ભાસ્કર વિશેષ:ટોક્યોમાં 24 ભાઈ-બહેન એક સાથે રમશે, સૌથી વધુ બ્રિટનનાં છે

ટોક્યો4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટનની ટીમમાં ત્રણ જોડીયાં ભાઇ-બહેન પણ છે, જેમાં ભાઈ-ભાઈ, ભાઈ-બહેન અને બહેન-બહેન પણ એક જ રમતમાં ભાગ લેશે

ખેલાડીઓની જિંદગીમાં પરિવારનું મહત્વનું યોગદાન હોય છે. ટોક્યોમાં કેટલાક ખેલાડીઓ એવા પણ છે જેમની સાથે તે મોટા થયા છે તેની સાથે જ મેદાન પર રમશે. ટોક્યોમાં 24 ભાઈ-બહેનોની જોડી સાથે રમશે અને તેમાં સૌથી વધુ બ્રિટનના 9 ભાઈ-બહેનોની જોડી રમશે. તેમાંથી 3 તો જુડવા છે.

જોડી અને હન્ના વિલિયમ્સ
રમત: ટ્રેક અને ફિલ્ડ., દેશ: બ્રિટન
બંનેએ એક સાથે રનિંગ શરૂ કરી હતી. વિલિયમ સિસ્ટર્સ 4*400 રિલ રમશે.

આ ભાઈ-બહેનની જોડી રમશે: 11 દેશના ભાઈ-બહેન ટોક્યોમાં એક સાથે પ્રતિનિધિત્વ કરશે
સાને-લાઇક વીવર્સ, જિમ્નાસ્ટિક
નેધરલેન્ડ: બીજી ઓલિમ્પિક. સાને ગોલ્ડ જીતી ચૂકી છે.

એરિક-કાવિકા શોજી, વોલિબોલ
અમેરિકા: શોજી બ્રધર્સે રિયોમાં કાસ્ય મેડલ જીત્યો હતો.

સિમે-મિહોવિલ ફેન્ટેલા, સેલિંગ
ક્રોએશિયા: ગોલ્ડન બ્રધર્સ ફેન્ટેલાના નામથી ઓળખાય છે.

જયલા-ટૉય પીના, સ્વિમિંગ
કેપ વર્ડે: બંનેની કારકિર્દીની પહેલી ઓલિમપિક છે.

એમિલી-ટોમ ફોર્ડ, રોઇંગ
બ્રિટન: બંનેનું નાનપણથી એક સાથે ઓલિમ્પિક રમાવું સપનું છે.

મેકેંજી-આરિયા ફિશર
​​​​​​​​​​​​વોટર પોલો અમેરિકા: બંનેએ 2016 માં ઓલિમ્પિક ગોલ્ડ જીત્યા છે.

કેલી-કર્ટની હર્લે, ફેન્સિંગ
અમેરિકા: હર્લે સિસ્ટર્સે સિંગલ્સની સાથે-સાથે ટીમ પણ રમશે.

લૌરા-શાર્લોટ ટ્રેમ્બલ, સ્વિમિંગ
ફ્રાન્સ: બહેનોની જોડીને મેડલ માટે દાવેદાર માનવામાં આવે છે.

હેનરી-જેક્સન લેવરેટ, શૂટિંગ
અમેરિકા: લેવરેટ બ્રધર્સ પિસ્તોલ ઇવેન્ટમાં પડકાર ફેકશે.

એટ્સ-ડેનિસ સિનારો, સેલિંગ
તુર્કી: બંનેએ ગેમ્સમાં ક્લાસ-470 માં રમવાનું છે.

ક્રિસ્ટી-સેમ મેવિસ, ફૂટબોલ
અમેરિકા: બંને એક સાથે અમેરિકા માટે રમે છે.

આઇંસ્લે-ટ્રેંટ થોર્પ, ટ્રાયથ્લોન
ન્યૂઝીલેન્ડ: આઇંસ્લે ભાઇની સાથએ મિક્સમાં પણ રમશે.

બ્રોન્ટે-કેટ કેમ્પબેલ, સ્વિમિંગ
ઓસ્ટ્રેલિયા: કેટ અને બ્રોન્ટે ટીમમાં એક સાથે પણ ઉતરશે.

અન્ના-ઇરિની ઇલેન્જેંડ્રી, સ્વિમિંગ
ઓસ્ટ્રિયા: અલેક્જેંડ્રી સિસ્ટર્સ રિયોમાં પણ એક સાથે રમી હતી.

ટિફની-સિન્ડી સેમ્બર, હર્ડલ
બ્રિટન: રિયોમાં તે એકબીજાને પડકાર ફેકી ચુક્યા છે.

હેરી-હન્ના માર્ટિન, હોકી
બ્રિટન: હેરી પુરૂષ અને હન્ના મહિલા ટીમ સામે રમશે.

નેલી-જેસિકા કોર્ડા, ગોલ્ફ
અમેરિકા: પીજીએ ચેમ્પિયનશિપમાં બંને રમી ચૂકી છે.

પાઓ-માર્ક ગૈસોલ, બાસ્કેટબોલ
સ્પેન: ગૈસોલ બ્રધર્સ ત્રણવારની ઓલિમ્પિક મેડાલિસ્ટ છે.

મેક્સ-જો લિચફીલ્ડ, સ્વિમિંગ
બ્રિટન: બંને ભાઈઓ મેડલ માટે દાવેદાર છે.

એડમ-સાઇમન યેટ્સ, સાઇકલિંગ
બ્રિટન: બંને ભાઈઓને દાંતના અંતરથી ઓળખવામાં આવે છે.

પેટ-લ્યુક મેકકૉર્મેક, બોક્સિંગ
બ્રિટન: બંનેએ રિયો ઓલિમ્પિકમાં એક સાથે રમ્યું છે.

મથિલ્ડા-શાર્લોટ હૉજકિંસ-બાયર્ન, રોઇંગ
બ્રિટન: રોઇંગ ટીમમાં બંનેએ બ્રિટન તરફથી રમવાનું છે.

જેનિફર-જેસિકા ગાદિરોવા, જિમ્નાસ્ટિક
બ્રિટન: 16 વર્ષની બંને બહેનો જિમ્નાસ્ટિકમાં રમશે.

અન્ય સમાચારો પણ છે...