુરે, પરાઠા અને વિવિધ ઈન્ડિયન વાનગીઓ મળતી જ હતી. એના સિવાય ત્યાં એથ્લીટ્સ માટે પિત્ઝા, પાસ્તા, વિગન ડાયટ, ફ્રૂટ સલાડ સહિત અઢળક વાનગીઓનો વિકલ્પ હતો. જોકે હું ત્યાં મારા ડાયટ પ્રમાણે જ ખાતી હતી. મને આદત નથી કંઈ બહારનું ખાવાની, તો અહીં પાછા આવીને મેં વડાપાંઉ ખાધું હતું, જેને કારણે મને ઘણી તકલીફ પડી હતી, કેમ કે મસાલા અને બટરવાળું ખાવાને કારણે મને હોસ્પિટલ ભેગી કરવી પડી હતી.

ઈન્ડિયામાં મેં વડાપાંઉ ખાધું અને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું
હું શરૂઆતથી જ ડાયટને લઇને ઘણી સ્ટ્રિક્ટ છું. એવામાં ટોક્યો ઓલિમ્પિક્સ પછી જ્યારે હું ઈન્ડિયા આવી ત્યારે મેં વડાપાંઉ ખાધું હતું અને પછી તો મારી તબિયત જે બગડી છે, આને કારણે મારે તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થવું પડ્યું હતું.

દિવ્ય ભાસ્કરઃ ઈન્ડિયન એથ્લીટ્સ તથા ગુજરાતની જનતાને શું સંદેશો આપશો?
ઈન્ડિયન ઓલિમ્પિક ટીમના પ્રદર્શનથી હું ખુબ જ ખુશ છું. વળી, આ વખતે ભારતે ઓલિમ્પિક્સના ઈતિહાસમાં પહેલીવાર 7 મેડલ જીત્યા છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં નીરજ ચોપરાના ગોલ્ડ મેડલથી લઇને તમામ એથ્લીટ્સના પ્રયાસોને કારણે હવે ભારતમાં પણ ઓલિમ્પિક ગેમ્સને પ્રાધાન્ય અપાય એમ લાગી રહ્યું છે. હું તમામ એથ્લીટ્સ અને મેડલ વિનર્સને શુભેચ્છા પાઠવું છું, મારા માટે પણ આ એક અવિસ્મરણીય યાદ છે.

મારા નેશનલ અને ઈન્ટરનેશનલ પ્રદર્શન બાદ અત્યારે મને પણ દેશ-વિદેશમાં લોકો ઓળખે છે. મને આશા છે કે ગુજરાતની સાથે ઈન્ડિયાની તમામ સ્વિમર્સ જો મહેનત કરશે તો જરૂરથી આગળ આવશે. એવામાં જો કોઇ મારાથી પ્રેરણા લઈને આ સ્ટેજ સુધી પહોંચી દેશનું ગૌરવ વધારશે તો મારા માટે એનાથી મોટી સિદ્ધિ બીજી કોઈ નહીં હોય.

મેં અત્યારથી જ ટ્રેનિંગની સાથે સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગે મોનિટર કરવાનું શરૂ કરી દીધું છે, જેથી એશિયન ગેમ્સમાં સારું પ્રદર્શન દાખવી શકું.
મેં અત્યારથી જ ટ્રેનિંગની સાથે સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગે મોનિટર કરવાનું શરૂ કરી દીધું છે, જેથી એશિયન ગેમ્સમાં સારું પ્રદર્શન દાખવી શકું.

એશિયન ગેમ્સ માટે માનાએ તૈયારીઓ શરૂ કરી
માના પટેલે જણાવ્યું હતું કે હવેથી મારું ફોકસ એશિયન ગેમ્સ પર રહેશે. મેં અત્યારથી જ ટ્રેનિંગની સાથે સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ મોનિટર કરવાનું શરૂ કરી દીધું છે. ટોક્યો ઓલિમ્પિક્સનો મારો અનુભવ યાદગાર રહ્યો, હું આ અનુભવને હવે મારી આગામી ગેમ્સમાં અપ્લાઇ કરીશ.

દિવ્ય ભાસ્કરઃ તમે સ્વિમિંગ પછી કંઈ ફિલ્ડમાં પોતાની કારકિર્દીને આગળ વધારશો?
માના ભણવામાં પહેલેથી હોશિયાર છે, તેથી તેણે સ્વિમિંગ પછી ઈન્ડિયન સ્પોર્ટ્સને મદદ થાય એવા ફિલ્ડમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. માનાએ વધુમાં જણાવ્યું હતું કે તે યંગ એથ્લીટ્સને પ્રોપર ટ્રેનિંગ તથા માર્ગદર્શન આપી ઈન્ડિયન સ્પોર્ટ્સને એક નવી દિશા આપવા પ્રયત્ન કરશે.

માનાને ગુજરાત સરકારે પણ ઘણી સહાય પૂરી પાડી છે- રાજીવ પટેલ (માના પટેલના પિતા)
માના પટેલના પિતાએ જણાવ્યું હતું કે સ્પોર્ટ્સમાં એક સ્ટેજ પછી આગળ જવું હોય તો આર્થિક અને અન્ય સુવિધાઓ એથ્લીટને મળવી જ જોઇએ અને અમને આ મુદ્દે ગુજરાત સરકારે ઘણી સહાય કરી છે. માનાને ઓલિમ્પિક સુધી તાલીમ આપવાથી લઇને અન્ય સુવિધાઓ માટે ગુજરાત સરકારે લગભગ 80 લાખ રૂપિયા સુધીની સહાય પૂરી પાડી છે. માનાને સરકારની સાથે વિવિધ NGO પણ સપોર્ટ કરે છે, આ એક ટીમ એફર્ટ છે, જેમાં અમને તમામ પ્રકારની સહાયતા મળી છે.

માના પટેલની સ્વિમિંગની શરૂઆત પણ રસપ્રદ રહી, ભૂખ ઊઘડે એવા આશયથી માતાએ તેને સ્વિમિંગ બેચમાં મૂકી.
માના પટેલની સ્વિમિંગની શરૂઆત પણ રસપ્રદ રહી, ભૂખ ઊઘડે એવા આશયથી માતાએ તેને સ્વિમિંગ બેચમાં મૂકી.

દીકરીની ભૂખ ઉઘાડવા માતાએ સ્વિમિંગ બેચમાં મૂકી હતી
માના પટેલની સ્વિમિંગની શરૂઆત પણ રસપ્રદ રહી છે. તે જ્યારે નાની હતી ત્યારે દૂબળી હતી, પૂરતો ખોરાક પણ લેતી ન હતી. જો તે વધારે મહેનત કરે તો તેની ભૂખ ઊઘડે એવા આશયથી માનાની માતાએ તેને સમર સ્વિમિંગ બેચમાં મૂકી અને આજે માના ઓલિમ્પિક સુધી પહોંચી ગઈ.

13 વર્ષની ઉંમરે ત્રણ રેકોર્ડ બ્રેક કર્યા
જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે હૈદરાબાદ ખાતે યોજાયેલી જૂનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપમાં માના પટેલે ત્રણ રેકોર્ડ તોડ્યા હતા. આ ઉપરાંત નેશનલ ગેમ્સમાં માના પટેલે 50 મીટર બેકસ્ટ્રોક અને 200 મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ જીત્યો છે. આ સિવાય માનાએ ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ(ફાઉન્ડેશન પ્રોગ્રામ) દ્વારા સાઇન ઇન થનાર પ્રથમ સ્વિમર છે. માના પટેલે હૈદરાબાદની 40મી જુનિયર રાષ્ટ્રીય એક્વેટિક્સ ચેમ્પિયનશિપમાં ત્રણ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યા.