ટોક્યો ઓલિમ્પિક્સ:મહિલા હોકીમાં ઈન્ડિયન ટીમની સતત બીજી હાર, જર્મનીએ 2-0થી હરાવ્યું; 13 વર્ષની જાપાની મોમિજીએ ગોલ્ડ મેડલ જીત્યો

ટોક્યો6 મહિનો પહેલા
 • કૉપી લિંક
જર્મની તરફથી નિક લોરેન્ઝ અને એની કટારિનાએ ગોલ કર્યા. હવે ભારત માટે નોકઆઉટ સુધી પહોંચવું મુશ્કેલ બની ગયું છે. - Divya Bhaskar
જર્મની તરફથી નિક લોરેન્ઝ અને એની કટારિનાએ ગોલ કર્યા. હવે ભારત માટે નોકઆઉટ સુધી પહોંચવું મુશ્કેલ બની ગયું છે.
 • ભારતીય પુરુષોની તીરંદાજી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયા સામે હાર્યા બાદ બહાર

ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ ઇવેન્ટ્સનો ત્રીજો દિવસ મિશ્રિત રહ્યો. મહિલા હોકીમાં ટીમ ઈન્ડિયાને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. જર્મનીએ ભારતને 2-0થી હરાવ્યું. જર્મન ટીમ તરફથી નિક લોરેન્ઝ અને એની કટારિનાએ ગોલ કર્યા. પૂલ-Aમાં અગાઉ નેધરલેન્ડ્સે ભારતને પરાજિત કર્યું હતું. જર્મની સામે ભારતને પેનલ્ટી સ્ટ્રોક પણ મળ્યો હતો, પરંતુ ગુરજિત કૌર એનો ફાયદો ઉઠાવી શકી નહોતી.

તે જ સમયે, ટેબલ ટેનિસમાં અચંતા શરથ કમલ પુરુષ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે. વળી ત્રીજા રાઉન્ડની મેચમાં મનિકા બત્રાને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતના આશિષ કુમાર પુરૂષોની બોક્સીંગ 75 કિલો વજન કેટેગરીમાં ચીની એર્બીક તુઓહેતાથી હારી ગયા. ચીની બોક્સરનું ત્રણેય રાઉન્ડમાં વર્ચસ્વ જોવા મળ્યું હતું.

ત્રીજા દિવસે ભારતનું પ્રદર્શન કેવું રહ્યું?

 • તલવારબાજી: ભવાની દેવીની સફર રાઉન્ડ ઓફ-32માં સમાપ્ત થઈ.
 • આર્ચરીમાં ભારતીય પુરુષ ટીમ ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયા સામે હારી ગઈ.
 • ટેબલ ટેનિસ: શરથ કમલે પુરૂષ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું છે.
 • ટેબલ ટેનિસ: મણિકા બત્રા ત્રીજા રાઉન્ડની મેચમાં ઓસ્ટ્રિયાની સોફિયા પોલ્કાનોવા સામે હારી ગઈ હતી.
 • શૂટિંગ: મેરાજ ખાન અને અંગદ બાજવા સ્કીટ ક્વોલિફિકેશનમાં હારી ગયા.
 • ટેનિસ: સુમિત નાગલ પુરુષ સિંગલ્સમાં રશિયાના વર્લ્ડ નંબર-2 ડેનીલ મેદવેદેવ સામે હારી ગયો.
 • બોક્સિંગ: આશિષ કુમાર પહેલા રાઉન્ડમાં હારી ગયો.
 • સ્વિમિંગઃ સાજન પ્રકાશ પુરુષોની 200 મીટર બટરફ્લાય ઇવેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ ગયો.
 • સેઇલિંગ: વિષ્ણુ સરાવન ત્રીજી રેસમાં 24મા સ્થાને રહ્યો. એકંદરે તે 34 પોઇન્ટ સાથે 25માં સ્થાને રહ્યો.
 • હોકી: ભારતીય મહિલા ટીમને જર્મની સામે હારનો સામનો કરવો પડ્યો.
ભારતીય તીરંદાજ પ્રવીણ જાધવ (જમણે) લક્ષ્ય સાધી રહ્યો છે. એની સાથે અતુન દાસ છે.
ભારતીય તીરંદાજ પ્રવીણ જાધવ (જમણે) લક્ષ્ય સાધી રહ્યો છે. એની સાથે અતુન દાસ છે.

જાપાનની મોમિજીએ રચ્યો ઇતિહાસ

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષોની તીરંદાજી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયા સામે હાર્યા બાદ બહાર થઈ ગઈ. કોરિયાએ સતત ત્રણ સેટ જીત્યો અને મેચ 6-0થી જીતી લીધી. ભારતીય ટીમે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં કઝાકિસ્તાનને 6-2થી પરાજિત કર્યું હતું. તલવારબાજીમાં ભારતની ભવાની દેવીએ પણ બહાર થઈ ગઈ છે. જ્યારે ટેબલ ટેનિસમાં, અચંતા શરત કમલ પુરુષ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે. શૂટરમાં સ્કીટ ઇવેન્ટના બીજા દિવસની ક્વોલિફિકેશન રાઉન્ડ ચાલી રહ્યો છે. થતો હતો. ભારત તરફથી મેરાજ અહેમદ ખાન અને અંગદ વીરસિંહ બાજવા પડકાર ફેંકી રહ્યા છે.

ભવાની દેવીએ પ્રથમ મેચ સરળતાથી જીતી, પરંતુ બીજા મુકાબલામાં જીતી શકી ન હતી.
ભવાની દેવીએ પ્રથમ મેચ સરળતાથી જીતી, પરંતુ બીજા મુકાબલામાં જીતી શકી ન હતી.

જીતથી શરૂઆત કર્યા પછી ભવાની બીજી મેચમાં હારી ગઈ
પહેલીવાર તલવારબાજીમાં ક્વોલિફાઇ કરનારી એકમાત્ર ભારતીય તલવારબાજ ભવાની દેવીએ પહેલી મેચ જીતી હતી, પરંતુ બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ મેચમાં ટ્યુનિશિયાની નાદિયાબેનને 15-3થી હરાવી હતી. રાઉન્ડ ઓફ 32ના મુકાબલામાં, ભવાનીને ફ્રાન્સની મેનન બ્રુનેટે 15-7થી હરાવી દીધી.

તીરંદાજીની ટીમે આકરી હરીફાઈમાં જીત મેળવી હતી
તીરંદાજીમાં ભારતને પુરુષ ટીમની ક્વાર્ટર ફાઇનલમાં કઝાકિસ્તાન તરફથી સખત પડકારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે પ્રથમ સેટ 55-54થી જીત્યો હતો. આ સેટમાં બંને ટીમો તરફથી પર્ફેક્ટ 10ના બે-બે સ્કોર્સ બનાવવામાં આવ્યા હતા. બીજા સેટમાં પણ ભારતીય ટીમે 1 પોઇન્ટના અંતરે જીત મેળવી હતી. ભારતે આ સેટ 52-51થી જીત્યો હતો. ત્રીજા સેટમાં કઝાકિસ્તાને મજબૂત રીતે વાપસી કરી અને તેને 57-56થી પોતાને નામે કરી લીધો. ચોથા સેટમાં ભારતે મેચ 55-54થી જીતી લીધી હતી.

શરત કમલે બીજા રાઉન્ડના મુકાબલામાં પોર્ટુગલી ખેલાડીને હરાવ્યો હતો.
શરત કમલે બીજા રાઉન્ડના મુકાબલામાં પોર્ટુગલી ખેલાડીને હરાવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...